
મિત્રો,
નમસ્કાર. આ વર્ષે મેં આપ સહુના સહયોગથી એક નવી પહેલ શરુ કરી છે.
મારી પ્રથમ ગુજરાતી લઘુનવલ “નવોદય”ને આપે દીલથી ચાહી અને વધાવી તે બદલ આપનો અંતઃકરણપૂર્વક આભાર માનુ છું. “નવોદય”ના વેચાણ થકી નેક્ષસ પબ્લીકેશન દ્વારા મને જે રોયલ્ટી મળી એ મેં https://bharatkeveer.gov.in/ પર આપણા વીર શહિદ જવાનને અર્પણ કરેલ છે. આ કાર્યમાં હું તો નિમિત્ત માત્ર છું, ખરા સહાયકર્તા તમે વાંચકમિત્રો જ છો.
“નવોદય”નું પ્રથમ પ્રકરણ મેં આ બ્લોગ પર મૂકેલું જ છે. એટલે જેમને પણ “નવોદય” વિષે તાલાવેલી છે, અને પુસ્તક ખરીદવું કે કેમ એની અવઢવમાં હોય એ પહેલું પ્રકરણ વાંચી શકે છે.
લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૧
Nexus publication સ્ટોર પરથી આપ નવોદય ખરીદી શકો છો.
આ ઉપરાંત Amazon અને Flipkart પરથી પણ નવોદય” ખરીદી શકો છો.
https://www.flipkart.com/navoday/p/itm36ba4e5847fee?pid=9788193460627
મિત્રો,
હજુ એક વાત. “નવોદય”ની રોયલ્ટી તો હું https://bharatkeveer.gov.in/ ને અર્પણ કરીશ જ, પણ મારું પ્રથમ હિંદી પુસ્તક “મેરા ભારત મહાન” જે અપ્રસિદ્ધ ક્રાંતિકારીઓની જીવનીનું સંકલન છે તેની રોયલ્ટી પણ હું https://bharatkeveer.gov.in/ ને અર્પણ કરીશ.
ક્રાંતિકારીઓની વાત આવે ત્યારે આપણા મોઢે બસ ૫ – ૬ નામ જ આવે છે જ્યારે આ દેશની આઝાદી માટે હજારો ક્રાંતિકારીઓએ પોતાના જીવનનું બલિદાન આપેલું છે.
આજની પેઢી અને આવનારી પેઢી “મેરા ભારત મહાન” થકી ઇતિહાસના અંધારામાં ગરકાવ થઈ ગયેલા વીર ક્રાંતિકારીઓને પ્રસિદ્ધી અપાવશે એનો મને વિશ્વાસ છે.
“મેરા ભારત મહાન” પુસ્તક ખરીદવાની લીંક અહીં મૂકેલ છે.
https://www.flipkart.com/mera-bharat-mahan/p/itma3faccecda19d
અને હા મિત્રો,
આપ પણ જો આપણા દેશની રક્ષા કરતાં કરતાં પોતાનું જીવન કુર્બાન કરી દેનાર વીર જવાન માટે કંઈક કરવા માગતા હો તો https://bharatkeveer.gov.in/ પર ફૂલ નહીં તો ફૂલની પાંખડી જરુરથી અર્પણ કરજો.
જય હિંદ.
- ગોપાલ ખેતાણી
શુભ આશિષ
LikeLike
Thank you so much Uncle for ur blessings.
LikeLike