લેટેસ્ટ ટ્રેન્ડ – ગુજરાતી ભાષાની ચિંતા

માતૃભાષા દિવસ નિમીતે ફરી એક વાર!

ગુજરાતી રસધારા

“યાંત્રીક ચક્કાવાળા દ્વીચક્રી વાહનનો પરવાનો તે પ્રાદેશિક વાહનવ્યવ્હારની કચેરીએથી મેળવ્યો?”
“મેજ પર દુરસંચાર યંત્ર પડેલું છે, તેને નવસંચાર કરવા મુકી દે.”
“મારા દ્વીચક્રી વાહનના આગળના ચક્રની રબરની નળીમાં કાણુ પડેલું છે તેનુ સમારકામ કરી આપશો?”
ઉપરના વાક્યોનો પ્રયોગ કરવા જઇએ તો લોકો ચોક્ક્સ પણે માની લે કે આ ભાઇનુ ખસી ગયુ છે.
ટુ -વ્હીલર, લાઇસન્સ, મોબાઇલ, રિચાર્જ, ટેબલ વગેરે કેટકેટલાય શબ્દો આપણી રોજ બરોજની ભાષામાં વણાઈ ગયા છે.
હવે તે માટૅ આપણે ચિંતા કરીએ કે ગુજરાતી ભાષા તો નાશ પામવા બેઠી છે. અંગ્રેજી ભાષા તેને અભડાવી રહી છે.
તો ભાઇ,પહેલા તુ એક કામ કર. બને ત્યા સુધી રોજબરોજના વાર્તાલાપમાં ગુજરાતી ભાષા અને શબ્દો વાપરવાનો આગ્રહ રાખ.
“આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય.”
અને આ લેખ લખુ છું એનો મતલબ એમ નહી કે ફક્ત ગામ ને જ સલાહ આપી રહ્યો છું.
મારા વોટસએપના એક ગ્રુપ (સંઘ, ટોળુ, ઝુંડ)માં જ્યારે પણ શુભેચ્છા આપવાની હોય ત્યારે ગુજરાતીમાં જ આપુ છુ અને હવે એવુ થયુ છે કે ભુલ થી પણ “અંગ્રેજીમાં વીશ” કરુ તો લોકો મને ગુજરાતીમાં જ શુભેચ્છા આપવા સંદેશો મોકલે છે.
અહીં મારા કહેવાનો આશય એટલો જ છે કે સ્થીતી , સમય અને સ્થળ અનુસાર ભાષા અને શબ્દોનો ઉપયોગ કરો.
બાળકો , યુવાનો અને વડિલોને સાહિત્ય વાંચન અને લેખન કાર્ય માટે પ્રેરણા આપો.
આજકાલ ઇન્ટરનેટ (સંચાર જાળા) પર દરેક પ્રકારની સામગ્રી ઉપલબ્ધ છે તો એનો લાભ ઉઠાવો.
બાળગીતો, જોડકણા, બાળવાર્તા, લોકગીતો, ભજન, ડાયરા, હાસ્ય સંમેલનો વગેરે આપણે આરામથી માણી શકીએ એમ છીએ.
એ ઉપરાંત વાંચવા માટૅ તો ભંડાર પડેલો છે.
હાલ જે રીતે સમુહ સંમોહનથી દોરવાય  અને ગુજરાતી ભાષા પ્રત્યેની ઉદાસીનતા જાહેર કરાય છે તે વિશે મારે તે લોકો ને એક જ પ્રતિભાવ આપવાનો રહેશે કે “કુવામાં હોય તો અવેડામાં આવશે”.
ટકોરઃ
૧) ગુજરાતીઓને જ્યારે સપના ગુજરાતી ભાષા સિવાય અન્ય ભાષામાં આવશે ત્યારે સમજવુ કે ભાષા પર સંકટ છે.
 
૨) ગુજરાતીઓને ઠેસ વાગે ત્યારે “ઓય મા, ઓય માડી”ને બદલે અન્ય ભાષાના શબ્દો નીકળે ત્યારે સમજવુ કે ભાષા પર સંકટ છે.
 અસ્તુ.
(જોડણી – વ્યાકરણ સુધાર પ્રવૃતી ચાલુ જ રાખી છે તેમ છતા જ્ઞાનીજન સુચન કરશે તો તે ગમશે જ!)

