બાગડબિલ્લા અને બિગબુલ વચ્ચે શું સામ્ય?

તમને ખબર તો છે ને ૨૫ ઑક્ટોબરે કોમેડી + થ્રિલર + સુપર નેચરલ ગુજરાતી મૂવી ધમાલ મચાવવા આવી રહી છે!

હા, “બાગડ બિલ્લા”…

પણ તમે કહેશો કે આ જે સવાલ પૂછ્યો એના જવાબનું શું?

બાગડબિલ્લા અને બિગબુલ વચ્ચે શું સામ્ય?

બાગડબિલ્લાના લિડ એક્ટર એટલે આપણા માનિતા ચેતન ધાનાણી!

બિગબુલ એટલે હર્ષદ શાંતિલાલ મહેતાને ઘરે ઘરે જાણિતા કરનાર પ્રતિક ગાંધી।

હવે તમે કહેશો કે બન્ને ગુજરાતી એટલે સામ્ય? ના ભાઈ ના; એવું નહીં।

આપણા ચેતન ધાનાણી અને પ્રતિક ગાંધી બન્નેએ ગાંધીને ભજવ્યા છે.

પ્રતિક ગાંધીએ “મોહનનો મસાલો” નાટકમાં અને ચેતન ધાનાણીએ “ગાંધી બિફોર ગાંધી” નાટકમાં!

અરે જરા શ્વાસ તો લો; ચેતન ધાનાણીએ “વિરચંદ રાઘવ ગાંધી”નો રોલ ભજવ્યો હતો. આ વિરચંદ રાઘવ ગાંધી કોણ? એના વિષે નિરાંતે વાત (ગૂગલ દેવતાનું શરણ લો! વિરચંદ રાઘવ ગાંધી પણ ભારત તરફથી પ્રતિનિધી હતા વિશ્વ ધાર્મીક સમ્મેલનમાં, જે ૧૮૯૩માં શિકાગો ખાતે થયેલું. હા; એ જ સમ્મેલન જ્યાં સમગ્ર વિશ્વ એ સ્વામી વિવેકાનંદની પ્રતિભાને જાણી અને માણી.)

આ નાટક બાદ પરેશ રાવલે ચેતનભાઈને સામેથી આમંત્રણ આપ્યુ અને “ડીયર ફાધર” નાટક જોડે ભજવ્યુ. (તમે તો આ જ નાટક પરથી મૂવી પણ જોઈ કાઢી છે… હા ફિલ્મી રસીયા હા.. ખબર છે!)

ચેતનભાઈ આવા જ ઇન્ટરેસ્ટીંગ વિષય પર જ કામ કરતા હોય છે એટલે તો બાગડબિલ્લા વિષે મને રસ જાગ્યો.

આ ફિલ્મના નિર્દેશક સચીન બ્રહ્મભટ્ટ “રાજશ્રી” પ્રોડક્શનમાં જવાબદારી સંભાળી ચૂક્યા છે.ઘાટ ઘાટના પાણી પીધા બાદ તેઓ “બાગડબિલ્લા” જોડે ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ધમાલ મચાવવાના છે.

આ મૂવીમાં તમને “ચેતન” વર્સીસ “ચેતન”ની ફાઇટ જોવા મળવાની. ચેતન ધાનાણી અને ચેતન દૈયા. “દોનો મંજે હુએ કલાકાર.”

અરે અરે, દોનો નહીં ચારો। ઓજસ રાવલ અને જોલી રાઠોડ.

તો ચાલો, આ દિવાળીએ આ જબરદસ્ત મૂવીને માણીએ।

શું કહ્યું? ટ્રેલર હજુ નથી જોયું। આ રહી લીંક જોઈ કાઢો ટ્રેલર અને કરાવો મૂવીની ટિકીટ બૂક!

  • ગોપાલ ખેતાણી

One thought on “બાગડબિલ્લા અને બિગબુલ વચ્ચે શું સામ્ય?

Leave a comment