માઇક્રોફિક્શન, સર્જન અને જલ્સા કરોને જેંતીલાલ

 

once-upon-a-time-719174_640

મિત્રો,

આ પહેલાં પણ માઇક્રોફિક્શન વિષે મેં જણાવ્યું જ છે. છતાં ફરી ટૂંકમાં જણાવી દઉં કે માઇક્રોફિક્શન એટલે લઘુકથાથી અલગ પડતો સાહિત્ય પ્રકાર. આ પ્રકારના સાહિત્યનું ખેડાણ અમારા “સર્જન” ગૃપ દ્વારા લાંબા સમયથી થઈ રહ્યું છે. માઇક્રોફિક્શન ૩૦૦ શબ્દો સુધીમાં લખાય છે અને તેમાં મજબુત વાર્તા તત્વ સાથે વાચકને ભાવવિશ્વમાં લઈ જવામાં આવે છે. ગર્વથી કહું છું કે ગુજરાતી સાહિત્યમાં માઇક્રોફિક્શનને લોકભોગ્ય અને પ્રખ્યાત કરવામાં અક્ષરનાદના આ “સર્જન” ગૃપનો સિંહ ફાળો છે. આજે કેટલાયે સમાચાર પત્રો અને સામયિક્માં માઇક્રોફિક્શન ખાસ લખાવવામાં આવે છે (પરંતુ કોઈ પણ લેખક માઇક્રોફિક્શનનું બંધારણ જાણ્યા વગર ઢસડી મારે છે ત્યારે પારાવાર દુઃખ થાય છે. અને હા, માઇક્રોફિક્શન અમારો ઇજારો નથી એ અમને ખબર જ છે!) ત્યારે અમે ખુશી અનુભવીએ છીએ.

“સર્જન” ગૃપની માઇક્રોફિક્શન અક્ષરનાદ, માઇક્રોસર્જન, અને “સર્જન” ઇ મેગેઝીન સિવાય દિવ્યભાસ્કર, ગુજરાત ગાર્ડીયન, મમતા સામયિક જેવા માતબર સાહિત્યપ્રતમાં પબ્લીશ થાય  છે. આ યાદીમાં એક નામ વધું ઉમેરાયું છે અને તે છે પ્રખ્યાત ‘જલ્સા કરોને જેંતીલાલ” વાળી વેબસાઇટ જેંતીલાલ.કોમ

તો માણો માઇક્રોફિક્શનની મહેફીલ જેંતીલાલ.કોમના સથવારે

http://jentilal.com/microphiction-story-part-2/

(ઉપરની લિંકમાં વાર્તા નં ૫ – ગોપાલ ખેતાણી દ્વારા)

http://jentilal.com/category/vanchan-vishesh/surgeon-microfiction/

 

Advertisements

લવ, જેહાદ, એટસેટ્રા – ગોપાલ ખેતાણી

sweet-wooden-home-2669177_640
“સૂરજ પેલા પર્વત પાછળ સંતાય એ પહેલાં મારી સાઇકલ ત્યાં.. મારો પગ કેમ ઊપડતો નથી?” જોરથી પગ ખેંચ્યો ‘ને બપોરની ઊંઘ ઊડી.
“ચાર બજ ગયે લેકિન પાર્ટી અભી બાકી હૈ..” ગણગણતો રજત સાઇકલ લઈ ટેકરી પર પહોંચ્યો. કાશ્મીરની ફિઝાઓમાં રજત પ્રેમનો શ્વાસ ભરી રાહ જોતો રહ્યો. તળેટીમાં બે બુરખાનશીન હસીનાઓ દેખાતાં જ સાઇકલને પાછળ દોડાવી. “આજે તો નરગિસની પાછળ જવું જ છે.”
સલામત અંતરે પીછો કરતો એ ખંડિયેરે જેવા મકાન પાસે પહોંચ્યો. અંદરથી ‘જેહાદ’ની બૂમો ઊઠતાં રજત દીવાલની કિનારીએથી ઝાંકવા ગયો ને “ધા..ડ” રજતની આંખો ખૂલી; માથા પાછળ બહુ દુઃખતું હતું.
“કહાં સે આયા? કૌન હૈ બે તુ?” તરડાયેલો અવાજ ગાજ્યો.
(વાર્તામાં રસ જાગ્યો હોય તો આગળ વાંચો “માઇક્રોસર્જન-૨”માં વાર્તા નં ૨૩)

******************************************************

“માઇક્રોફિક્શન વાર્તાઓ એટલે અઘરી વાર્તાઓ.

માઇક્રોફિક્શન વાર્તાઓ એટલે આર્ટ મૂવી જેવા વિષયો ધરાવતી વાર્તાઓ.”

જો તમે આવું વિચારતા હો તો ઉપરની વાર્તા તમારા વિચારોથી અલગ નથી પડતી?

