

લિયાક
બદલાપુર ફિલ્મમાં લિયાક એવું વ્યક્તીત્વ છે જે નાયક (રઘુ) પર હાવી થઈ જાય છે. લિયાક પોતાના મિત્ર હરમન જોડે બેંકમાં ધાડ પાડે છે અને ચોરી કરીને તરત જ બંદુકની અણીએ કાર પણ “હાઈજેક” કરે છે. અક્સ્માતે કારમાં બેઠેલ છોકરો ચાલુ કારે બહાર પડી જાય છે અને એ ઘટનાથી વિફરેલી છોકરાની માને લિયાક ગોળીએ દે છે. આ હત્યા સુયોજીત ના હોવા છતાં તે હતપ્રભ થતો નથી(જો કે લિયાકને ક્રુર નથી બતાવ્યો) અને પોતાના સાથીને પૈસા સાથે ભગાડી દે છે.
લિયાકને વિશ્વાસ છે કે પોતે પોલીસને ગુમરાહ કરી હરમન અને પૈસાને બચાવી લેશે. અને ખરેખર તે આત્મવિશ્વાસથી પોલિસ અને રઘુ, બન્નેને પોતાની વાતોથી રમાડે છે. જો કે જેલવાસ ભોગવવાનો વારો તો આવે જ છે પણ તેને બહાર નિકળાવાની જિજીવિષા છે. જુમલી દેહ-વ્યાપાર કરે છે તેની જાણ છે પણ તો પણ લિયાક તેને દિલથી પ્રેમ કરે છે. રઘુ લિયાકના મિત્ર હરમન અને હરમનની પત્ની કોકોની હત્યા કરે છે.
આ વાતની જાણ જ્યારે તેને થાય છે ત્યારે લિયાકને આઘાત લાગે છે કે “હું તો સાલો ગમાર અને રખડુ માણસ હોવા છતાં મને હત્યાનો રંજ છે પણ આ રઘુ તો ભણેલ અને સમજદાર માણસ આવુ કામ કરે?” લિયાકને કશેક એવું લાગે છે કે રઘુએ કરેલી હત્યાનો પણ આ પોતે જ જીમ્મેદાર છે અને તે રઘુએ કરેલ ગુનાનો આરોપ પોતાના પર લઈ લે છે. પોતાને કેન્સર હોવા છતાં એ જેલમાં ફરીવાર આવે છે પોઝિટીવ એનર્જી સાથે.
હજુ પણ તેનામાં “સેન્સ ઓફ હ્યુમર” અંકબંધ છે. જિમલી જોડે તે રઘુને સંદેશો પણ મોકલાવે છે કે ” જીવનમાં દરેકને બીજી વાર તક નથી મળતી.” એક નઠારો અને ગુનાખોર એવો લિયાક અંતે રઘુ કરતાં ચડતો સાબીત થાય છે.
ગરમ મસાલોઃ રામ – રાવણ બન્ને આપણામાં હાજર છે. બસ, આપણે બન્નેમાંથી કોને આપણા મન પર હાવી થવા દઈએ છીએ તેના પર આપણો અને આસપાસ રહેલા સમાજનો આધાર છે.
~~ગોપાલ ખેતાણી
બળકટ રજૂઆત, ચોટદાર અંત.
LikeLike