લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૬

અરજણ પોતાના બાપુ અને બાની જોડે બેઠો હતો. ત્યાં જ દીપક આવ્યો અને તેની પાછળ જ રાધા આવી. સોનેરી બોર્ડરવાળી જાંબલી સાડીમાં રાધા અપ્સરા કરતાં જરાયે ઓછી નહોતી દેખાતી. અરજણ તો આભો જ રહી ગયો. દીપક રવજી અને જીવલીને પગે લાગી રાધા જોડે ઓળખાણ કરાવી. રાધા પણ જીવલીને પગે લાગી. જીવલીની આંખમાં કંઈક અલગ જ ચમક હતી. રાધા જીવલીને લઈને મહિલા વૃંદમાં ગઈ. દીપકે લુચ્ચાઈ ભર્યું સ્મિત અરજણ સામે રેલાવ્યું. રવજી આ બન્ને ભાઈબંધોની નજરોને માપતાં હતાં.

લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૫

“અત્યારે સુપર ગોલ્ડ હેલ્થ ઈન્સ્યોરન્સમાં ચીફ માર્કેટિંગ ઓફીસર છું. વેસ્ટ ઈન્ડીયા ઝોનની જવાબદારી મારા પર છે. કેટલીક સારી હોસ્પિટલ જોડે જ હાલ તો ટાઈ-અપ કરવા ગુજરાત આવ્યો છું. અને ખુશ ખબરી એ કે આ સાંઢ હવે ખીલે ભરાવાના છે.” “અલ્યા શું વાત છે? કોણ ભટકાઈ?” જીતુએ ધબો મારતાં દીપકને પૂછ્યું. “મોના નામ છે. મારી જોડે જ સર્વિસ કરે છે. બન્નેના ઘરવાળા માની ગયા એટલે આપણે નિરાંત!” દીપકે કોલ્ડ કોફીની ચુસ્કી લેતાં કહ્યું. “ભાઈ ભાઈ જમાવટ!” જીતુ ઉત્સાહથી છલકાતો હતો. “આવતાં મહીને સગાઈ છે. એટલે તમારે બન્નેએ મુંબઈ આવવાનું છે. બાય ધ વે તમારા લોકોનું કંઈ ગોઠવાયું કે હજુ પણ હરાયા ઢોરની જેમ રખડો છો?” દીપકે આંખો નચાવતાં પૂછ્યું.

લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૪

એક વર્ષના અંતે ઈન્ટર્નશીપ પુરી થતાં જ પદવીદાન સમારોહ યોજાયો. અરજણે રવજીને સફારી શુટ અને જીવલીને બાંધણી લઈ આપેલી. અને હસુ માસ્તરને તેમનો ફેવરીટ કલર દુધીયા રંગનો શર્ટ લઈ આપેલો. પદવીદાન સમારંભમાં અરજણ ત્રણેયને લઈ ગયેલો. કુલપતિના હસ્તે સર્ટીફીકેટ મળ્યું ત્યારે રવજી અને જીવલી હરખભેર ઉભા થઈ તાળીઓ પાડવા લાગેલા. કેટલીયે છોકરીઓએ પણ અરજણને હાથ મિલાવી શુભેચ્છાઓ આપી ત્યારે જીવલીની આંખો ચાર થઈ ગયેલી. રવજી અને હસુ માસ્તર મરક મરક હસતાં હતાં. હસુ માસ્તરે તો લાગ જોઈને જીવલીને પૂછયું “આ બધીયે દાક્તર જ છે. માગું નાખવું છે?” જીવલી આ સવાલ સાંભળીને પહેલા હતપ્રભ થઈ ગઈ. અને પછી ત્રણેય હસી પડ્યાં.

લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૩

“પણ બાપુ જુઓ, આમાં મને ત્રણ ફાયદા છે. એક તો ખડકીમાં રહેવા મળશે, બીજું રૂપિયા થોડાંક મળશે અને ઈવડી ઈ ચોપડાની દુકાન છે તો મને વાંચવાનોયે લાભ થાશે.” અરજણની આંખોમાં ચમક જોતાં રવજી ‘ને જીવલી કંઈ બોલી ના શક્યા. અરજણ શહેરમાં જઈ એના સ્કૂલમિત્ર દીપકના કાકાની દુકાને નક્કી કરી આવ્યો. દીપકના કાકાને પગ નહોતો અને પાછાં અપરિણીત હતાં. એમને છાપાં અને ચોપડાની દુકાન. દુકાનની બાજુમાં એક ઓરડી અને રસોડું. દીપક એમની દુકાને મદદ કરવા જતો. ત્યારે ઘણી વાર અરજણ પણ જતો. દીપકે જ વાત કરી કે હવે આગળ ભણવાનું અઘરું હોય કાકાની મદદ નહીં થઈ શકે. આ તકની લાભ અરજણ ચૂકે ખરો? વશરામકાકા પણ અરજણને ઓળખતાં હોય એમણે સહર્ષ આવકારો આપ્યો. અરજણને મીઠો ઠપકો પણ આપેલો કે “અહીંયા રહેવા માટે તારે દીપકને ભલામણ કરવાની? આમ તો મને કાકા કહે છે તો સીધું મને ના પુછાય?”

લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૨

“જીવલી, ચા પીવરાવ… આ અરજણ પહેલા નંબરે પાસ થયો.” હસુ માસ્તર નાચતાં અરજણને ધબ્બો મારતાં બોલ્યા અને બાર પાળીએ બેઠાં. “ અરે, સાય્બ.. આમ અંદર આવો.” “ના ના, આંય મજા આવે!” “અલ્યા અરજણ, હવે શહેરમાં ભણવા જાવાનું હો દીકરા! આમ મહેનત ધગશથી ભણજે.” “પણ સાય્બ.. શહેરમાં ભણવાનો ખર્ચો …” જીવલીએ ચા માસ્તરને આપી.

લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૧

મહાભારતમાં ઉદ્યોગપર્વ સર્વોત્તમ ગણાય છે કારણ કે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહેલ વચનો ઉદ્યોગપર્વ અંતર્ગત ‘પ્રજાગરપર્વ’માં આવેલ છે. તેથી જ મહાભારતમાં ‘ઉદ્યોગપર્વ એ સાર છે’ તેમ પંડિતો કહે છે. વિદુરે ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ વચનો કહ્યાં તે ‘વિદુરનીતિ’ એવા નામથી જગતમાં પ્રસિદ્ધ છે. મહાત્મા વિદુરજીએ જે નીતિ વિષે સમજાવ્યું તે આજે પણ પ્રાસંગિક છે. નેક્ષસ વાર્તા સ્પર્ધા અંતર્ગત 'નેક્ષસ પ્લેટિનમ' સ્પર્ધા યોજાયેલી જેમાં લઘુનવલ લખવાની હતી. પણ તેમાં થીમ આપેલી હતી 'વિદુરનીતિ'. મેં લખેલી લઘુનવલ 'નવોદય' આપની સમક્ષ રજુ કરી રહ્યો છું.