ટચુકડું તોફાન

તમને થયું હશે કે ગોપાલભાઈ શેની વાત કરે છે.. હેં ને?

વાત છે માઈક્રોફ્રીક્શન વાર્તાઓની. અમારા “સર્જન” ગૃપમાં એક શોર્ટ મુવી જોવાનું કહ્યું અને તેના પરથી ૨૫૦ શબ્દો સુધીમાં માઈક્રોફ્રીક્શન વાર્તાઓ રચવા જણાવ્યું. તો જુઓ આ ટચુકડી વાર્તાઓના તોફાન.

http://www.aksharnaad.com/2017/04/26/short-film-microfiction-gujarati/

 

ગુજરાતીઓનો વાર્તાવૈભવ

મિત્રો,
ગુજરાતી ભાષાની ચિંતા તો આપણે બહુ કરીએ છીએ પણ આપણે ક્યારેય ગુજરાતી પુસ્તકો ખરીદીને વાંચીએ છીએ?અથવા તો નવોદીત વાર્તાકારોને પ્રોત્સાહન આપીએ છીએ?
નેક્ષસ વાર્તા સ્પર્ધાની વિજેતા વાર્તાની કિન્ડલ બુક એમેઝોન પર આવી ગઈ છે.
શીર્ષક – રંગમંચનો વાર્તાવૈભવ.
તમારે એમેઝોન કિન્ડલ એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે.
વાર્તાનો પ્રિવ્યુ આપ ડાઉનલોડ કરી વાંચી શકો છો.
કિન્ડલ બુકની કિંમત માત્ર ૧૦૧/- છે.
એક મુવી ટિકિટની કિંમત કરતાં પણ ઓછી. જરુરથી ખરીદો.
ગુજરાતી વાંચો વંચાવો અને નવોદિતોને બીરદાવો. એમેઝોન પર આપના રિવ્યુ પણ આપજો.
અહીં તમને એમેઝોન અને લુલુની (વિદેશમાં વસતા મિત્રો માટે) લીંક પણ આપુ છુ.
આ મેઈલ તમારા ગૃપ અને મિત્રો સાથે પણ શેર કરજો, ફોરવર્ડ કરજો. દિલથી આભાર.
જય જય ગરવી ગુજરાત.
1) Amazon link

ખુશી સફળ થયાની – નેક્ષસ વાર્તા સ્પર્ધામાં બીજો ક્ર્માંક

મિત્રો,

સફળ થવા માટે પ્રયાસો કરતાં રહેવા પડે. અને જ્યારે સફળતા મળે એટલે સ્વાભાવીક છે કે તમને ખુશી મળવાની. બસ આવી જ એક સફળતા આપ જોડે વહેંચવા માંગુ છું.

નેક્ષસ ગૃપ અયોજીત પ્રથમ વાર્તા સ્પર્ધામાં બીજો ક્ર્માંક મળ્યો તેનાથી આનંદિત છું. વધુ માહીતી નીચે આપેલી લીંકમાં મળશે. જો દિવ્ય-ભાસ્કરનું હોમ પેજ ખુલે તો મેનુમાં સુરત-સિટી વિભાગમાં બીજા પાને જમણી બાજુ વિગત આપેલી છે. આભાર આપ સૌ મિત્રોની શુભેચ્છા અને સહકારનો. મા સરસ્વતીની કૃપા હંમેશા રહે તેવી પ્રાર્થના.

http://epaper.divyabhaskar.co.in/surat/38/11042017/0/2/

 

માલસરના માર્ગે – અક્ષરનાદ પર

મિત્રો,

“માલસરના માર્ગે” નામનો પ્રવાસ લેખ અક્ષરનાદ પર પ્રસ્તુત થયો છે. આશા છે આપ સૌને એ વર્ણન ગમશે. આપના પ્રતિભાવો લેખના અંતે અક્ષરનાદ વેબસાઈટ પર આપશો તો આપનો આભારી રહીશ.

http://www.aksharnaad.com/2017/03/23/trip-of-malsar/

 

એ રંગ રસીયા !

હોળીનો ખાસ લેખ, ખાસ મિત્ર શ્રી સંજયભાઈ થોરાતની કોલમમાં લેવામાં આવ્યો તેનો આનંદ ધુળેટી રમ્યા જેટલો થયો.

આશા છે આપને જરુરથી ગમશે. પ્રતિભાવો પણ ફેસબુકમાં જ આપશો. ફેસબુકની લીંક અહીં મુકુ છું.

લેટેસ્ટ ટ્રેન્ડ – ગુજરાતી ભાષાની ચિંતા

માતૃભાષા દિવસ નિમીતે ફરી એક વાર!

