ઘમ્મર ઘમ્મર મારું વલોણુ ગાજે!

ઉનાળાના પગરવ સંભળાઈ રહ્યા છે. તો 'ઠંડક' કરવા 'લેભાગુ' પીણાઓની જાળમાં ફસાતા નહીંં, હો કે! જે દેવોને પણ દુર્લભ છે એવી 'છાશ' નો આનંદ માણો અને અન્યને પણ તેનો લાભ આપો. વાંચો, "છાશ"નો મહિમાગાન - ગોપાલ ખેતાણીની રચના અક્ષરનાદ પર. હા, અભિપ્રાય તો જોઈશે જ.. વાંધો નહીં.. છાશ પીતા પીતા આપજો! http://www.aksharnaad.com/2018/02/23/chhaas-aka-buttermilk/  

છેલાજી રે.. મારે હાટુ માર્કેટથી બટેટા સોંઘા લાવજો!!

એક બાજુ તો છેલાજી પાસે પાટણથી પટોળા મોંઘા મંગાવે અને એ જ છેલાજી શાકમાર્કેટથી બટેટાના કિલોએ બે રુપિયા વધારે આપી આવે તો ગુજરાત આખુ માથે લઈ લ્યે એવી અમારી ગુજરાતી નાર! બે ઘડી હસજો અને હસી કાઢજો! આ પત્નિઓ જ પૈસા બચાવે છે.. અને તેમને વોરેન બફેટ પાસેથી મેનેજમેન્ટ લેસન શિખવા જવું પડતું નથી. પણ … Continue reading છેલાજી રે.. મારે હાટુ માર્કેટથી બટેટા સોંઘા લાવજો!!

શ્રદ્ધા, અંધશ્રદ્ધા અને વિજ્ઞાન!

શ્રી દિનેશ પાંચાલનો લેખ ગોવીન્દભાઈ મારુના બ્લોગ પર આવેલો છે. ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ વિષેના આપણા રિવાજો પર તેમણે સચોટ નિશાન સાધ્યુ છે. "વિજ્ઞાન વિજ્ઞાન"ના ઝંડા ફરકાવતા ભણેલા 'અભણ' પણ જ્યારે કુરિવાજોને પોષે ત્યારે ક્રોધમિશ્રિત દુઃખ થાય. વધુ ના લખતા તમને આ બ્લોગ વાચવાનો આગ્રહ કરીશ. તમારા અભિપ્રાય અને વિચારોની અપેક્ષા! https://govindmaru.wordpress.com/2018/02/19/dinesh-panchal-72/  

બુનિયાદ – નોસ્તાલજિઆ# દૂરદર્શન – શિશિર રામાવત

મારી ઉમર માંડ ત્રણ-ચાર વર્ષ હશે જ્યારે 'બુનિયાદ' સિરિયલ ટેલીકાસ્ટ થયેલી. પણ જ્યારે મારે ઘેર ટીવી આવેલુ અને અમે મહાભારત જોતા ત્યારે વડીલો દૂરદર્શનની વાતો હાંકતા એ સમયે તેઓ બુનિયાદને અવશ્ય યાદ કરતા. દૂરદર્શને એક આખી પેઢીને સાચવી છે. રામાયણ, મહાભારત, રંગોલી, ચિત્રહાર, સુરભી, ડક્ટેલ્સ, કથાસાગર, સિગ્મા, દેખ ભાઈ દેખ, ચંદ્રકાંતા, શક્તિમાન, મુંગેરીલાલ કે હસીન … Continue reading બુનિયાદ – નોસ્તાલજિઆ# દૂરદર્શન – શિશિર રામાવત

ચોપાટ – દિવ્યેશ સોડવડિયા

અંત સુધી જકડી રાખતી સ્ત્રીના અસ્તિત્વની એક રોમાંચક સફર એટલે ચોપાટ. પ્રતિભાવાન લેખક દિવ્યેશભાઈની આ વાર્તા માણો રિડ ગુજરાતી પર. http://www.readgujarati.com/2018/02/16/chopat/

તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.

મિત્રો સૌ  પ્રથમ તો આપણે શ્રી સુરેશ દલાલની રચના માણીએ. રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ? તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ, અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં  વ્હેમ,અમે કરીશું પ્રેમ.. તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, … Continue reading તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.

