કોરોના યોદ્ધા (ગુજરાતી) – ભાગ ૧ અને ૨ – પુસ્તક પરિચય

“સર્વાઇવલ ફોર ધ ફિટેસ્ટ” – ડાર્વિન.

૨૦૨૦માં કોરોનારૂપી સંકટ આવ્યું અને આખી દુનિયા ત્રાહીમામ પોકારી ઊઠી. લોક્ડાઉનમાં ગરીબ – તવંગર પોત-પોતાના આશ્રય –સ્થાનમાં કેદ થઈને રહ્યા. નાની – મોટી મુસીબતો લગભગ બધાંએ વેઠી જ! પરંતુ કેટલાયે લોકો ગંભીરપણે મુસીબતમાં ફસાયા. આ સમયે કેટલાક યોધ્ધાઓ આપણી વહારે આવ્યા. તેમણે કોરોના સામેની જંગમાં ફક્ત સાથ જ ન આપ્યો, પણ આગળ આવી અગ્રીમ મોર્ચા પર લડ્યા.

કોરોના યોધ્ધાઓની દાસ્તાન આપણે સૌએ અખબારમાં, ટીવીમાં, સોશિયલ મિડીયામાં વાંચી અને સાંભળી. આ યોધ્ધાઓની ગાથાને શબ્દ સ્વરૂપે અંકિત કરવા “નેક્ષસ પબ્લીકેશને” વાર્તા સ્પર્ધાનું આયોજન કર્યું. સૌ મિત્રોએ આ સ્પર્ધાને વધાવી લીધી અને તેઓએ કોરોના યોધ્ધાઓની ગાથાને શબ્દ દેહ આપ્યો. દરેક વાર્તા કોરોના વોરિયર્સના સંઘર્ષને વણે છે, તેમની મનોસ્થિતિને રજૂ કરે છે અને ખાસ તો આપણને સહુને આવુ નેક કાર્ય કરવા પ્રેરિત કરે છે. કેટલાય એવા લોકો છે જેમના કાર્યોની નોંધ લેવાઈ નહોતી, કેટલીયે એવી ઘટનાઓની નોંધ લેવાઈ નહોતી –એવા કાર્યો, એવી ઘટનાઓ વાર્તાઓ સ્વરૂપે રજૂ થઈ અને સમાજને એક નવી રાહ બતાવતી થઈ છે.

વાર્તાઓને બે ભાગમાં રજૂ કરી છે. બન્ને ભાગમાં વિજેતા વાર્તાઓને સામેલ કરાઈ છે. વિજેતા વાર્તાઓની વાત કરું તો “કર્તવ્ય નિષ્ઠ” એ એક ઉમદા ડોક્ટરની કહાની છે. “મહામારીમાં એ ન હારી” એક લેડી ટ્રાફિક – પોલિસની વાર્તા છે. તો “પુનઃ પ્રવેશ” પણ ડોક્ટરના મનોમંથનની કહાની છે,

અન્ય વાર્તાઓનો ક્રમ તેમના રજીસ્ટ્રેશનને આધારે છે નહીં કે ગુણના આધારે, એવું આયોજકોએ જણાવ્યું. અને એ મને ગમ્યું પણ ખરું. “અનુક્રમણીકામાં છેલ્લી રહેલી વાર્તા છેલ્લે નથી આવી” એ જ આ પુસ્તકની મજા છે. મને “સીમા” પણ ગમી, અને “કૃતિ” પર માન થયું, “ચપ્પલની જોડ” હોય કે “દેવુમા”; “અબ્બુ મેલે મેં જાના હૈ” હોય કે “આયર્ન લેડી” આ બધી જ વાર્તાઓ તમારા મનના તારને ઝણઝણાવશે એ નક્કી!

ઘણી સંસ્થાઓએ અને વાચક રસીકોએ આ બન્ને ભાગ વખાણ્યા છે. મિત્રો અને પરિજનોને ભેંટમાં આપવા આ પુસ્તકનો સેટ ખરિદ્યો છે. (અલગ અલગ પણ ખરીદી જ શકાય છે.)

આપ પણ આ પુસ્તક જરુરથી વાંચશો! કોરોનાના ક્પરા સમયમાં પ્રેરણાદાયક કામ કરનાર દરેક યોદ્ધાઓને વંદન તથા એ દરેક લેખક પણ અભિનંદનને પાત્ર કે તેમણે આ યોદ્ધાઓની વાર્તા આપણી સમક્ષ લાવી.

તમે અમુક લેખક સાથેના સંક્ષિપ્ત સાક્ષાત્કારનો વીડિયો મારી યુ-ટ્યુબ ચેનલ પર માણી શકો છો. એની લીંક પણ પુસ્તક પ્રાપ્તિની લીંક બાદ મૂકી રહ્યો છું,

પુસ્તક પ્રાપ્તિની વિગતઃ

એમેઝોનઃ

ભાગ ૧:  https://www.amazon.in/Corona-Yodhha-Gujarati-Part-1-Kalpana/dp/8194886678/

ભાગ ૨:  https://www.amazon.in/Corona-Yoddha-Gujarati-Part-2-Kalpana/dp/8194886686

ફ્લિપકાર્ટઃ

ભાગ ૧:  https://www.flipkart.com/corona-yodhha-gujarati-edition-part-1/p/itm9eb737cc41ae5?pid=9788194886679

ભાગ ૨:  https://www.flipkart.com/corona-yodhdha-gujarati-part-2/p/itmdd1ccbfc0f671?pid=9788194886686

યુ-ટ્યૂબ લીંકઃ

વાર્તાકાર ૧: https://youtu.be/VfNlb0rHgy8

વાર્તાકાર ૨: https://youtu.be/46-9nSyXd9s

વાર્તાકાર ૩: https://youtu.be/5ndzRIkwkKw

વાર્તાકાર ૪: https://youtu.be/V1sVaO1E-hs

વાર્તાકાર ૫: https://youtu.be/FDJI2tu5Y5w

વાર્તાકાર ૬: https://youtu.be/O5scKSlioJY

ચેનલ: https://www.youtube.com/c/gopalkhetani

~ ગોપાલ ખેતાણી

2 thoughts on “કોરોના યોદ્ધા (ગુજરાતી) – ભાગ ૧ અને ૨ – પુસ્તક પરિચય

  1. ખૂબ જ સરસ વર્ણન કરેલ છે અને લેખન માટે વધુ જાણવા માંગતા લોકો માટે; લેખક/લેખીકાઓના ઈન્ટરવ્યૂ ખરેખર ઉપયોગી સાબિત થયેલ છે. શુભેચ્છાસહ….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s