તું મૈત્રી છે! – શ્રી સુરેશ દલાલ

“મૈત્રી” શબ્દ સાંભળતા જ મનમાં જે અહોભાવ જાગે એ નિરુપણ તમે શ્રી સુરેશભાઈની રચનામાં માણી શકશો અને વારંવાર માણશો એની પણ ખાતરી છે!

તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે.
ઊઘડતા આકાશનો ઉજાસ છે:
તું મૈત્રી છે.

તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે
તું પ્રવાસ છે, સહવાસ છે:
તું મૈત્રી છે.

તું એકની એક વાત છે, દિવસ ને રાત છે
કાયમી સંગાથ છે:
તું મૈત્રી છે.

હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
હું તને ચાહું છું :
તું મૈત્રી છે.

તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે
તું અહીં અને સર્વત્ર છે:
તું મૈત્રી છે.

તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે
તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
તું મૈત્રી છે.

તું સ્થળમાં છે, તું પળમાં છે;
તું સકળમાં છે અને તું અકળ છે:
તું મૈત્રી છે.

– સુરેશ દલાલ

Advertisements

મિજાજે મિજાજે -શ્રી મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’

શ્રી મનુભાઈ ત્રિવેદીની ઉત્તમ રચના તમારા મનને ઝંક્રુત કરી દેશે એ ગેરંટી !

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.

તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.

મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’

હું ને ચંદુ છાનામાના – શ્રી રમેશ પારેખ

શ્રી રમેશભાઈ પારેખની આ રચના તમને બાળપણ યાદ ના કરાવી દે તો જ નવાઈ!

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ

ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;

ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .

દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…

– રમેશ પારેખ

MY NAME IS મમરા…. સેવ મમરા!

મિત્રો,

સેવ મમરા વિષે મારો હળવો લેખ અક્ષરનાદ વેબ સાઈટ પર છપાયો છે.

સેવ – મમરા ખાતાં ખાતાં તમે  માણી શકો છો !

નૂડલ્સના ‘પપ્પા’ સેવ મમરા – ગોપાલ ખેતાણી

જીવન ઘડતરમાં કોઈ પણ તબ્ક્કે ઉપયોગી

નીચેની લીંક પર જુઓ. મહત્વના મુદ્દાઓ જણાવ્યા છે તે ફક્ત બાળકોને જ નહીં મોટાઓને પણ ઉપયોગી છે.

દસ વાતો જે દરેક બાળકને હું કહેવા ઈચ્છું છું – માનલ ઘોસેંન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

બે નાટકોની રસપ્રદ વાત

‘સમુદ્રમંથન’ અને ‘અકૂપાર’ – એક જ દિવસે માણેલા બે નાટકોની વાત..