માઇક્રોફ્રીક્શન અગેઇન

શું તમે થ્રીલર માઇક્રોફ્રીક્શન વાંચી છે? ના? તો વાંચો વાર્તા નં ૯ - "ગેમ ઓવર" - ગોપાલ ખેતાણી અને હા, અન્ય વાર્તાઓ પણ બહુ મજેદાર છે હોં! પેજના અંતે આપનો અમુલ્ય અભિપ્રાય જરુરથી આપજો અથવા અહીં પણ અભિપ્રાય આપી શકો છો. નિચે આપેલી લિંક પર ક્લીક કરો. http://www.aksharnaad.com/2016/09/29/prompted-microfiction-4/  

રવિવાર ગાથા

રવિવાર ગાથા  "હાઆઆઅશ... કાલે રવિવાર. નિરાંતે ઉઠવું છે." મનમાં હાશકારો લઈને રમણીકલાલ પથારી ભેગા થયા. "સાં..ભ..ળો ..ઓ..ઓ..ઓ છો? પાડાની જેમ પડ્યા છો તે  ઉઠો હવે. પાણી ચાલ્યું જશે તો કોણ સગલું તમને પાણી આપશે... ઉભા થઈને નહાવા જાવ જલ્દી." શાંતાગૌરીના પ્રવચન પછી નિરવ શાંતી હતી ઘરમાં. "હે ઈશ્વર ભજીએ તને..." રમણીકલાલ ભગવાનના શરણે ગયા નાહીને. "આ માળા જપવાથી શું થશે? કામ કરશો તો ભગવાન રાજી થાય. રજા છે તો ઉપયોગ કરો કંઈક!" "આજે શાંતાનો મુડ ઠીક નથી. બહાર નીકળી જઉ નહીંતર વારો ચડશે." રમણીકલાલ મનમાં બબડતા બહાર નિકળ્યા. "શાંતા ક્યાં છો? જો હું સાંજના શો ની બે ટીકીટ લઈ આવ્યો." "ક્યાં રખડો છો હરાયા ઢોરની જેમ? કેટલું કામ પડ્યું છે ઘરમાં! એમ નહીં કે મદદ કરાવીએ. ને પાછી આ ટીકીટ લઈ આવ્યાં મોટા રાયચંદ!" મુવી જોઈને પાછા ફરતાં શાંતાગૌરી ફરી ઉવાચ "હતાં કંઈ સારા વાટ ફિલ્લમમાં? તમારે તો ફેશનેબલ હીરોઈનુને તાકવી હતી એટલે તમને તો ગમે જ ને! પાંચસોનો ખરચો કરી નાખ્યો. હજી ઘરે જઈને રસોઈ કરવી પડશે." આમ ને આમ રમણીકલાલનો રવીવાર 'શાંતી'થી પસાર થઈ ગયો. છ દિવસ સુખમય રીતે પસાર થયા અને શનીવારની સાંજ પડી. રમણીકલાલ તો ડરેલા હતાં પાછલા રવીવારનાં 'ડખ્ખા' થી. રવિવારની સવારમાં છ વાગ્યામાં ઉઠી ગયાં. "આખું અઠવાડીયું વૈતરું કરીયે અને આ રવીવારે એ સુવા નથી દેતા. તમારા કાનમાં કુકડા બોલ્યાં અત્યારનાં?" શાંતાગૌરીના શ્લોક શરુ થયાં. નાહીને છાપું વાંચવા બેઠા ત્યાંતો "રજાનો દિવસ છે તો ભગવાનનું નામ લ્યો જરા, પાઠ-પુજા કરશો તો ભગવાન મુસીબતમાં બચાવશે. આ ટાટા-અંબાણીના સમાચાર વાંચ્યે તમારું કશુ નહીં વળે." શાંતાગૌરીની સિક્સર. રમણીકલાલ ઘરમાં જરા નળની સાફસુફ, આર.ઓ.નું ચેકીંગ વગેરે કરતાં હતાં ત્યાં ફરી શાંતાવાણી "ઘરમાં ઘા ખાવ છો તો બહાર જઈને કંઈક કરો. ઘરમાં અમને આડા ન  આવો." સાંજના સાડાપાંચ થયા અને રમણીકલાલના કર્ણપટલએ એક ધ્વની ફરી ગુંજી ઉઠ્યો "આખું ગામ રવિવારે ક્યાંક તો બહાર ફરવાં જતું હોય છે. અને અમારા નસીબમાં તો એ દિવસેય તમારું દિવેલયું મોઢું જોવાનું." થોડા મહીના બાદ. રમણીકલાલ લીલી પરીક્રમા કરવા ગિરનાર આવ્યા છે. તેમને કેટલાક બાવાઓ સાથે વાત કરતાં પણ લોકોએ જોયાં છે. ઉડતી વાત સાંભળી છે કે રમણીકલાલે એક મઢુલીનુ ફાઈનલ પણ કરી નાખ્યું છે. ઈતી શ્રી ગોપાલ ખેતાણી રચીત રવિવાર ગાથા સમાપ્ત.    