દીકરી, દેશ, એટસેટ્રા !! – ગુજરાતની ગરિમા

ગુજરાતી એટલે વેપાર કે શેર બજાર! ગુજરાતી એટલે થેપલા, ખાખરા, ગાંઠીયા 'ને ગોટા! ગુજરાતી સ્ત્રીઓ એટલે ગરબા 'ને રસોઈ કળાની નિષ્ણાંત! પણ આ દાયરાની બહાર ગુજરાતીઓ પોતાના પગ ફેલાવવા માંડયા છે તે જાણીને આનંદ થાય છે. ગુજરાતની દીકરીએ પોતાની મહેનતથી આ મુકામ હાંસીલ કર્યો છે. ઘણું જીવો દીકરી!!! શ્રી મુર્તઝાભાઈના બ્લોગ પર આ લેખ માણવાનું … Continue reading દીકરી, દેશ, એટસેટ્રા !! – ગુજરાતની ગરિમા

Science Samachar : Episode 30

શું હતુ? શું થશે? અને શું આવશે ? – તેના જવાબ વિજ્ઞાન જરૂરથી આપશે.

મારી બારી

() હડપ્પા અને વૈદિક સંસ્કૃતિ પર દુકાળોની અસર

ગયા વર્ષના ડિસેમ્બરની ૩જીના ‘સાયન્સ ઍડવાન્સ’ મૅગેઝિનમાં એક અભ્યાસ લેખ પ્રકાશિત થયો છે, તેમાં દુકાળના લાંબા ગાળાઓને હડપ્પા તેમ જ વૈદિક સંસ્કૃતિઓના વિઘટન અને નવી સંસ્કૃતિઓના ઉત્થાન સાથેનો સંબંધ દર્શાવ્યો છે. લેખની મુખ્ય લેખિકા ગાયત્રી કઠાયત ચીનની શિઆન જિઆતોંગ યુનિવર્સિટીની સંસ્થા ‘ઇંસ્ટીટ્યૂટ ઑફ ગ્લોબલ એન્વાયરનમેન્ટલ ચેન્જ’માં પીએચ. ડીનો અભ્યાસ કરે છે અને કેલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ‘અર્થ સાયન્સ’ વિભાગના પ્રોફેસર આશીષ સિન્હાના નેતૃત્વ હેઠળ ઉત્તરાખંડની સહિયા ગુફામાં એમણે ઑક્સીજનના આઇસોટોપ્સ સ્પેલિઓથેમનો અભ્યાસ કરીને છેલ્લાં ૫,૭૦૦ વર્ષની વરસાદની સ્થિતિનો ચિતાર આપ્યો છે. ફોટામાં ગાયત્રી સહિયા ગુફામાં કૅલ્સાઇટના અભ્યાસમાં વ્યસ્ત જોવા મળે છે.

એ કહે છે કે આજથી ૪,૫૫૦ અને ૩,૮૫૦ વર્ષ વચ્ચેના સમયમાં હવામાન સારુંએવું ગરક હતું અને વરસાદ સારો થતો હતો. વાતાવરણની દૃષ્ટિએ આ સ્થિરતાનો સમય હતો. આ ગાળામાં શરૂઆતની સિંધુ સંસ્કૃતિ જેવા કૃષિ સમાજનો વિકાસ થયો અને મોટાં શહેરી કેન્દ્રો અસ્તિત્વમાં આવ્યાં. એ હડપ્પા સંસ્કૃતિનો પરિપક્વ યુગ છે. તે પછી…

View original post 702 more words

નવરસથી તરબતર #માઇક્રોફિક્શન – અક્ષરનાદ

માઇક્રોફિક્શન નામનું ટચુકડું તોફાન આજકાલ ગુજરાતી સાહિત્યને ગેલ કરાવી રહ્યું છે. શું છે આ માઇક્રોફિક્શન? નવરસથી તરબતર માઇક્રોફિક્શન રચનાઓને ડો. હાર્દિકભાઈ યાજ્ઞીકે રચી છે. માણો અક્ષરનાદ પર http://www.aksharnaad.com/2018/02/02/navras-microfiction/ તમારે માઇક્રોફિક્શન વિષે વધુ માહિતી જોઈતી હોય તો ગુજરાતી ભાષાની માઇક્રોફિક્શન રચનાઓનું પ્રથમ અને એકમાત્ર ઇ-મેગેઝીન નિઃશુલ્ક વાચો નીચે આપેલી લીંક પરથી. http://www.aksharnaad.com/sarjan-microfiction-magazine/ જો તમને માઇક્રોફિક્શન રચનાઓ … Continue reading નવરસથી તરબતર #માઇક્રોફિક્શન – અક્ષરનાદ