ચા વિના સૂનો સંસાર! – ગોપાલ ખેતાણી

ચાના રસિયા તમને ગામ-એ-ગામ જોવા મળશે. એકાદી ઉજ્જડ જગ્યાએ પણ તમને ચાની ટપરી કે લારી જોવા મળશે. એક પ્રખ્યાત કાર્ટૂનમાં તો દર્શાવ્યું હતું પણ ખરું કે આપણા નિલભાઈ મજબૂત ખભાવાળા..ના ઓળખ્યા ? અરે નિલ આર્મસ્ટ્રોંગ.. હાં તો એ  જ્યારે ચંદ્ર પર પહોંચ્યા ત્યારે એક મલયાલીભાઈ ત્યાં તેમની ચા બનાવતાં બનાવતાં રાહ જોતા હતાં. રાજકોટની જય અંબેથી માંડીને મુંબઈની તાજ હોટેલ્સ સુધીની ચા ફેમસ છે. ડિપ્લોમા એન્જિનિયરિંગના ત્રણ વર્ષ વત્તા ડિગ્રી એન્જીનિયરિંગના ત્રણ વર્ષનો તાળો મેળવતાં એટલું સમજાયું કે જો ચા ઊગે તો જ એન્જીનિયરિંગ સારી રીતે પૂરું થાય.  પરીક્ષા તો સમજ્યાં, ટર્મવર્ક પૂરું કરવાં અને સબમિશન માટે સારી ચા પીવી અને મળવી સૌથી જરૂરી વસ્તુ છે.

લખ્યાનો આનંદ ક્યારે મળે? #ગર્વીલી ક્ષણો

આપણે નિજાનંદ માટે પણ લખીએ પરંતુ મોટાભાગે આપણે આપણા લેખ, વિચારો તથા વાર્તા; વાચકો અને ભાવકો માટે લખીએ. આ લખ્યાનો આનંદ ખરેખર ક્યારે મળે? હા, તમે સાચા જ છો. વાચકો બિરદાવે ત્યારે. પરંતુ અમારા જેવા ઉગતા લેખકોને ત્યારે મળે જ્યારે અમારા લેખની જ લીંક, ફોટો વગેરે જ્યારે અમને સોશિયલ મિડિયા પર (ફેસબુક, વ્હોટસ એપ, ટ્વિટર … Continue reading લખ્યાનો આનંદ ક્યારે મળે? #ગર્વીલી ક્ષણો

કડક, મિઠ્ઠી, આદુવાળી…. બે કટીંગ!

આ હા હા હા...શબ્દો વાંચીને જ સુગંધ આવવા માંડી કે? જો એવું જ હોય તો... ચાની સુગંધ માણો રીડ ગુજરાતી સંગ એક હળવો લેખ  ચા પર-- ગોપાલ ખેતાણી દ્વારા http://www.readgujarati.com/2017/09/21/tea/ લેખના અંતે થોડું વધું સ્ક્રોલ કરી પ્રતિભાવ આપવાની વ્યવસ્થા છે. આપના પ્રતિભાવની અપેક્ષા !!