લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૧૨

insurance-1991216_1920

પ્રકરણઃ ૧૨- ‘રંગ છે રાણપુરને!’

બીજા દિવસથી જ સરપંચે ગામના રસ્તા સમથળ કરાવવાની જવાબદારી લીધી. મંદિરની બાજુના મેદાનમાં જ મંડપ અને સ્ટેજ બાંધવાનું શરુ થઈ ગયું. ગામના પ્રવેશદ્વારે વિમાની જાહેરાતવાળા મોટા પોસ્ટર લાગી ગયા હતાં.

શનિવારે તો ખુદ ધનંજય શેઠ પણ જીતુ અને રીટા સાથે આવી રાણપુર ગામે બધી વ્યવસ્થા જોઈ ગયા હતાં.

ગામમાં ઉત્સાહનું વાતાવરણ હતું. દસ વાગ્યા ત્યાં તો એક પછી એક ચકચકાટ કાર રાણપુર ગામમાં પ્રવેશવા લાગી. કાર્યક્રમનું સંચાલન રાધા કરવાની હતી. પાંચ હજાર જેટલા લોકોને સમાવાતો મંડપ સજાવ્યો હતો. ત્રણ હજાર જેટલા લોકો તો મંડપમાં પહોંચી ચૂક્યા હતાં. એસીઆઈના પ્રેસિડન્ટ, વિમા કંપનીના રાજ્ય એકમના વડા, ધનંજય શેઠ અને તેમના મિત્રોએ દીપ પ્રાગટ્ય કર્યું. સુમધુર અવાજમાં રાધાએ કાર્યક્રમનું સંચાલન હાથમાં લીધું. રવજી અને જીવલી તો રાધાને સ્ટેજ પર માઇકમાં આત્મવિશ્વાસથી બોલતી જોઈ આભા જ થઈ ગયા. એસીઆઈ પ્રેસિડન્ટ, વિમા એકમના વડા અને ધનંજય શેઠે ઉપસ્થિત લોકોને પ્રવચન આપ્યું. તેમણે સમર્પણ હોસ્પિટલની ભાવનાના વખાણ કર્યા અને વીમો લેવા માટે પ્રેરણાદાયક શબ્દોથી લોકોને માહિતગાર કર્યા.

લોકોની પ્રીમિયમ ભરવાની પ્રક્રિયા શરુ થઈ. થોડા સમય બાદ, એસીઆઈ પ્રેસિડન્ટ, વિમા એકમના વડા અને અન્ય લોકોએ વિદાય લીધી. ધનંજય શેઠ રોકાયા. ત્રણ કલાકના અંતે કાર્યક્રમ પૂરો થયો.

દીપકે સ્ટેજ પર આવીને જાહેરાત કરી કે કુલ અઢારસો કુટુંબોએ મેડિકલ વીમો લીધો છે. બધાએ હર્ષની ચિચિયારીઓથી આ આંકડાને વધાવી લીધો.

 

અરજણ ખૂબ ખુશ હતો. રાતના દસ વાગ્યા હતા તો યે આંગણામાં નાખેલ હિંડોળે હિંચકતો હતો. આરિત્રા દોડીને આવી. થોડી વારમાં રાધા, જીવલી અને રવજી પણ આવ્યા.

“શું ભાઈ? બવ રાજી થ્યો છો નો કંઈ?” જીવલી બોલી.

“રાજી થાય જ ને. આય્ટ આય્ટલી મેનત કય્‌રી ‘ને લેખેય લાયગી. ચૌદસો – પંદરસો જેટલા વિમા વેંચાહે એવું લાગતું હતું એની હામે અઢારસો વેંચાણા તો ખુશ થાય જ ને!” રવજી પણ ખુશ થતો બોલ્યો.

“સાચી વાત પપ્પા. બધાની મહેનત લેખે લાગી.” રાધાએ પણ સૂર પુરાવ્યો.

“મારી ખુશી ફક્ત એ વાત પુરતી જ સીમિત નથી.” અરજણે કહ્યું.

“તો?” રાધાએ ભ્રમર ચડાવી.

“એમ.ડી. થયો ત્યારે વિચારતો હતો કે માતાપિતાએ લાખો રૂપિયા ખર્ચી ડૉક્ટર બનાવ્યો તો હવે કર્જ ઉતારવાનો સમય આવ્યો છે. પણ શરૂઆતના બે વર્ષમાં કશો ફેર ના પડ્યો. ધીરે ધીરે મેડિકલ બિઝનેસની માયાજાળમાં હું ઊતરતો ગયો. રૂપિયા રળવા મંડ્યો. પણ જ્યારે નટવરદાસનો કેસ આવ્યો અને પછી બાપુએ મારી ભૂલ તરફ ધ્યાન દોર્યું ત્યારે ફરી વિચાર આવ્યો કે શું મારે ધર્મ મુજબ ચાલવું કે ખર્ચેલા રૂપિયાનું વળતર મેળવવા માટે ચાલવું???”

બધાં એકી ટસે અરજણને સાંભળતા હતાં.

“બાપુ, તમે મને વિદુરનિતીમાં જણાવેલી ઉત્તમ વાત કહી હતી કે ધર્મનું આચરણ કરી નીતિપૂર્વક કમાણી કરવી એ પણ પરમસિદ્ધિ છે. પણ એ પ્રમાણે ચાલવા જતાં મેં લીધેલી લોનના હપ્તા માંડ માંડ ભરાતાં હતાં. અને એ પણ ગામલોકોની મદદ, મિત્રોની મદદ અને અન્ય જગ્યાએથી હોસ્પિટલને સહાય મળતી હતી એટલે. પણ હવે આ વિમાને લીધે હું નિતિપૂર્વક તો કમાઈ જ શકીશ.”

જીવલી આગળ આવી અને હર્ષાશ્રુથી અરજણનું કપાળ ચૂમી લીધું.

“દાદી.. મનેએએય” કહીને આરિત્રા જીવલીને ગળે વળગી. બધાં હસી પડ્યાં.

***

વધું આવતા પ્રકરણમાં ~ હવે ફક્ત બે પ્રકરણ બાકી ~ ગોપાલ ખેતાણી

One thought on “લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૧૨

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s