Microfiction બાઇટ્સ – “સર્જન”નું નવલુ નઝરાણુ

માઇક્રોફિક્શન વાર્તાનું પોતાનું એક અલગ બંધારણ છે. આ બંધારણને અનુસરીને “સર્જન” પરિવારના સાહિત્યકારો માઇક્રોફિક્શન રચે છે. એ વાર્તાઓમાંથી ઉત્તમ વાર્તાઓની પસંદગી કરાય છે. ચાર ગળણે ગાળીને એ વાર્તાઓનું સંકલન થાય છે. આથી જ “સર્જન”ના તમામ પુસ્તકો લોકપ્રિય બન્યા છે.

એશિયા અને ઇંડિયા બુક ઓફ રેકોર્ડ્સ – ૫૭ પુસ્તકોનું વિમોચન એક દિવસે – ૨૨.૦૨.૨૦૨૨

૧૦ વર્ષથી લઈ ૭૦+ વર્ષના સાહિત્યકારો તેમના પેપરબેક પુસ્તક એક સાથે એક મંચ પર લઈને આવ્યા. ૫૭ પુસ્તકોનું પ્રકાશન થયું અને વિમોચન થયું. આ વિરલ ઘટનાની નોંધ લેવાઈ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તથા ઇંડિયા બુક ઓફ રેકોર્ડ્સે પણ વિસ્તૃત નોંધ લઈ આ આયોજન તથા દરેક પુસ્તકને અધીકૃત કરી સર્ટીફિકેટ આપ્યા.