પ્રેમ, વિરહ, હાસ્ય, દોસ્તી, પ્રકૃતી જેવા કેટ-કેટલાયે વિષયો અને નવરસ આધારીત કુલ ૧૦૨.. હા ભાઈ હા..૧૦૨ વાર્તાઓ “માઇક્રોસર્જન-૨” પુસ્તકમાં સમાવિષ્ટ છે.

ખરેખર આ પુસ્તક ઘરમાં વસાવવા જેવું છે. ઊપરાંત તમારા વ્હાલાઓને ભેટ આપવા માટે પણ આ એક ઉત્તમ પસંદગી છે. કિંમત ફક્ત ૧૧૦/- રુપિયા છે.

પુસ્તક પ્રાપ્તિની વિગત

૧)  https://www.dhoomkharidi.com/micro-sarjan-vol1-2-gujrati-book

(અહીં માઇક્રોસર્જન ૧ + માઇક્રોસર્જન ૨ = ૧૯૦/- માં મળશે. કુલ બે પુસ્તક)

૨) http://microsarjan.in/

(અહીંથી પણ ખરીદી શકશો)

૩) પ્રવિણ પ્રકાશન, લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કોર્પોરેશન ચોક, ઢેબર રોડ, રાજકોટ.

રાજકોટવાસીઓ ઉપર દર્શાવેલ સરનામા પર જઈ પુસ્તક ખરીદી શકશે.

મિત્રો, મારી વાર્તા છે એટલે જાહેરાત કરું છું અને આગ્રહ કરું છું એવુ નથી. પણ અહીં ઉત્તમ લેખકોની ઉત્તમ માઈક્રોફિક્શન ખૂબ જ નજીવી કિંમતે પ્રાપ્ય છે, અને આપ આ રચનાઓ માણો તેનો ખાસ આગ્રહ છે. એક ફિલ્મની ટિકીટ કરતાં પણ ઓછા ભાવે અને આજીવન આપની સાથ રહે તેવું પુસ્તક આપનું મિત્ર બને તેવો આગ્રહ છે અને આશા પણ છે.

 

 

નવરસથી તરબતર #માઇક્રોફિક્શન – અક્ષરનાદ

માઇક્રોફિક્શન નામનું ટચુકડું તોફાન આજકાલ ગુજરાતી સાહિત્યને ગેલ કરાવી રહ્યું છે.

શું છે આ માઇક્રોફિક્શન?

નવરસથી તરબતર માઇક્રોફિક્શન રચનાઓને ડો. હાર્દિકભાઈ યાજ્ઞીકે રચી છે. માણો અક્ષરનાદ પર

http://www.aksharnaad.com/2018/02/02/navras-microfiction/

તમારે માઇક્રોફિક્શન વિષે વધુ માહિતી જોઈતી હોય તો ગુજરાતી ભાષાની માઇક્રોફિક્શન રચનાઓનું પ્રથમ અને એકમાત્ર ઇ-મેગેઝીન નિઃશુલ્ક વાચો નીચે આપેલી લીંક પરથી.

http://www.aksharnaad.com/sarjan-microfiction-magazine/

જો તમને માઇક્રોફિક્શન રચનાઓ ગમી હોય તો ઉત્કૃષ્ટ અને ખૂબ વખણાયેલા ગુજરાતી માઈક્રોફિક્શન રચનાઓના પુસ્તક ‘માઇક્રોસર્જન – ૧’ અને ‘માઇક્રોસર્જન-૨’ને  ક્રોસવર્ડ, મિઠાખળી, અમદાવાદ ખાતેથી ખરીદી શકો છો.

ઓનલાઈન ખરીદવા માંગતા મિત્રો નીચે આપેલી લીંક્સ પરથી ખરીદી શકે છે. આ પુસ્તક આપનું જિંદગીભરનું સંભારણું બની રહેશે એ ચોક્ક્સ. ખૂબ જ વ્યાજબી મૂલ્યના આ પુસ્તકો ભેટ આપવા માટે એક ઉત્તમ વિકલ્પ છે.

https://www.dhoomkharidi.com/micro-sarjan-vol1-2-gujrati-book

http://microsarjan.in/

હુ તુ તુ તુ… તુ તુ તુ… આવી માઈક્રોફિક્શનની ઋતુ – માઇક્રોસર્જન ૨

IMG-20180106-WA0003
સંચાલન
IMG_20180105_164301
શ્રી મેહુલભાઈની સાથે
IMG-20180106-WA0018
માઇક્રોસર્જન૨ – વિમોચન
IMG-20180107-WA0147
શ્રી જીજ્ઞેશભાઈ અધ્યારુ
IMG-20180106-WA0004
ડાબેથી હેમલબેન, મેહુલભાઈ, પાર્મિબેન, નીલમબેન અને કૃષ્ણકાંતભાઈ
IMG-20180106-WA0022
ભદ્રંભદ્ર, સાંસાઈ અને અલીડોસો
IMG_20180105_153659
સર્જન ગૃપ

કેમ છો મિત્રો?

