#સર્જન માઈક્રોફિકશન#
ધારા એક…સંભાવનાઓ અનેક
૧
“નિર્ભયાની ચીસોમાં શું દ્રૌપદી જેટલું દર્દ નહોતું? બોલને કાના.”
મિત્તલ પટેલ
૨
લગ્નની પહેલી રાતે પાણી મપાઈ ગયા. પહેલા પતિનું પછી કૂવાનું.
અંકુર બેંકર
૩
પત્રિકામાં સવારે પિતાજીને આપેલી શ્રદ્ધાંજલિ સાંજે પડીકું થઈને ઘરે પરત આવી.
ભારતીબેન ગોહિલ
૪
શબવાહિનીનો ડ્રાઈવર ડિલિવરી પતાવીને ઘરે જતો ત્યારે તેની કકળાટીયણ બૈરી અને દારૂડિયો બાપ બહુ જ વહાલા લાગતા.
દિના રાયચુરા
૫
“મા એ બરાબર દિવાળીટાણે નાતરું ન કરવું જોઇએ.
શેઠને ત્યાં કેટલું કામ છે!”
રુડી બબડતી રહી.
લીના વછરાજાની
૬
દહેજનાં દોજખમાં હોમાતી પાઘડી આજે પણ રાહ જુએ છે, દ્રૌપદીનાં ચીર પુરનારની.
જિજ્ઞેશ કાનાબાર
૭
પેટની આગ ઠરી પણ શરીર આખું બળવાં લાગ્યું.
મીનળ પંડ્યા -જૈન
૮
ઠંડુ પાણી વેંચતા રાજુની આંખના પાણી વરસતા વરસાદમાં ભળી ગયા.
ગોપાલ ખેતાણી
૯
કુટણખાનાની બહાર ‘અંગદાન’ની હોર્ડિંગ જોઈને એ બબડી. “હંધાયને ચૂંથવું છે.”
સંજય ગુંદલાવકર
૧૦
કુહાડીનો ઘા પડવામાં હતો ને ત્યાં જ ઝાડમાંથી અવાજ આવ્યો,
“વિલ યુ બી માય વેલેન્ટાઈન!”
શીતલ ગઢવી
વાહ..રમઝટ.. બોલાવી mf ની
LikeLike
હોય જ ને બાકી… ખૂબ ખૂબ આભાર
LikeLike