View original post

હોઠ હસે તો ફાગુન – શ્રી હરીન્દ્ર દવે

ફાગણ ફાટ ફાટ થવાની તૈયારીમાં જ છે બોસ! તો પછી આપણે તેને આવકારવો જ જોઈએને! અને શ્રી હરીન્દ્ર્ દવેની આ ઉત્તમ રચનાથી બીજું રુડું શું? હોઠ હસે તો ફાગુન ગોરી ! આંખ ઝરે તો સાવન, મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવનજાવન. તવ દર્શનની પાર સજન,બે લોચન મારાં અંધ, અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં … Continue reading હોઠ હસે તો ફાગુન – શ્રી હરીન્દ્ર દવે

બ્લોગની બારીએથી

મિત્રો, ગુજરાતી જગતમાં અવનવા બ્લોગ્સ છે. તો તેમાં ડોકીયું કરી'ને કેટલોક મોતીચારો રસીક'હંસલા'ઓને મળે એ હેતુથી અલગ બ્લોગ રચ્યો છે. જેમાં ફક્ત અન્ય મિત્રોની રચનાઓ જ માણવા મળશે. મારું કોઈ પણ સાહિત્ય એ બ્લોગમાં નહીં હોય. આશા છે આપને આ પ્રયાસ ગમશે. ગમે તો બીજા મિત્રોને પણ જાણાવશોજી. http://shareblogworld.blogspot.in/ ~~ ગોપાલ ખેતાણી

ભણતર કે ગણતર?

ચિંતનની પળે બ્લોગમાં શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકટના ઉત્તમ વિચારો ચોક્ક્સ માણો. http://www.chintannipale.com/2017/02/%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%AD%E0%AA%A3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AA%97%E0%AB%80-%E0%AA%9C/

મારો ગ્રન્થરાગ..

નીલમદીદીનો આત્મકથાનક ભાવપુર્ણ લેખ!!

પરમ સમીપે

મારો ગ્રંથરાગ..

 

આ વિષય પર લખવાનું આમંત્રણ મળ્યું અને મનમાં ફરી વળ્યા સ્મરણોના ઘૂઘવતા પૂર..અનેક સ્મૃતિઓ જે વરસોથી ભીતરમાં અડ્ડો જમાવીને બેઠી હતી તે  અચાનક સળવળી ઉઠી..અને એ મીઠા સળવળાટે પહોંચી જવાયું..શૈશવની કુંજગલીઓમાં…

 શૈશવની મારી એ કુંજગલી એટલે પોરબંદરનું કીર્તિમંદિર..ના..અત્યારે પૂ. બાપુના જન્મસ્થાનને લીધે નથી કહેતી. આ ક્ષણે તો મારી સમક્ષ તરવરે છે…

કીર્તિમંદિરની  લાઇબ્રેરી…અને તેમાં અડિંગો જમાવીને બેસી રહેતી સાતેક વરસની એક છોકરી….લાઇબ્રેરી ખૂલે તે બંધ થાય ત્યાં સુધી ત્યાં જ અઠે દ્વારકા…

 

 આ હતી મારા ગ્રંથરાગની…મારા  never failing friend ની શરૂઆત…અને આવા કદી સાથ ન છોડનાર મિત્ર વિશે લખવાનું કોને ન ગમે ? એ નિમિત્તે ફરી એકવાર ઝરણા જેવા એ દિવસોની સંગાથે વહી શકાયાનો આનંદ…

 

 પુસ્તકોની એ મૈત્રીએ જીવનમાં કયારેય નિરાશા નથી આપી.. હમેશા કંઇ ને કંઇ આપ્યું જ છે..અને હજુ યે એનું આપવાનું તો ચાલુ જ…અલબત્ત ઝિલી શકાય પોતાની ક્ષમતા મુજબ….એ અલગ વાત છે. હજાર હાથવાળો તો આપ્યા કરે..પણ  બે હાથમાં એને ઝિલવાની પાત્રતા…

View original post 1,955 more words