૨૦૧૭માં અમારા સર્જન ગૃપના મિત્રોની માઇક્રોફિક્શન રચનાઓનું પ્રથમ પુસ્તક ‘માઇક્રોસર્જન-૧’નું વિમોચન થયેલું. એ પુસ્તકને જબરદસ્ત આવકાર મળતાં ગૃપના સભ્યો પર જવાબદારી વધી ગઈ; ગુણવત્તા સભર માઇક્રોફિક્શન વાર્તાઓ રચવાની. સાથે સાથે શ્રી જીજ્ઞેશભાઈ અધ્યારુના માર્ગદર્શનમાં દરેક મિત્રોએ મહેનત કરી અને ‘માઇક્રોસર્જન-૨’ને લોકો સમક્ષ રજૂ કરવાનો નિર્ધાર કર્યો. ૩ – ૭ જાન્યુઆરી, ૨૦૧૮ દરમિયાન અમદાવાદ ખાતે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન થવાનું હોય જીજ્ઞેશભાઈએ ૫ તારીખ પુસ્તક વિમોચન માટે આરક્ષિત કરાવી. જીજ્ઞેશભાઈના પરમ મિત્ર અને માઇક્રોફિક્શન વાર્તાના ચાહક એવા ગુજરાતી અને હિન્દી તખ્તાના જબરદસ્ત કલાકાર શ્રી મેહુલભાઈ બુચએ વિમોચન દરમિયાન પોતાની અમૂલ્ય હાજરી આપવા હામી ભરી. અને તે સાથે જ વિમોચન માટેના કાર્યક્રમની કવાયત શરુ થઈ. જીજ્ઞેશભાઈ અને હાર્દિકભાઈ યાજ્ઞીકએ સ્ક્રીપ્ટ લખી એડમિન સભ્યોને મોકલાવી. જીજ્ઞેશભાઈની ઇચ્છા હતી કે ગૃપના મહત્તમ સભ્યો સ્ટેજ પર આવે અને રજૂઆત કરે. હું અને ઝીલ ગઢવી કાર્યક્રમનો શુભારંભ કરવાના હતાં. હેમલબેન દવે, પાર્મિબેન દેસાઈ અને મેહુલભાઈ બુચ કાર્યક્રમનું પૂર્ણ સંચાલન કરવાના હતાં. પુસ્તકનું વિમોચન ધુરંધર સાહિત્યકાર શ્રી મધુ રાય, દિવ્યભાસ્કરના તંત્રી શ્રી કૃષ્ણકાંતભાઈ ઊનડકટ, જબરદસ્ત અભિનેતા શ્રી મેહુલભાઈ બુચ અને અમારા ગૃપના વડીલ અને ધરખમ સાહિત્યકાર શ્રીમતી નીલમબેન દોશીના હસ્તે થવાનું હતું. હાર્દિકભાઈ યાજ્ઞીકની ડ્રેબલ્સના પુસ્તકનું વિમોચન પણ સાથે જ થવાનું હતું. અમારી માઈક્રોફિક્શનને સ્ટેજ પર રજૂ કરાઈ. આ સમગ્ર કાર્યક્રમના આકર્ષણનું કેન્દ્ર બન્યા ભદ્રંભદ્ર, અલીડોસો અને સાંસાઈ. આ પાત્રો સજીવન થઈ માઈક્રોસર્જનને બિરદાવવા સ્ટેજ પર આવ્યા હતા. શ્રી મેહુલભાઈ સવારથી સાથે રહી વિમોચન સુધી અમને માર્ગદર્શન આપ્યું, સ્ટેજ સંભાળ્યું અને અમારા કાર્યને બિરદાવ્યું. કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. કેટલાય મિત્રોને હું પ્રથમવાર જ મળ્યો. બધાં જોડે ચર્ચા થઈ. એકબીજાનો સાથ માણ્યો અને ગુજરાતી માઇક્રોફિક્શનને હજુ આગળ ધપાવવા ઉત્સાહિત થયા. આ અમારા દ્વિતીય પુસ્તકને પણ શાનદાર આવકાર મળ્યો છે. રાજકોટવાસીઓ આ પુસ્તકને પ્રવીણ પુસ્તક ભંડાર, મ્યુનીસીપલ કૉર્પોરેશન ચોક પાસેથી મેળવી શકશે.

 

ઓનલાઈન મેળવવા માટે તમે નીચે આપેલ બે વેબસાઈટ પરથી ખરીદી શકો છો.

http://microsarjan.in/

https://www.dhoomkharidi.com/micro-sarjan-vol1-2-gujrati-book