વાચક મિત્રો જિંદાબાદ

મારી પ્રથમ ગુજરાતી લઘુનવલ “નવોદય”ને આપે દીલથી ચાહી અને વધાવી તે બદલ આપનો અંતઃકરણપૂર્વક આભાર માનુ છું. “નવોદય”ના વેચાણ થકી નેક્ષસ પબ્લીકેશન દ્વારા મને જે રોયલ્ટી મળી એ મેં https://bharatkeveer.gov.in/ પર આપણા વીર શહિદ જવાનને અર્પણ કરેલ છે. આ કાર્યમાં હું તો નિમિત્ત માત્ર છું, ખરા સહાયકર્તા તમે વાંચકમિત્રો જ છો. “નવોદય”નું પ્રથમ પ્રકરણ મેં આ બ્લોગ પર મૂકેલું જ છે. એટલે જેમને પણ “નવોદય” વિષે તાલાવેલી છે, અને પુસ્તક ખરીદવું કે કેમ એની અવઢવમાં હોય એ પહેલું પ્રકરણ વાંચી શકે છે.

Microfiction બાઇટ્સ – “સર્જન”નું નવલુ નઝરાણુ

માઇક્રોફિક્શન વાર્તાનું પોતાનું એક અલગ બંધારણ છે. આ બંધારણને અનુસરીને “સર્જન” પરિવારના સાહિત્યકારો માઇક્રોફિક્શન રચે છે. એ વાર્તાઓમાંથી ઉત્તમ વાર્તાઓની પસંદગી કરાય છે. ચાર ગળણે ગાળીને એ વાર્તાઓનું સંકલન થાય છે. આથી જ “સર્જન”ના તમામ પુસ્તકો લોકપ્રિય બન્યા છે.

ગુલમહોર ગર તુમ્હારા નામ હોતા!

કહે છે ગુલમહોર મડાગાસ્કરમાં જન્મેલુ. યુરોપિયન ત્યાંથી પોતાને ત્યાં લઈ આવ્યા. ફ્રાંસના લોકોએ તો એટલું વધાવ્યું કે એને “સ્વર્ગનું ફૂલ” એવું નામ આપ્યું. તો અમેરિકાના મિયામીવાસીઓ તો વળી એનાથી એક કદમ આગળ નીકળા. તેઓ પોતાના વાર્ષિક પર્વને ગુલમોહરના ફૂલ આવે ત્યારે મનાવે. “રોયલ પોઈંશિયાના ફેસ્ટીવલ મિયામી” એવું ગૂગલ કરજો. અને હા, આ પોઈંશિયાના નામ એ ૧૮મી સદીમાં ફ્રેંચ ગવર્નર કાઉંટી ડી પોઈંશીએ પોતાના નામ પરથી રાખી દીધું, બોલો લ્યો… આ ગુલમહોરના ફ્રેંચ ફૈબા.. આઇ મિન ફુઆ!

ઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી

નિદ્રાદેવીની મારા પર ઘણી કૃપા રહેલી છે. કોઈપણ સ્થળે મને ઊંઘ આવી જાય એની સફળતાની ટકાવારી લગભગ એંસી ગણી શકાય. વીસ ટકાની નિષ્ફળતામાં ગરમી અને મચ્છરોનો ફાળો રહેલો છે. મૂળે હું રાજકોટવાસી એટલે હવે તમે સમજી જ ગયા હશો! હમણાં રાજકોટમાં એક દિવસમાં જ અઢાર ઈંચ વરસાદ વરસી ગયો, પણ બપોરે એક થી ચાર તો વરસાદે પણ રજા રાખેલી. રાજકોટમાં તમે રાત્રે એક વાગ્યે બીન્દાસ કોઈને ફોન કરી શકો. પણ બપોરે કોઈને ફોન કરતાં પહેલા સાચવવું? “બપોરે એક થી ચારમાં ખરીદી માટે રજનીકાંત પણ આવશે તોયે દુકાન નહીં ખુલે” એવી ખુમારી (ને ‘ઊંઘ) રાજકોટવાસીઓની!

