ઓધાજી રે; મારા વા’લા ને વઢીને કે’જો રે – શ્રી પરેશભાઈ પાઠક

આ ક્રિષ્ન વિરહ ગીત એક મનોવેદના છે જેને ક્રિષ્ન-ભાવકો દ્વારા ગુસ્સાના વાઘા પહેરાવવામાં આવ્યા છે . ગોપીઓ, શૈશવ મિત્રો તથા માતા યાશોદાને ગોકુળમાં મુકીને મુરલીધર કૃષ્ણ કર્તવ્ય પરસ્ત બની મથુરાની રાહે ચાલી નીકળે છે ત્યારે કૃષ્ણ - વિરહમાં પીડાતી ગોપીઓ, તેના બાલ-સખા, તેમજ સમગ્ર ગોકુળની મનોભાવના અને વ્યાકુળતાને દર્શાવતું આ ગીત, સાંભળનાર અને સંભળાવનાર ને ભાવ વિભોર કરી દે છે.