ગુલમહોર ગર તુમ્હારા નામ હોતા!

 

20200426_131456

“દેવતા” ફિલ્મ માટે ગુલઝાર સાહેબે બહુ સરસ ગીત લખ્યું છે. પહેલાં એ માણીએ

ગુલમહોર ગર તુમ્હારા નામ હોતા,

મૌસમ-એ-ગુલ કો હંસાના ભી હમારા કામ હોતા.

આયેંગી બહારેં તો અબકે ઉન્હેં કહના, ઝરા ઇતના સુને;

મેરે ગુલ બિના ઉનકા કહાં બહાર નામ હોતા?

શામ કે ગુલાબી સે આંચલ મેં એક દિયા જલા હૈ ચાંદ કા,

મેરે ઉન બિન ઉસકા કહાં ચાંદ નામ હોતા.. ગુલમહોર ગર તુમ્હારા નામ હોતા….

તો મિત્રો, તમને ખબર તો પડી જ ગઈ હશે કે આજે વાત કરીશું ગુલમહોરની! આપણી વાતો સંગાથે હું મોબાઇલ ક્લીક મૂકીશ જે મારી બાલ્કનીનું મિત્ર છે. હા, મારા ઘર પાસે જ ગુલમહોરનું વૃક્ષ છે. આ વૃક્ષ જ્યારે પોતાની મોહમાયાને છૂટ્ટી કરી દે છે ત્યારથી લઈને લાલચટ્ટક રંગીન આભા રચે ત્યાં સુધીની આ મોબાઇલ યાદો આપની સંગાથ વહેંચીશ.

4

મારી દીકરી બાલ્કનીમાં ખુરશી ગોઠવી તેની પર ચડી, ગુલમહોરના વૃક્ષ પર રહેતાં તેનો મિત્રો જોડે વાત કરતી હોય તે જોઈ મને પણ મારું બાળપણ યાદ આવી જાય. સેંટ મેરીઝ સ્કુલના મેદાનમાં કંઈ કેટલાયે વૃક્ષો હતાં પણ ગુલમહોર અમારાં ખાસ ભાઇબંધ! તેના ફૂલો વીણીને અમે તેનો ખટ્ટ – મીઠો સ્વાદ માણતાં; અને જે આનંદ આવતો તે હજુયે મનમસ્તિષ્કમાં અકબંધ છે.

17

આમ તો “ગુલમહોર” નામ બહુ જ સુંદર છે પણ સંસ્કૃત નામ તો તેનાથી પણ ચડે! “રાજ-આભરણ” એવું સંસ્કૃત નામ ધરાવતાં ગુલમહોરને “કૃષ્ણ ચૂડ” પણ કહેવાય છે. શ્રીકૃષ્ણ ભગવાનના મુકુટનો શૃંગાર ગુલમહોરના ફૂલોથી કરાય છે.

24

કહે છે ગુલમહોર મડાગાસ્કરમાં જન્મેલુ. યુરોપિયન ત્યાંથી પોતાને ત્યાં લઈ આવ્યા. ફ્રાંસના લોકોએ તો એટલું વધાવ્યું કે એને “સ્વર્ગનું ફૂલ” એવું નામ આપ્યું. તો અમેરિકાના મિયામીવાસીઓ તો વળી એમનાથી પણ એક કદમ આગળ નીકળા. તેઓ પોતાના વાર્ષિક પર્વને ગુલમોહરના ફૂલ આવે ત્યારે મનાવે. “રોયલ પોઈંશિયાના ફેસ્ટીવલ મિયામી” એવું ગૂગલ કરજો. અને હા, આ પોઈંશિયાના નામ એ ૧૮મી સદીમાં ફ્રેંચ ગવર્નર કાઉંટી ડી પોઈંશીએ પોતાના નામ પરથી રાખી દીધું, બોલો લ્યો… આ ગુલમહોરના ફ્રેંચ ફૈબા.. આઇ મિન ફુઆ!

34

ગુલમહોરે ફક્ત દેખાવ માટે કે શૃંગાર માટે પૃથ્વી પર અવતરણ નથી લીધું. ગુલમહોરના ફૂલ, એની ડાળીઓની છાલ વિવિધ પ્રકારના રોગ માટે અકસીર છે. દસ્ત, ટાલીયાપણું, પાઇલ્સ, હર્પીસ, આમવાત, અલ્સર અને ઝેરી જીવ જંતુ કરડી જાય ત્યારે ગુલમહોરનો આયુર્વેદીક ઉપચાર રાહત આપે છે.

35

આપણે ત્યાં માર્ચ મહિનાથી જૂન સુધી ગુલમહોરનો રાજવૈભવ માણવા મળે છે. બાલ્કનીમાં ઊભા રહી ગુલમહોરના વૃક્ષની દોસ્તી અમને પણ અમારી દીકરીની જેમ જ ગમે છે. અમને શું, અમારા એ ગુલમહોરના ખાસ મિત્રો ખિસકોલી, કબૂતર, કાગડા, કાબર, ચકલી અને દેવચકલીને પણ આ ગુલમહોર સિવાય ચેન ન પડે. આવા મિત્રોને જોઈ મારી દીકરી તેમની પણ દોસ્ત બની વાતો કરવા લાગે છે.