મેરે દો અનમોલ રતન – ભાખરી ને’ થેપલા

"મળી જાય સવારે જો થેપલા કાં ભાખરી, સમજો પામી ગયા તમોને 'શ્રીહરિ' !" અતિશયોક્તિ અલંકાર વાપર્યો છે પણ ઘણુ કરીને કાઠિયાવાડમા તો આ સામાન્ય જ પણ આવશ્યક બાબત છે. અહા! સવાર - સવારમા તાવડીએ થી ગરમા-ગરમ ભાખરી ઉતરતી હોય ને ચમચી કે તાવેથાથી ભાત પાડી ભાખરી પર મઘમઘતુ ઘી રેડવામા આવે ને પછી અથાણા, ગોળ, દુધ કે ચા સાથે જે  રંગત જામે !! ભાઇ ભાઇ !! ૨ - ૩ ભાખરી પેટમા પધરાવીને ખેડુત, મજુર, વેપારી , નોકરીયાત, વિદ્યાર્થી સવારે રોજીંદા કામે નિકળે પછી ૨ -૩ વાગ્યા સુધી પેટ સામે ના જોવુ પડે એવો 'ધરવ' થઈ ગયો હોય. ભાખરીનું કામ-કાજ બટેકા જેવુ છે. જેમ બટેકુ બધા શાક જોડે ભળી જાય તેમ ભાખરી પણ બધા જોડે ભળી જાય. ભાખરી-શાક, ભાખરી ને છુંદો, ભાખરી ને ખાટું અથાણુ, ભાખરી ને ચા - દુધ અને હા, મારું ભાવતુ ભોજન એટલે ભાખરી ને કેરીનો રસ. મારા મોઢામાં તો લખતા-લખતા યે પાણી આવવા માંડ્યુ. હવે વાત થેપલાની. દરેક સફરમા હમસફર એવા થેપલા. ઘઉંના, મેથીના, બાજરાના, ઘઉં-બાજરાના ... અહાહા! નાગ-પાંચમ, રાંધણ છઠ, ટાઢી સાતમના દિવસે તો થેપલાનો મહિમા અનેરો જ હોય છે. અહીં યક્ષપ્રશ્ન એ છે કે થેપલા ગરમા ગરમ વધારે ભાવે કે બીજા દિવસે ઠંડા વધારે ભાવે? થેપલા અને સુકી-ભાજીનો પ્રેમ અતુટ છે તેમ છતા થેપલાયે દરેક અથાણા, આથેલા મરચા અને ચા સંગ અનેરો સ્વાદ આપે છે. હવે તો થેપલા બજારમા પેકીંગમા મળવા લાગ્યા છે આથેલા મરચાને સંગ. ગુજરાતીઓ સફરમા નીકળ્યા હોય અને તેમની જોડે થેપલા ન હોય એવુ જવલ્લેજ બને. હું કોન્વેન્ટમા ભણતો ત્યારે મારી મમ્મી મને નાસ્તા-બોક્સમા ભાખરી અને છુંદો આપતી. રિષેષ પડે અને મિત્રો ભેગા થઇ સાથે નાસ્તો કરવા બેસિયે. મારા જેવા ભાખરીયા બોક્સ ઓછા જોવા મળતા કોન્વેન્ટ કલ્ચરને લિધે. પણ મિત્રોને ભાખરી-છુંદામા અનેરો રસ પડતો ને મનેય થોડી વેજ સેન્ડવીચ , બ્રેડ જામ અને એવુ બધુ ચાખવા મળતુ પણ મનમા તો એક જ ગીત ગુંજતુ. "ભાખરીની જોડ સખી નહી જડે રે લોલ". સ્કુલથી લઇને કોલેજ સુધી મમ્મીએ ભાખરી બનાવી જ આપી છે. પપ્પાને દુકાન હોય, સવારમા ભાખરીનો ગરમ નાસ્તો કર્યો હોય તો પછી જમવા તેઓ ૨ વાગ્યે આવતા. હું દિવાળી પર ફટાકડા વેંચવા દુકાને જતો. કાળી-ચૌદશ અને દિવાળી, આ બે દિવસ તો અમે ભાખરી "દબાવી" ને નિકળા હોય તો જમવા રાત્રે જ ઘરે જતા. (હા, સમય મળ્યે દુકાને થોડો નાસ્તો કરી લેતા... ભુખ્યા પેટે એમ કંઇ ભજન થોડા થાય?) હાલ, નોકરી કરુ છુ ત્યારે ભાખરી પ્રેમને મારી અર્ધાંગીની જાણે છે, સમજે છે અને તે જ એ "પ્રેમ" ને સવાર સવારમા પિરસે પણ છે. થેપલા એ અત્યાર સુધિ મને ઘણો સાથ આપ્યો છે. ભાવનગર જ્યારે હું ડિપ્લોમા કરતો ત્યારે જ્યારે પણ ઘરેથી આવતા ત્યારે બધા મિત્રો ઘરેથી થેપલા  લઇ આવતા. અમે ૨ દિવસ તો બધાના ઘરના થેપલાને ન્યાય આપી ને જ "ગાડું" ચલાવતા. થેપલા પુરા  થાય પછી જ ટિફીન કે મેસ પર જવાનુ શરુ થતુ. આમ અમે ગામે ગામના થેપલા ચાખેલા અને માણેલા. મને એવુ … Continue reading મેરે દો અનમોલ રતન – ભાખરી ને’ થેપલા

સર્જન

ઓછા શબ્દોમાં વધુ કહી જતી અને વાચકોને નવા વિકલ્પ વિચારતા કરી દેતી વાર્તાઓ એટલે "માઇક્રોફિક્શન વાર્તા"...  આવી સરસ મજાની રસપ્રદ વાર્તાઓ "સર્જન" સામિયકમાં આપે વાંચી ને ...? ગુજરાતી માઇક્રોફિક્શન વાર્તાઓનાં સૌપ્રથમ સામયિક "સર્જન" હજુ ડાઉનલોડ ન કરી હોય તો આજે જ ડાઉનલોડ કરો "સર્જન" સામયિકનો પ્રથમ અંક aksharnaad.com પરથી.. અને હા તારીખ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૬ … Continue reading સર્જન