
આજની યંગ જનરેશનમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલા નેક્ષસ પબ્લીકેશન, સૂરત અને સંકલ્પ સાહિત્ય પરિવાર (કચ્છ, સૌરાષ્ટ્ર) એક ઉમદા વિચાર સાથે સંગઠિત થઈ સાહિત્ય જગતને અણમોલ ભેંટ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ધરી.
૧૦ વર્ષથી લઈ ૭૦+ વર્ષના સાહિત્યકારો તેમના પેપરબેક પુસ્તક એક સાથે એક મંચ પર લઈને આવ્યા. ૫૭ પુસ્તકોનું પ્રકાશન થયું અને વિમોચન થયું. આ વિરલ ઘટનાની નોંધ લેવાઈ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તથા ઇંડિયા બુક ઓફ રેકોર્ડ્સે પણ વિસ્તૃત નોંધ લઈ આ આયોજન તથા દરેક પુસ્તકને અધીકૃત કરી સર્ટીફિકેટ આપ્યા.
અલગ અલગ વિષય તથા અલગ અલગ ભાષાઓમાં લખાયેલા આ પુસ્તકોને જોઈને સાહિત્ય જગત ખરેખર આનંદિત થયુ જ હશે.
વિમોચનનો કાર્યક્રમ ઓનલાઈન પ્લેટફોર્મ ઝૂમ પર આયોજીત થયો હતો. પ્રોફેસર ડો. રાજેશ શાહ, શ્રી સંજય થોરાત “સ્વજન”, ડો. મહેશ ઠાકર, શ્રી પ્રદિપ જોષી, ડો. જી. ડી. આચાર્ય, શ્રી સરસ્વતિચંદ્ર આચાર્ય સહિત મહાનુભાવોએ આ કાર્યક્રમને બિરદાવ્યો તથા પોતાની વિશિષ્ટ શૈલીમાં વક્તવ્ય પણ આપ્યુ.
જેમના પુસ્તકોનું વિમોચન થયું એ સાહિત્યકારની સૂચી અહીં આપેલ છે
નિરંજન શાહ; ગોપાલ ખેતાણી; ગીતા ઠક્કર; ચિરાગ ચાવડા; રાજેશ વ્યાસ; ઉર્વી દવે; આશા ચંપાનેરી; પુજા ગઢવી; રંજના સોલંકી; ક્રિષ્ના ગોરખા; સેજલ હુંબલ; અંજલી સેવક; દેવેન્દ્ર પાઠક; સતિષ સખિયા; હાર્દિક બ્રહ્મભટ્ટ; નિલેષ બગથરિયા; ડો. ઉમંગ ગાંધી; મીત જોષી; દર્શના વ્યાસ; શામજીભાઈ માલી; શ્રદ્ધા પલાણ; દર્શિલ ચૌહાણ; આરતી ભાનુશાલી; ભરત ગોસ્વામી; મેહુલ ભટ્ટ; મદનકુમાર અંજારિયા; કૌશલ્યાબા મહિડા; ગીતા બડઘા; કલસરિયા પ્રકાશ; ડો. કિશોર ઠક્કર; યથાર્થ ગાંધી; પ્રવિણ મકવાણા; ડો. નંદી પારેખ; વર્ષા દેસાઈ; આબિદ સુરતી; સાગર ચૌચેટા; કે.બી. જોષી; એ. રહેમાન; પિયુષ ભોગાયતા; ઇશાન હાંડા – શુભ હાંડા; ધ્રુવી અમૃતિયા – ભાવિની શેઠ; કેતન કાનપરિયા; સંજય થોરાત; નયના ગોહિલ; ચૈતાલી પ્રજાપતિ; યોગેશ મથુરિયા; ડો. ભાવીન મહેતા; ડો. મહેશ ઠક્કર; શિવનેહા દેસાઈ; ડો. અંજુ તિવારી; હાર્દિકા ગઢવી; રાઘવ વઢિયારી; ડો. યોગેંદ્ર પાંડેય; પ્રવિણ વાચ્છાણી; નરેંદ્ર પ્રજાપતિ; નિર્ઝરી શાહ; ચિરાગ બક્ષી. આ સર્વે સાહિત્યકારોને અભિનંદન.
આપ આ પુસ્તકોને https://nexus-stories.com/store/ પરથી અને Amazon તથા Flipkart પરથી ખરીદી શકો છો.
પુસ્તક અને કાર્યક્રમનો વિડીયો જે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે તેને આપ authors corner યુ ટયૂબ ચેનલ (https://www.youtube.com/c/gopalkhetani) પર માણી શકો છો. આ ચેનલ પર આપને સાહિત્યકારોના શોર્ટ ઇંટરવ્યૂ પણ જોવા મળશે.
પુસ્તક વિમોચન કાર્યક્રમની લીંક
૧. https://youtu.be/iVRHlVSJjaI
૨. https://youtu.be/PGrmS5MCIZ4
૩. https://youtu.be/z2bCQQbslPM
કાર્યક્રમને માણો તથા આ પુસ્તકોને પણ!
- ગોપાલ ખેતાણી