ચાલો, આપણે સૌ વૃક્ષોનું સંવર્ધન કરીએ, બધાં જ પ્રકારના વૃક્ષો વાવીએ જેથી ગુલમહોર જેવું ન થાય. જે ગુલમહોર મડાગાસ્કરમાં અવતર્યું ત્યાં જ હવે તે લુપ્ત થઈ રહ્યું છે. તેને હવે સંરક્ષિત વૃક્ષની યાદીમાં સમાવ્યું છે. હવે જ્યારે પણ ગુલમહોર જુઓ તો તેનો સંગાથ માણજો, તેના ફૂલો ચાખજો અને સેલ્ફી તો લેવાની જ બોસ્સ!

~ ગોપાલ ખેતાણી

22 thoughts on “ગુલમહોર ગર તુમ્હારા નામ હોતા!

 1. ગુલમહોર– મસ્ત જાણ્યું એના વિશે…
  મારે પણ બાલ્કની સામે જ છે આ વૃક્ષ અને અહીં બરોડામાં તો વાંદરા જે રીતે એના ઝાડ પાન ઝાપટી જાય ત્યારે ગુસ્સો આવે… બાકી કેસરી લીલા નું મસ્ત કોમ્બિનેશન મને ગમતું વૃક્ષ.

  Like

  1. અરે વાહ જાહ્નવીબેન….આમ તો કોઈ પણ વૃક્ષ ઘરની આસપાસ હોય એ મન પ્રફુલ્લીત જ કરે પણ ગુલમહોરની તો વાત જ નિરાળી.

   Like

 2. દરેક બાળકને પ્રોત્સાહન આપી આપણે વૃક્ષોની સંખ્યા વધારતા જઈએ તો તે સમગ્ર માનવજાતિ માટે સૌથી ઉમદા કાર્ય બની રહેશે. આમ થવાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી વાતાવરણ સુધારી શકાશે. આપણે નિશ્ચય કરીએ કે, દરેક બાળક દર વર્ષે, એક-એક વૃક્ષ તો ઉગાડે જ. આ માટે એમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીએ. આથી બાળકોને વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ થશે. વાતાવરણ લીલુંછમ થશે અને પ્રદૂષણ ઘટશે.

  ખૂબ સરસ લેખ

  Like

  1. ખરેખર ખૂબ સાચી વાત. બાળકોને પ્રકૃતી તરફ દોરીએ. કુદરતની સાથે આનંદ માણતા શીખવીએ. આપના પ્રતિભાવ માટે આભાર.

   Like

 3. ભારતમાં મારા ઘરના આંગણામા ગુલમહેરી નું વૃક્ષ! હવામાં ઝૂલતી ડાળીઓ પરના ફૂલો આવતા જતા બધ ને હાય હેલો કરતા રહે પરંતુ સંવેદનશીલ હોય તે જ ધડીક અટકે, વહાલભયોઁ હાથ ફેરવે ને એનું હેલો ઝીલે. પરંતુ હવે એ વૈભવ રહ્યો નહી. જાણે કે અન્ય ફરિયાદ હોય કે કેમ જતા રહ્યા?
  તમે કેસરી વૈભવ જરુરથી માણજો .
  કેતા જોષી

  Like

  1. આવશે..એ વૈભવ ફરીથી આવશે.. આખર તો એ “સ્વર્ગનું ફૂલ” છે… તમે નસીબદાર કે આંગણે ગુલમહોરનું વૃક્ષ.. ભારત આવો એટલે સેલ્ફી લેજો એ મિત્ર જોડે.

   Like

 4. વૃક્ષો થી જ તો જીવન છે. ખૂબ સરસ લેખ જાણવા જેવો👌👌

  Like

  1. સાચી વાત છે. સરસ મજાના વૃક્ષો વાવીએ, આવનારી પેઢીનું ભવીષ્ય સુધારીએ. આપનો આભાર પ્રતિભાવ માટે.

   Like

 5. Gulmohor etle balpan ni yaad. Vacation aave etle gulmohor yaad aave. Jetlu jova ma Manmohak tevu swad ma pan aneru j chhe. Khata mitha ena swad sathe apda khata miththa dosto ni pan yaad aavi jai

  Like

  1. સાચી વાત… બસ ખેદ એ જ વાતનો છે કે ગુલમહોર કે અન્ય વૃક્ષ અથવા તો પ્રક્રુત્તી સાથેની દોસ્તી આપણે બાળપણમાં જ માણીએ છીએ. એટલે જ અત્યારે એ મીઠી યાદો આપણા ચહેરા પર સ્મિત લાવી દે છે. આપણે પણ આપણા બાળકોને આવી યાદ અપાવવાનો પ્રયાસ કરીએ. તેમને કુદરતની નજીક લાવીએ. આપના સુંદર પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર.

   Like

  1. Gulmoher nu name sambhadta j nanpan ni vat yad Ave. Nana hata tyre ghare ni pachd khub motu tree hatu ane pachi tema thi todi ne khava ni maja j kyk alag hati.

   Nc

   Like

   1. સાચી વાત. મને તો એવું લાગે છે ગુલમહોરના ફૂલ જેમણૅ બાળપણમાં ચાખ્યા નથી એમનું બાળપણ અધુરું છે. ખૂબ ખૂબ આભાર.

    Like

 6. લેખ અને ફોટા ગુલમહોર જેવા જ મસ્ત અને પ્રાકૃતિક છે

  Like

 7. ખૂબ સરસ, સુંદર… ગુલમોહર અને તમારા શબ્દો, વિચારો બંને

  Like

  1. ખૂબ ખૂબ આભાર મિતલજી… આપના પ્રતિભાવો નવસર્જન કરવા પ્રેરિત કરે છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s