પખવાડીયાનો ડરાવાસ – શ્રદ્ધા ખંધડીયા પલાણ

  એક દિવસ  સવારે મારી આંખ ખુલી : બાજુમા મારા બાળકો નહિ, આ બાજુ પડખુ ફર્યું તો ઈ  પણ નહિ... ને હાથ માં નળીયો ભરાવેલી, આંગળીઓ માં ચીપટા જેવું કાંઈક... આ બાજુ જોંવ તો ટપક....... ટપક....... બાટલો ચાલુ... અને  બાજુમા  મશીન..... ઝબુકતી લાઈટો  અને આંકડાઓ.... મારું કોઈક ખરાબ સપનું જ હશે.... આ  આજકાલ  સમાચાર માં … Continue reading પખવાડીયાનો ડરાવાસ – શ્રદ્ધા ખંધડીયા પલાણ

મુઘલ ગાર્ડન – રાષ્ટ્રપતિ ભવન

મુઘલ ગાર્ડન વિષે જે મેં લેખ લખ્યો છે અને તે પણ ફોટોઝ સાથે તે અક્ષરનાદ પર ઉપલબ્ધ છે.

લિંક મૂકુ એ પહેલાં તમે "દેલ્હી હાઇટ્સ" મૂવીના ગીતના શબ્દો માણો. જો કે લેખનો ભા અને મૂવીના શબ્દોની ફિલીંગ બન્ને અલગ ઝોનમાં છે છતાં દિલ્હી શહેરના ભાવ સાથે જોડાતું આ ગીત ગમશે.

"જાગેગી રાત ભર, ઔર ભાગેગી,

સાથ પર; પર ડાલેગી, બે લગામ ખયાલોં કો;

પૂછેગી, યે સવાલ ઔર, માગેગી, યે હિસાબ

ના સૂનેગી, તેરે ઇન જવાબોં કો;

યહાં હૈ ઇક નદી, ઔર વહાં હૈ એક, લાલ કીલા

પર કહાં હૈ, ઇસ શહર કા ફલસફા?

યહાં આંસુ ઔર ગીત; ઔર જવાની થી મૈને તેરે નામ કી;

આવારા થી રાત, ઔર સડકે થી સબ મેરે બાપ કી;

ઔર મૈં થા, તુ થી ઔર થી દિલ્હી બસ!"

પૃથ્વી દિવસ – Earth Day

Image byhttps://pixabay.com/users/purwakawebid-6622005 થોડામાં ઘણું - તરૂણ જોબનપુત્રા જ્યારે જંગલ હતા,ત્યારે તે સાફ કરીને માનવજાતે ખેતી શરૂ કરી તે ડેવલપમેન્ટ નુકશાનકારક નહોતુ. પરંતુ આ રોડ-રસ્તા,મકાનો,હાઈરાઈઝ બીલડીંગ્સ બનાવીને આપણે આપણા જ પગ પર કુહાડો માર્યો છે. ખેતરની કાળી માટી જ કાઢી લીધી છે. અમુક અક્કલના ઓથમીર ખેડુતો પોતાના 'ફળદ્રુપ' ખેતરોને બીનખેતી કરી ત્યાં કારખાના ઉભા કરી રહ્યા … Continue reading પૃથ્વી દિવસ – Earth Day

મસ્ત મજેદાર વાર્તાઓ

મિત્રો,

અક્ષરનાદ.કોમના સૌજન્યથી તમે મસ્ત મજેદાર વાર્તાઓ વાંચી શકશો. દરેક ચુનીંદા વાર્તા નીચે આપેલી લીંક પર ક્લીક કરો અને પહોંચી જાઓ વાર્તા પ્રદેશમાં.

લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૧

મહાભારતમાં ઉદ્યોગપર્વ સર્વોત્તમ ગણાય છે કારણ કે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહેલ વચનો ઉદ્યોગપર્વ અંતર્ગત ‘પ્રજાગરપર્વ’માં આવેલ છે. તેથી જ મહાભારતમાં ‘ઉદ્યોગપર્વ એ સાર છે’ તેમ પંડિતો કહે છે. વિદુરે ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ વચનો કહ્યાં તે ‘વિદુરનીતિ’ એવા નામથી જગતમાં પ્રસિદ્ધ છે. મહાત્મા વિદુરજીએ જે નીતિ વિષે સમજાવ્યું તે આજે પણ પ્રાસંગિક છે.

નેક્ષસ વાર્તા સ્પર્ધા અંતર્ગત 'નેક્ષસ પ્લેટિનમ' સ્પર્ધા યોજાયેલી જેમાં લઘુનવલ લખવાની હતી. પણ તેમાં થીમ આપેલી હતી 'વિદુરનીતિ'. મેં લખેલી લઘુનવલ 'નવોદય' આપની સમક્ષ રજુ કરી રહ્યો છું.