કેમ છો મિત્રો? આશા છે આપ સૌ આનંદમય હશો. મિત્રો, માઇક્રોસર્જન સાઇટ પર આજે સળંગ ૧૦૦મી માઇક્રોફિક્શન મુકાઈ છે. સર્જન ગૃપના સભ્યોએ જે માઇક્રોફિક્શન રચી છે તે અહીં મૂકવામાં આવી છે. આપ લોકોએ આ સાઇટને ભરપૂર પ્રેમ આપ્યો છે, તેના માટે અમે દિલથી આભારી છીએ. અમે હજુ પણ આવી રસદાર માઇક્રોફિક્શન રજૂ કરતાં રહીશું. આપ … Continue reading માઇક્રોસર્જનનું અણનમ શતક
Month: September 2018
સ્પર્શ – અછાંદસ – ગોપાલ ખેતાણી
યાદ છે હજુ મને પહેલા વરસાદની બૂંદોનો એ તપતી માટી સાથેનો સ્પર્શ. થયો હતો મને કંઈક એવો જ મનભીનો હર્ષ. એ યાદોના સથવારે ચાલી નીકળો જીવન કેરી ડગરમાં, વ્યવસ્થિત અસ્ત વ્યસ્ત સફરમાં, મૃગજળની ચાહમાં, સરખામણીની રાહમાં. આવી સમજ જ્યારે ત્યારે વહી ગયા હતાં વર્ષ. પણ તો યે હજુ મસ્તીષ્કમાં મહેકે છે એ પહેલો સ્પર્શ; જાણે … Continue reading સ્પર્શ – અછાંદસ – ગોપાલ ખેતાણી
ઉજાસ – ગોપાલ ખેતાણી
ઉજાસ શબ્દ મને ઉલ્લાસની પ્રતિકૃતિ સમાન લાગે છે. માણસનું મન પ્રસન્ન હોય, જીગરો ઉલ્લાસથી ફાટ ફાટ થતો હોય ને બોસ, ત્યારે સમજવું કે તેના જીવનમાં ઉજાસ છવાયેલો છે. અંધકાર માણસને ત્યારે જ ગમે જ્યારે તે નિરાશ થયો હોય અથવા તો નકારાત્મકતા તરફ દોરવાયો હોય. મિજબાની, ડાન્સ કે અન્ય કાર્યક્રમ આપણને રાત્રે ગમે પરંતુ તેમાં પણ … Continue reading ઉજાસ – ગોપાલ ખેતાણી
લાડલી ભૂષિતાને શ્રી ગણપતિ આરાધનાની “પ્રસાદી”
"રિદ્ધી-સિદ્ધી"ના દેવ શ્રી ગણપતિ દેવાના આશિર્વાદને કારણે લાડલી ભૂષિતાએ સ્કૂલ સિવાયની ઓપન સ્પર્ધામાં પહેલી વાર સિદ્ધી પ્રાપ્ત કરી છે. "પ્રાઉડ પાપા"ની ફિલીંગ આવી એટલે મારી લાડલી માટે બ્લોગ પર એક પોસ્ટ તો બનતા હૈ બોસ!!! દિલ્હી ખાતે પાંડવનગર સોસાયટીમાં "પાંડવનગર કા રાજા" બિરાજમાન થયેલા છે. અમે સૌ ભક્તો "દાદા"ના દર્શનનો લાભ ઊઠાવીએ છીએ. ગઈકાલે … Continue reading લાડલી ભૂષિતાને શ્રી ગણપતિ આરાધનાની “પ્રસાદી”
શબ્દ શણગાર ગૃપ
મિત્રો, આજના આ જેટ યુગમાં કારકિર્દી ધપાવવા બાળકોને અને યુવાધનને એવી અજાણી સ્પર્ધામાં ંમૂકાય છે કે જ્યાં તેમને એટલી જ ખબર છે કે પ્રતિસ્પર્ધી બીજું કોઈ નહીં પણ અંગ્રેજી છે. હું અંગ્રેજી ભાષાનો જરા પણ વિરોધી નથી પણ કહેવું એટલું છે કે પિત્ઝાની પાછળ ભાખરી ભૂલાઈ જાય એવું તો ન જ થવું જોઈએ! બરોબરને? તો મુદ્દા … Continue reading શબ્દ શણગાર ગૃપ