લાગણીનો થાક – હેતવી પટેલ

શીર્ષક વાંચી ને થોડી નવાઈ થાય જ,  લાગણીયો નો તો કઈ થાક હોતો હશે? ? થાક તો કામ નો હોય, શરીર નો હોય કે જવાબદારી નો હોય, પણ લાગણીઓ નો થાક!!!! સાચું કહું તો ઘણી વાર જયારે માણસ માટે કોઈ સંબંધ ફક્ત અસ્તિત્વ પૂરતો રહી જાય ,જેમાં ના ક્યાંય માન હોય કે પ્રેમ નો અહેસાસ. ત્યારે અચૂકપણે એ સંબંધ માં લાગણી નો થાક અનુભવાય છે. આજે હું અહીં એક પ્રસંગ ની ચર્ચા કરીશ જેમાં મેં એક સાવ અજાણી સ્ત્રી ની આવી જ સિથતિ નો એહસાસ કર્યો હતો. આજ થી  ૧૦ વર્ષ પહેલા હું જયારે અમદાવાદ ની એક જાણીતી woman હોસ્પટલ માં લેબ ટેચનીશ્યન  તરીકે જોબ કરતી  હતી.આ દરમિયાન ઘણા ગાયનૅકોલૉજિસ્ટ ટ્રેનિંગ આપવા માં આવતી  હતી, આ દરમિયાન દિલ્હી થી એક લેડી ગાયનેક ડૉક્ટર ટ્રૈનીંગ માટે આવ્યા હતા.

મુઘલ ગાર્ડન – રાષ્ટ્રપતિ ભવન

મુઘલ ગાર્ડન વિષે જે મેં લેખ લખ્યો છે અને તે પણ ફોટોઝ સાથે તે અક્ષરનાદ પર ઉપલબ્ધ છે. લિંક મૂકુ એ પહેલાં તમે "દેલ્હી હાઇટ્સ" મૂવીના ગીતના શબ્દો માણો. જો કે લેખનો ભા અને મૂવીના શબ્દોની ફિલીંગ બન્ને અલગ ઝોનમાં છે છતાં દિલ્હી શહેરના ભાવ સાથે જોડાતું આ ગીત ગમશે. "જાગેગી રાત ભર, ઔર ભાગેગી, સાથ પર; પર ડાલેગી, બે લગામ ખયાલોં કો; પૂછેગી, યે સવાલ ઔર, માગેગી, યે હિસાબ ના સૂનેગી, તેરે ઇન જવાબોં કો; યહાં હૈ ઇક નદી, ઔર વહાં હૈ એક, લાલ કીલા પર કહાં હૈ, ઇસ શહર કા ફલસફા? યહાં આંસુ ઔર ગીત; ઔર જવાની થી મૈને તેરે નામ કી; આવારા થી રાત, ઔર સડકે થી સબ મેરે બાપ કી; ઔર મૈં થા, તુ થી ઔર થી દિલ્હી બસ!"

બે કવિતાઓ – હેતવી પટેલ

Lockdown  માં ઘરે જ રહી ને,                        કૈક નવુંકરવાની તક મળી ગઈ                                                 વહેલી સવારે  બાંહો ફેલાવી,                                      શ્વાશ માં તાજી હવા લેવાની તક મળીગઇ।

પૃથ્વી દિવસ – Earth Day

Image byhttps://pixabay.com/users/purwakawebid-6622005 થોડામાં ઘણું - તરૂણ જોબનપુત્રા જ્યારે જંગલ હતા,ત્યારે તે સાફ કરીને માનવજાતે ખેતી શરૂ કરી તે ડેવલપમેન્ટ નુકશાનકારક નહોતુ. પરંતુ આ રોડ-રસ્તા,મકાનો,હાઈરાઈઝ બીલડીંગ્સ બનાવીને આપણે આપણા જ પગ પર કુહાડો માર્યો છે. ખેતરની કાળી માટી જ કાઢી લીધી છે. અમુક અક્કલના ઓથમીર ખેડુતો પોતાના 'ફળદ્રુપ' ખેતરોને બીનખેતી કરી ત્યાં કારખાના ઉભા કરી રહ્યા … Continue reading પૃથ્વી દિવસ – Earth Day

મસ્ત મજેદાર વાર્તાઓ

મિત્રો, અક્ષરનાદ.કોમના સૌજન્યથી તમે મસ્ત મજેદાર વાર્તાઓ વાંચી શકશો. દરેક ચુનીંદા વાર્તા નીચે આપેલી લીંક પર ક્લીક કરો અને પહોંચી જાઓ વાર્તા પ્રદેશમાં.

સુખ્ખી – છે તમારી પાસે એવો દોસ્ત? #રંગ દે બસંતી!

આ ભાઈ છોકરી જોઈ નથી કે પોતાની એકાગ્રતા ગુમાવી દે. એ પછી બિયર પીવાની સ્પર્ધા હોય કે સોનીયાની અંગ્રેજ મિત્ર સ્યુની ડોક્યુમેન્ટરી ફિલ્મની પ્રપોઝલ. મિત્રતા - એનો નબળો ગુણ પણ કહી શકાય અથવા સબળ ગુણ પણ! મિત્રો જેમ કહે તેમ એ કરે અને  જ્યાં લઈ જાય ત્યાં ભાઈ પહોંચી જાય. સ્વભાવે થોડો ઉતાવળો અને ગરમ પણ ખરો. પણ ભાવુક માણસ. એ મગજથી નહીં પણ મનથી ચાલનારો માણસ. દિલમાં હોય તે મોં પર કહી પણ દે; ગુસ્સામાં અથવા મસ્તીમાં!

