લઘુનવલ – નવોદય ~ પ્રકરણ- ૮

boss-2110624_1920

પ્રકરણઃ ૮- ‘નીતિ-અનીતિ’

અરજણની નામના શહેર સિવાય રાણપુરના આજુબાજુના ગામડાઓમાં પણ થઈ ગઈ હતી. ચોમાસાની રાત્રે એક ઇમર્જન્સી કેસ આવ્યો. અટેન્ડન્ટ પાસે દર્દીએ ગામનું નામ લખાવ્યું રાણપુરનું. અરજણને જાણ તો થઈ પણ હંમેશની જેમ તેણે ત્યાર પૂરતું ડ્રેસિંગ કરી અટેન્ડન્ટ દ્વારા દર્દીના પરિચિતને બીજા દિવસે એક્સ રે અને બ્લડ ટેસ્ટ કરાવવાનું કહી દીધું. દવા સહિત લગભગ વીસ હજાર રૂપિયાનો ખર્ચો આવ્યો. થોડા દિવસો બાદ રવજી અને જીવલી શહેર આવ્યા. બે દિવસ સુધી અરજણને તેમનું વર્તન સામાન્ય ન લાગ્યું એટલે  તેણે રવજીને પૂછી જ લીધું “ શું બાપુ.. વાત શું છે?”

“નટવર દાસને ઓળખસ?”

“એ દર્દી હમણા મારા ક્લીનીક પર આવેલા. આપણા ગામના છે એટલી જ ખબર.”

“વીહ હજાર રૂપિયા થયા ઇમને.”

“પ્રાઈવેટમાં આવે તો એટલા થાય જ ને બાપુ, બીજે કોઈ જગ્યાએ જાત તો પણ વીસ – બાવીસ હજાર થાત.”

“પણ આપણા ગામના..”

“એમ કરીશ તો બાપુ આ દેણા ક્યારેય નહીં ચૂકવાશે.”

“કોઈનો ઉપકાર ભુલાય નહીં..”

“એમનો શો ઉપકાર?”

“હસુ માસ્તરના બનેવી છે, અરજણ!”

અને અરજણની આંખો નીચી થઈ ગઈ. જે હસુ માસ્તરને લીધે એ ડૉક્ટર બની શક્યો એમને જ તેણે આડકતરી રીતે છેતર્યા.

અરજણ પણ હવે સુનમુન રહેવા લાગ્યો. રાધાએ પૂછ્યું તો પણ કશું કહ્યું નહીં. રવજીને આ વાત ધ્યાનમાં આવતાં તેણે અરજણને કહ્યું “ જો દીકરા, કમાણી કરવી પણ નીતિપૂર્વક! હવે ઈ તારે વિચારવાનું. દેણા તો મેં ય કયરાજ’તાં ને!” અરજણે મૂંગા મોં એ હા પાડી અને પોતાના રૂમ તરફ સુવા માટે ગયો.

 

“રાધા, તે દિવસે તે મને પૂછ્યું પણ મે તને કહ્યું નહીં. પણ એક વાત ખટકે છે.”

“બોલોને, કહેશો તો કંઈક ઉકેલ મળશે.”

“હમણા રાણપુરથી એક દર્દી આવેલા. રાબેતા મુજબ એમની સારવાર કરી. એક્સ્ટ્રા બીન જરૂરી ટેસ્ટ કરાવ્યા અને દવા પણ અપાવી. એ દર્દી હસુ સાહેબના બનેવી છે એ મને બે દિવસ પહેલાં ખબર પડી. હું હસુ સાહેબને શું મોં બતાવીશ? મારો પગ રાણપુર જવા ઊપડશે નહીં.”

“તમે અજાણતા કર્યું છે. જાણીને થોડું કર્યું હોત!”

“હંઅઅ.”

“પણ તમે જે બાકી લોકો સાથે કરો છો એ બરોબર છે?”

“રાધા, મને બાપુએ પણ આ જ શિખામણ આપી.”

“તો શું વિચાર્યું.”

“વિચાર્યું તો છે પણ થોડું અઘરું છે.”

“કહો તો કંઈક ખબર પડે. તમે ભારે મીંઢા.” ચૂંટી ખણીને રાધાએ વાતાવરણ હળવું કર્યું.

“હું વિચારું કે આપણે ગામડે જ આધુનિક ક્લીનીક ખોલીએ તો?”

“મને હજુ એક વિચાર આવે છે.”

“હા.. હા.. બોલ રાધા.”

“હસુ સાહેબને કહી, સ્કૂલને બાર ધોરણ સુધીની પરમિશન લેવડાવીએ. છોકરાઓને વિજ્ઞાનના વિષયો હું ભણાવીશ.”

અરજણ તો હર્ષાશ્રુ સાથે રાધાને ભેટી પડ્યો.

“બસ બસ પ્રિયતમ, આરિત્રા જાગી જશે.” તો પણ અરજણે એક ચૂમી તો લઈ જ લીધી.

***

વધુ આવતા પ્રકરણમાં ~ ગોપાલ ખેતાણી

2 thoughts on “લઘુનવલ – નવોદય ~ પ્રકરણ- ૮

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s