Microfiction બાઇટ્સ – “સર્જન”નું નવલુ નઝરાણુ

મિત્રો, ગુજરાતી સાહિત્ય જગતમાં માઇક્રોફિક્શનને ઓળખ આપનાર એટલે “સર્જન”. “સર્જન” ગૃપએ જ ગુજરાતી માઇક્રોફિક્શનનું પહેલું પુસ્તક આપ્યું. ગુજરાતી માઇક્રોફિક્શન માટે ઇ – મેગેઝીન અને વેબસાઈટ પણ “સર્જન” એ જ શરુ કરી.

“સર્જન” ગૃપ અને અક્ષરનાદના ફાઉંડર શ્રી જિજ્ઞેશભાઈ અધ્યારુએ અક્ષરનાદ પ્લેટફોર્મ પર માઇક્રોફિક્શન સ્પર્ધાનું પણ આયોજન કરેલું જેને ભારોભાર સફળતા મળેલી છે.

માઇક્રોફિક્શન વાર્તાનું પોતાનું એક અલગ બંધારણ છે. આ બંધારણને અનુસરીને “સર્જન” પરિવારના સાહિત્યકારો માઇક્રોફિક્શન રચે છે. એ વાર્તાઓમાંથી ઉત્તમ વાર્તાઓની પસંદગી કરાય છે. ચાર ગળણે ગાળીને એ વાર્તાઓનું સંકલન થાય છે. આથી જ “સર્જન”ના તમામ પુસ્તકો લોકપ્રિય બન્યા છે.

“માઇક્રોફિક્શન બાઇટ્સ” સાહિત્ય રસીકો સમક્ષ ૨૨ મે. ૨૦૨૨ના રોજ અવતરીત થવા જઈ રહ્યું છે. નવભારત સાહિત્ય મંદીર દ્વારા પ્રકાશિત આ પુસ્તકનું પ્રિ-બુકીંગ શરુ થઈ ચૂક્યું છે.

જો આપને ઉત્તમ માઇક્રોફિક્શન વાર્તાઓને માણવાનો, ચાખવાનો શોખ છે, તલપ છે તો આ “માઇક્રોફિક્શન બાઇટ્સ”નું બુકિંગ આજે જ કરાવો.

બુકીંગ માટે નીચે આપેલી લીંક પર જાઓ.

https://navbharatonline.com/prebooking/microfiction-bytes.html?fbclid=IwAR2ADgWHbf20RCuk3yzILvUtYL2J-vril5B-M6gIKctJPBt9YAbSuKdcheo

Navbharat Sahitya Mandir દ્વારા પ્રિ બુકિંગ પૂરતું ૧૬૦/- રૂ ની મૂળ કિંંમત સામે ડિસ્કાઉંટ સાથે ૧૪૦/- રૂ માં પુસ્તક પ્રિ બુકિંગ કરી મેળવી શકાશે.

માઇક્રોફિક્શન વાર્તાની વેબસાઇટ આ રહી.

http://microsarjan.in/

  • ગોપાલ ખેતાણી

Leave a comment