વાચક મિત્રો જિંદાબાદ

મારી પ્રથમ ગુજરાતી લઘુનવલ “નવોદય”ને આપે દીલથી ચાહી અને વધાવી તે બદલ આપનો અંતઃકરણપૂર્વક આભાર માનુ છું. “નવોદય”ના વેચાણ થકી નેક્ષસ પબ્લીકેશન દ્વારા મને જે રોયલ્ટી મળી એ મેં https://bharatkeveer.gov.in/ પર આપણા વીર શહિદ જવાનને અર્પણ કરેલ છે. આ કાર્યમાં હું તો નિમિત્ત માત્ર છું, ખરા સહાયકર્તા તમે વાંચકમિત્રો જ છો. “નવોદય”નું પ્રથમ પ્રકરણ મેં આ બ્લોગ પર મૂકેલું જ છે. એટલે જેમને પણ “નવોદય” વિષે તાલાવેલી છે, અને પુસ્તક ખરીદવું કે કેમ એની અવઢવમાં હોય એ પહેલું પ્રકરણ વાંચી શકે છે.

કોરોના યોદ્ધા (ગુજરાતી) – ભાગ ૧ અને ૨ – પુસ્તક પરિચય

કોરોના યોધ્ધાઓની દાસ્તાન આપણે સૌએ અખબારમાં, ટીવીમાં, સોશિયલ મિડીયામાં વાંચી અને સાંભળી. આ યોધ્ધાઓની ગાથાને શબ્દ સ્વરૂપે અંકિત કરવા “નેક્ષસ પબ્લીકેશને” વાર્તા સ્પર્ધાનું આયોજન કર્યું. સૌ મિત્રોએ આ સ્પર્ધાને વધાવી લીધી અને તેઓએ કોરોના યોધ્ધાઓની ગાથાને શબ્દ દેહ આપ્યો. દરેક વાર્તા કોરોના વોરિયર્સના સંઘર્ષને વણે છે, તેમની મનોસ્થિતિને રજૂ કરે છે અને ખાસ તો આપણને સહુને આવુ નેક કાર્ય કરવા પ્રેરિત કરે છે. કેટલાય એવા લોકો છે જેમના કાર્યોની નોંધ લેવાઈ નહોતી, કેટલીયે એવી ઘટનાઓની નોંધ લેવાઈ નહોતી –એવા કાર્યો, એવી ઘટનાઓ વાર્તાઓ સ્વરૂપે રજૂ થઈ અને સમાજને એક નવી રાહ બતાવતી થઈ છે.