ઓધાજી રે; મારા વા’લા ને વઢીને કે’જો રે – શ્રી પરેશભાઈ પાઠક

આ ક્રિષ્ન વિરહ ગીત એક મનોવેદના છે જેને ક્રિષ્ન-ભાવકો દ્વારા ગુસ્સાના વાઘા પહેરાવવામાં આવ્યા છે . ગોપીઓ, શૈશવ મિત્રો તથા માતા યાશોદાને ગોકુળમાં મુકીને મુરલીધર કૃષ્ણ કર્તવ્ય પરસ્ત બની મથુરાની રાહે ચાલી નીકળે છે ત્યારે કૃષ્ણ - વિરહમાં પીડાતી ગોપીઓ, તેના બાલ-સખા, તેમજ સમગ્ર ગોકુળની મનોભાવના અને વ્યાકુળતાને દર્શાવતું આ ગીત, સાંભળનાર અને સંભળાવનાર ને ભાવ વિભોર કરી દે છે.

ચા વિના સૂનો સંસાર! – ગોપાલ ખેતાણી

ચાના રસિયા તમને ગામ-એ-ગામ જોવા મળશે. એકાદી ઉજ્જડ જગ્યાએ પણ તમને ચાની ટપરી કે લારી જોવા મળશે. એક પ્રખ્યાત કાર્ટૂનમાં તો દર્શાવ્યું હતું પણ ખરું કે આપણા નિલભાઈ મજબૂત ખભાવાળા..ના ઓળખ્યા ? અરે નિલ આર્મસ્ટ્રોંગ.. હાં તો એ  જ્યારે ચંદ્ર પર પહોંચ્યા ત્યારે એક મલયાલીભાઈ ત્યાં તેમની ચા બનાવતાં બનાવતાં રાહ જોતા હતાં. રાજકોટની જય અંબેથી માંડીને મુંબઈની તાજ હોટેલ્સ સુધીની ચા ફેમસ છે. ડિપ્લોમા એન્જિનિયરિંગના ત્રણ વર્ષ વત્તા ડિગ્રી એન્જીનિયરિંગના ત્રણ વર્ષનો તાળો મેળવતાં એટલું સમજાયું કે જો ચા ઊગે તો જ એન્જીનિયરિંગ સારી રીતે પૂરું થાય.  પરીક્ષા તો સમજ્યાં, ટર્મવર્ક પૂરું કરવાં અને સબમિશન માટે સારી ચા પીવી અને મળવી સૌથી જરૂરી વસ્તુ છે.

ઉદયાસ્ત – દ્વારકા સોમનાથ ~ શ્રી નિપેશ જ. પંડ્યા

સોમનાથ સુવર્ણ મંદિર કેવી રીતે બન્યું, દ્વારકા સોનાની નગરી હતી કે નહીં, ગઝનીનો સુલતાન અહીં છેક કેવી રીતે આવ્યો વગેરે અનેક સવાલોના જવાબ સચોટ રીતે આ ઐતિહાસીક ફિક્શન નવલકથામાં વાચકોને મળી રહે છે. અને આ સવાલના જવાબ મળશે અને પછી તમે જ્યારે પણ સોમનાથ –દ્વારકા – બેટ દ્વારકાની મુલાકાત લેશો ત્યારે આ નવલકથા તમને યાદ આવશે એની ૧૦૦૧% ગેરંટી!

ગુલમહોર ગર તુમ્હારા નામ હોતા!

કહે છે ગુલમહોર મડાગાસ્કરમાં જન્મેલુ. યુરોપિયન ત્યાંથી પોતાને ત્યાં લઈ આવ્યા. ફ્રાંસના લોકોએ તો એટલું વધાવ્યું કે એને “સ્વર્ગનું ફૂલ” એવું નામ આપ્યું. તો અમેરિકાના મિયામીવાસીઓ તો વળી એનાથી એક કદમ આગળ નીકળા. તેઓ પોતાના વાર્ષિક પર્વને ગુલમોહરના ફૂલ આવે ત્યારે મનાવે. “રોયલ પોઈંશિયાના ફેસ્ટીવલ મિયામી” એવું ગૂગલ કરજો. અને હા, આ પોઈંશિયાના નામ એ ૧૮મી સદીમાં ફ્રેંચ ગવર્નર કાઉંટી ડી પોઈંશીએ પોતાના નામ પરથી રાખી દીધું, બોલો લ્યો… આ ગુલમહોરના ફ્રેંચ ફૈબા.. આઇ મિન ફુઆ!

ઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી

નિદ્રાદેવીની મારા પર ઘણી કૃપા રહેલી છે. કોઈપણ સ્થળે મને ઊંઘ આવી જાય એની સફળતાની ટકાવારી લગભગ એંસી ગણી શકાય. વીસ ટકાની નિષ્ફળતામાં ગરમી અને મચ્છરોનો ફાળો રહેલો છે. મૂળે હું રાજકોટવાસી એટલે હવે તમે સમજી જ ગયા હશો! હમણાં રાજકોટમાં એક દિવસમાં જ અઢાર ઈંચ વરસાદ વરસી ગયો, પણ બપોરે એક થી ચાર તો વરસાદે પણ રજા રાખેલી. રાજકોટમાં તમે રાત્રે એક વાગ્યે બીન્દાસ કોઈને ફોન કરી શકો. પણ બપોરે કોઈને ફોન કરતાં પહેલા સાચવવું? “બપોરે એક થી ચારમાં ખરીદી માટે રજનીકાંત પણ આવશે તોયે દુકાન નહીં ખુલે” એવી ખુમારી (ને ‘ઊંઘ) રાજકોટવાસીઓની!

તોત્તો ચાન – પુસ્તક પરિચય

દરેક વ્યક્તિને પોતાની શાળાના મજેદાર સંસ્મરણો હશે. મસ્તી કરી હશે, નવું નવું શીખ્યા હશે, તોફાનો કર્યા હશે. "તોત્તો ચાન" પુસ્તક આમ જુઓ તો કંઈક એવું જ છે જે તમને તમારા સંસ્મરણોના સાગરમાં ડૂબકી લગાવવા પ્રેરીત કરશે. પણ અહીં જે શાળા છે એ દુનિયાની બધી શાળાઓ કરતાં એક દમ જૂદી છે. કઈ રીતે? તો વાંચો આ પરિચય! 

પખવાડીયાનો ડરાવાસ – શ્રદ્ધા ખંધડીયા પલાણ

  એક દિવસ  સવારે મારી આંખ ખુલી : બાજુમા મારા બાળકો નહિ, આ બાજુ પડખુ ફર્યું તો ઈ  પણ નહિ... ને હાથ માં નળીયો ભરાવેલી, આંગળીઓ માં ચીપટા જેવું કાંઈક... આ બાજુ જોંવ તો ટપક....... ટપક....... બાટલો ચાલુ... અને  બાજુમા  મશીન..... ઝબુકતી લાઈટો  અને આંકડાઓ.... મારું કોઈક ખરાબ સપનું જ હશે.... આ  આજકાલ  સમાચાર માં … Continue reading પખવાડીયાનો ડરાવાસ – શ્રદ્ધા ખંધડીયા પલાણ

એમેઝોન કિંડલ પર ‘નવોદય’

https://amzn.in/ck7WYl9 આપ સૌ એ મારી લઘુનવલ "નવોદય"ને દિલથી ચાહી અને વખાણી પણ! મને જણાવતા આનંદ થાય છે કે લઘુનવલ "નવોદય" હવે એમેઝોન કિંડલ પર પણ પ્રકાશિત થઈ ચૂકી છે. નીચે લીંક આપી છે. https://www.amazon.in/dp/B086V57WGQ?ref_=k4w_ss_store_lp_uc આપ સૌ કિંડલ પર પણ હવે વાંચી શકશો. આપના મિત્ર વર્તુળને જણાવશો તો આનંદ થશે. આપ સૌના પ્રેમ અને સપોર્ટ માટે … Continue reading એમેઝોન કિંડલ પર ‘નવોદય’