દામોદર મહેતા – એક બાહોશ મહામંત્રી

ભારતવર્ષમાં કંઈ કેટલાયે “ચાણક્ય” જન્મી ચૂક્યા છે. એમાંનો એક ચાણક્ય એટલે દામોદર મહેતા. દામોદર એટલે કંઈ ગજરાજ જેવી ચાલ અને સિંહ જેવુ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો મુંજાલ નહીં પણ વિનમ્ર, શાંત, ઠીંગણો અને અનાકર્ષક. પરંતુ આ બાહ્ય દેખાવથી પર એવો વિચક્ષણ બુદ્ધી પ્રતિભા ધરાવનાર મંત્રીશ્વર. મુત્સદી એવા દામોદર મહેતા એ દંડનાયક વિમલ, ધંધૂક નરેશ અને અન્યોને પોતાની બુદ્ધીથી અને શબ્દોથી પરાજિત કર્યા.

લઘુનવલ – નવોદય ~ અંતિમ પ્રકરણ – ૧૪

કોઈ પણ માણસ જ્યારે પગભર થાય ત્યારે તે આત્મવિશ્વાસથી છલોછલ હોય છે. તેને એવું લાગે કે હું દુનિયાને કંઈક કરી બતાવીશ. હું પણ આ આશા સાથે જ એક નવા જગતમાં પ્રવેશ્યો. મારા બાપાએ કરેલા દેણા મારી સામે આંખ કાઢતા. આથી મારો પ્રયાસ એવો જ હતો કે જલ્દીથી નાણા કમાઈને બાપનું દેણું ચૂકવું.” સમારંભમાં બેઠેલા બધાં લોકોની આંખ આ સાંભળી ભીની થઈ. “ધીરે ધીરે મેડિકલ વ્યવસાયની માયાજાળમાં ઊંડો ઊતરતો ગયો. પૈસા કોને વ્હાલાં ન લાગે હેં? મારા લગ્ન થયા બાદ આ જાળ વધુ ફેલાણી. લૅબોરેટરી, સ્કેનીંગ, સ્પેશિયલ રિપોર્ટસ, દવાઓ, ઇન્જેક્શન, ફિઝિયોથેરાપી આ બધાનું એક વ્યવસ્થીત જાળું ફેલાયેલું હતું. જો તમે આ જાળાના ભાગ ન બનો તો તમે વ્યવસાયમાંથી ફેંકાઈ જ જાવ. મન-એ-કમને તમારે આ કામ કરવું જ પડે.

લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૧૩

હોસ્પિટલના વિભાગો વધતાં વશરામકાકાની સલાહ અનુસાર હવે મેડિકલ ચીજ વસ્તુ અને દવા પણ અરજણ જથ્થાબંધ મંગાવવા લાગ્યો. એક મોટી દવા કંપની સાથે તેણે વાત કરી પાવર જનરેટર હોસ્પિટલ માટે મેળવી લીધું હતું. અરજણને સમજાવા લાગ્યું હતું કે ધર્મનું આચરણ કરતાં શરૂઆતમાં તકલીફ પડે છે પણ ધીરે ધીરે આપો આપ દ્વાર ખુલવાં લાગે છે. જીવલીએ એક દિવસ પોતાનો વિચાર રાધાને જણાવ્યો. રાધાએ અરજણને વાત કરી તેને મનાવી લીધો. બીજા દિવસે જીવલી, રમાકાકી, રવજી અને ચંદુકાકા મળ્યાં અને જીવલીની યોજના કહી. સૌએ મળીને વિચાર વધાવ્યો.

લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૧૨

ગામમાં ઉત્સાહનું વાતાવરણ હતું. દસ વાગ્યા ત્યાં તો એક પછી એક ચકચકાટ કાર રાણપુર ગામમાં પ્રવેશવા લાગી. કાર્યક્રમનું સંચાલન રાધા કરવાની હતી. પાંચ હજાર જેટલા લોકોને સમાવાતો મંડપ સજાવ્યો હતો. ત્રણ હજાર જેટલા લોકો તો મંડપમાં પહોંચી ચૂક્યા હતાં. એસીઆઈના પ્રેસિડન્ટ, વિમા કંપનીના રાજ્ય એકમના વડા, ધનંજય શેઠ અને તેમના મિત્રોએ દીપ પ્રાગટ્ય કર્યું. સુમધુર અવાજમાં રાધાએ કાર્યક્રમનું સંચાલન હાથમાં લીધું. રવજી અને જીવલી તો રાધાને સ્ટેજ પર માઇકમાં આત્મવિશ્વાસથી બોલતી જોઈ આભા જ થઈ ગયા. એસીઆઈ પ્રેસિડન્ટ, વિમા એકમના વડા અને ધનંજય શેઠે ઉપસ્થિત લોકોને પ્રવચન આપ્યું. તેમણે સમર્પણ હોસ્પિટલની ભાવનાના વખાણ કર્યા અને વીમો લેવા માટે પ્રેરણાદાયક શબ્દોથી લોકોને માહિતગાર કર્યા.