શ્રવણદર્શકો માટે જ ફક્ત!
રીડરબિરાદર, સોરી યાર. પણ બ્લોગિંગની નજર ઉતારવા લીંબુ-મરચાંનો ફોટો અહીં પેસ્ટવો પડશે ! હીહીહીહી. 😛 ફરી શરુ કરવા ધરેલા બ્લોગિંગમાં કંઈને કંઈ વાંધા અને વચકા આવતા જ રહે છે. હજુ એ ચાલુ છે, પણ આજે તો મક્કમપણે અમુક અગત્યની બાબતો બાજુએ રાખી આજનો લેખ મૂકી બેસી ગયો. કેમ ? કારણ કે , ગયા વર્ષે પણ અહીં આમ જ કરેલું. વેકેશનમાં જોવા -સાંભળવાની બાબતો અંગે ભૂખ જગાડો તો એ પીરસવું પણ પડે ને ! હજુ બીજા વેકેશન આર્ટીકલ્સ પણ સજાવીને મુકવાની નેમ છે. ને એવું તો બીજું ઘણું મુકીને આ હાઈબરનેશનમાં ગયેલા ગ્રહને ફરી જીવતો કરવો છે. પણ લાચાર છું કે હું એક જ છું, મારી પાસે કોઈક ઉમદા સહાયક હોત તો પણ થોડું ક્રિએટીવ સિવાયનું કામ એને સોંપી સમય આયોજન કરત.એવા પ્રયાસો સ-વેતન કર્યા , પણ કાં ઉત્સાહી મિત્રો આરંભે શૂરા નીકળી, પછી ખુદ આ બ્લોગની જેમ ગાયબ થઇ જાય છે. કાં ખરેખર મારી જેમ એમના જીવનમાં વ્યસ્ત બની જાય…
View original post 2,863 more words