લાલ મોત – ડો. નિલય પંડ્યા

IMG_20181206_193924667

વ્યવસાયે ડોક્ટર પણ એક સરસ મજાના લેખક એવા ડો. નિલય પંડ્યાના આ વર્ષે આવેલા પુસ્તક ‘લાલ મોત’ની મારે વાત કરવી છે.

અઢારમી સદીના ખ્યાતનામ અમેરિકન સાહિત્યકાર અને વિવેચક એવા ઍડગાર ઍલન પૉ કે જેઓ તેમની ગૂઢ રહસ્યોથી ભરપૂર ભય ઊપજાવતી ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ માટે સાહિત્યજગતમાં પ્રખ્યાત છે તેમની ચુનીંદા ૧૩ વાર્તાઓનો ગુજરાતીમાં અનુવાદ ડો. નિલય પંડ્યાએ કર્યો છે.

ઍડગાર ઍલન પો વિષે પણ તમે આ પુસ્તકમાં જાણી શકશો.

પુસ્તકમાંની તેર-એ-તેર વાર્તા અફલાતૂન  છે છતાં મને સંમોહન થૅરપી અને ઊબડખાબડ પહાડોની એક કથા બહુ જ ગમી ગઈ.

સંમોહન થૅરપી – આ શીર્ષક વાંચીને જ કેટલાક તો સંમોહીત થઈ વાર્તા વાંચવા તલપાપડ થઈ જાય, ખરું ને! અને એ વાર્તા છે જ એવી કે તમે વાર્તાની સાથે સાથે પ્રવાહીત થઈ એ સમયગાળામાં પહોંચી જાવ અને એ કિસ્સાનો તમે ભાગ બન્યા હો એવી અનુભૂતી થાય.

ઊબડખાબડ પહાડોની એક ક્થા – ઉપરની વાર્તાથી એકદમ વિરોધી એવું તમને આ શીર્ષક વાંચીને થાય..પણ જો જો મનમાં એવું કંઈ ધારી લેતા! ભારતવર્ષ પર બ્રિટિશ હકૂમતના સમયખંડની પશ્ચાદભૂમાં રચાયેલી આ વાર્તા એક અલગ જ  અનુભવ કરાવશે.

ડો. નિલય પંડ્યાના શબ્દોનું ચયન એટલું સરસ છે કે તમને આ વાર્તાઓ વાંચતા વાંચતા વાર્તામાં દર્શાવેલ વિદેશી સ્થળકાળનો અહેસાસ તો થાય પણ તો યે અંગ્રેજીપણાની છાંટ ન વર્તાય. આ પુસ્તક પ્રકાશિત કરવા પાછળ એમની વર્ષોની મહેનત છે અને એ મહેનત દેખાઈ આવે પણ છે.

ટૂંકી વાર્તાઓના શોખીન વાચકોએ આ પુસ્તક જરૂરથી વસાવવું જોઈએ.

felixpublication@gmail.com અથવા 94267 77001 પર સંપર્ક કરી તમે આ પુસ્તક અંગે માહિતી મેળવી શકશો.

4 thoughts on “લાલ મોત – ડો. નિલય પંડ્યા

  1. ડૉ. પંડ્યા , ગુજરાતી સાહિત્યમા યોગદાન બદલ આભાર.

    Like

Leave a reply to DINESH PARMAR Cancel reply