ગુજરાતી રસધારા

“યાંત્રીક ચક્કાવાળા દ્વીચક્રી વાહનનો પરવાનો તે પ્રાદેશિક વાહનવ્યવ્હારની કચેરીએથી મેળવ્યો?”
“મેજ પર દુરસંચાર યંત્ર પડેલું છે, તેને નવસંચાર કરવા મુકી દે.”
“મારા દ્વીચક્રી વાહનના આગળના ચક્રની રબરની નળીમાં કાણુ પડેલું છે તેનુ સમારકામ કરી આપશો?”
ઉપરના વાક્યોનો પ્રયોગ કરવા જઇએ તો લોકો ચોક્ક્સ પણે માની લે કે આ ભાઇનુ ખસી ગયુ છે.
ટુ -વ્હીલર, લાઇસન્સ, મોબાઇલ, રિચાર્જ, ટેબલ વગેરે કેટકેટલાય શબ્દો આપણી રોજ બરોજની ભાષામાં વણાઈ ગયા છે.
હવે તે માટૅ આપણે ચિંતા કરીએ કે ગુજરાતી ભાષા તો નાશ પામવા બેઠી છે. અંગ્રેજી ભાષા તેને અભડાવી રહી છે.
તો ભાઇ,પહેલા તુ એક કામ કર. બને ત્યા સુધી રોજબરોજના વાર્તાલાપમાં ગુજરાતી ભાષા અને શબ્દો વાપરવાનો આગ્રહ રાખ.
“આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય.”
અને આ લેખ લખુ છું એનો મતલબ એમ નહી કે ફક્ત ગામ ને જ સલાહ આપી રહ્યો છું.
મારા વોટસએપના એક ગ્રુપ (સંઘ, ટોળુ, ઝુંડ)માં જ્યારે પણ શુભેચ્છા આપવાની હોય ત્યારે ગુજરાતીમાં જ આપુ છુ અને હવે એવુ થયુ છે કે ભુલ થી પણ “અંગ્રેજીમાં વીશ” કરુ તો લોકો મને ગુજરાતીમાં જ શુભેચ્છા આપવા સંદેશો મોકલે છે.
અહીં મારા કહેવાનો આશય એટલો જ છે કે સ્થીતી , સમય અને સ્થળ અનુસાર ભાષા અને શબ્દોનો ઉપયોગ કરો.
બાળકો , યુવાનો અને વડિલોને સાહિત્ય વાંચન અને લેખન કાર્ય માટે પ્રેરણા આપો.
આજકાલ ઇન્ટરનેટ (સંચાર જાળા) પર દરેક પ્રકારની સામગ્રી ઉપલબ્ધ છે તો એનો લાભ ઉઠાવો.
બાળગીતો, જોડકણા, બાળવાર્તા, લોકગીતો, ભજન, ડાયરા, હાસ્ય સંમેલનો વગેરે આપણે આરામથી માણી શકીએ એમ છીએ.
એ ઉપરાંત વાંચવા માટૅ તો ભંડાર પડેલો છે.
હાલ જે રીતે સમુહ સંમોહનથી દોરવાય  અને ગુજરાતી ભાષા પ્રત્યેની ઉદાસીનતા જાહેર કરાય છે તે વિશે મારે તે લોકો ને એક જ પ્રતિભાવ આપવાનો રહેશે કે “કુવામાં હોય તો અવેડામાં આવશે”.
ટકોરઃ
૧) ગુજરાતીઓને જ્યારે સપના ગુજરાતી ભાષા સિવાય અન્ય ભાષામાં આવશે ત્યારે સમજવુ કે ભાષા પર સંકટ છે.
 
૨) ગુજરાતીઓને ઠેસ વાગે ત્યારે “ઓય મા, ઓય માડી”ને બદલે અન્ય ભાષાના શબ્દો નીકળે ત્યારે સમજવુ કે ભાષા પર સંકટ છે.
 અસ્તુ.
(જોડણી – વ્યાકરણ સુધાર પ્રવૃતી ચાલુ જ રાખી છે તેમ છતા જ્ઞાનીજન સુચન કરશે તો તે ગમશે જ!)

View original post

હોઠ હસે તો ફાગુન – શ્રી હરીન્દ્ર દવે

ફાગણ ફાટ ફાટ થવાની તૈયારીમાં જ છે બોસ!

તો પછી આપણે તેને આવકારવો જ જોઈએને! અને શ્રી હરીન્દ્ર્ દવેની આ ઉત્તમ રચનાથી બીજું રુડું શું?

હોઠ હસે તો ફાગુન
ગોરી ! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.

તવ દર્શનની પાર સજન,બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;
એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.

અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ ;
તવ શ્વાસોનો સ્પર્શ
હૃદય પર મલયહાર મનભાવન.

કોઈને મન એ ભરમ,કોઈ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા,પ્રિય,માની એવી પ્રીત;
પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.

-હરીન્દ્ર દવે

[   અવગાહન=વિષયનું ઊંડુ અધ્યયન. ]