લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૭

saptapadi

પ્રકરણઃ ૭- ‘રબ ને બના દી જોડી’

લાગ મળતાં જ અરજણ રાધાને લઈ રાણપુર ગયો. ત્યાં જઈ રાધાએ રાણપુરની સ્કૂલની હાલત જોઈ નિસાસો નાખ્યો. અરજણના ઘરે જમી બન્ને શહેર આવવા નીકળી ગયા.

દીપક શહેરમાં આવતાં જ અરજણ અને રાધાએ બન્ને મળીને, દીપકને દરમ્યાનગીરી કરવાનું કહી દીધું. દીપકે રાધાનાં માતા-પિતા જોડે વાત કરી. રાધા અને તેના માતા-પિતા સહિત દીપક અને મોના પણ અરજણના ગામ આવ્યા. તાબડતોબ અરજણે પોતાના ઘરમાં બધી વ્યવસ્થા કરી લીધેલી. કૂલર અને સોફા મંડપ સર્વિસમાંથી આવી ગયેલા. બન્નેના ગોળધાણા ત્યાં જ લેવાઈ ગયા.

અરજણ ખૂબ ખુશ હતો. જિંદગી સડસડાટ જઈ રહી હતી. એટલામાં દીપકે તેને એક વધુ સારા સમાચાર આપ્યાં. કેટલાક ડોક્ટર્સ મળીને મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખોલી રહ્યાં હતાં. તેમને એક જુનિયર ઓર્થોપેડીક સર્જનની જરૂરિયાત હતી. અરજણએ આ તક ઝડપી લીધી. ચાર-પાંચ મહિનામાં આ હોસ્પિટલની સારી એવી નામના થઈ ગઈ. આ દરમ્યાન રાધા અને અરજણની સગાઈ થઈ.

અરજણ હવે સારું કમાતો થયો હતો છતાં નથુ વાણિયાના હજુ દોઢ લાખ રૂપિયા બાકી હતાં. જો કે રાધાએ તેને પોતાની બચત આપવા કહ્યું પણ અરજણે ના પાડી. છ મહીના પછી અરજણ અને રાધાનાં લગ્ન નક્કી થયાં. જીવલીનો તો ઉત્સાહ સમાતો નહોતો. અરજણે અને દીપકે ખાસ રાધાના ઘરે વાત કરીને તેમને લગ્ન રાણપુરમાં કરવા સમજાવ્યાં. ગામના લગ્નની મજા જ કંઈ ખાસ હોય. લગ્નની તૈયારીઓ માટે જીવલીને સમય ઓછો પડતો હોય એવું લાગતું હતું. અંતે લગ્નના એક અઠવાડીયા પહેલાં અરજણ રાણપુર આવી ગયો. શાળામાં રજા હોય ઉતારા માટે તેના રૂમો સરખા કરાવવાના હતાં. ગામ આખામાં ઉત્સાહનું વાતાવરણ હતું. શાળાની સાફ સફાઈ થઈ ગઈ. શિવ-મંદિરે તોરણ બંધાઈ ગયા હતાં. મંદિરની બાજુમાં આવેલી જમીનને સમથળ કરી નાખેલી. દીપક અને જીતુ પણ ત્રણ દિવસ પહેલાં રાણપુર આવી ગયાં. જીતુએ પહેલેથી કહી દીધેલું કે તેની વ્હાઈટ હોન્ડા જેઝમાં અરજણનું ફુલેકું ફરશે. મહેમાનોથી ગામ ભરાઈ ગયું. ગરબાની રાત્રે બધાં મન મૂકીને નાચ્યાં. દીપક અને જીતુએ રાત્રે સ્પેશ્યલ ભજિયાનો કાર્યક્રમ ગામલોકોની મદદથી બનાવ્યો હતો. મહેમાનોને તો ભજિયા અને લસણની ચટણીનો સ્વાદ મોંએ રહી ગયો. સવારના મંદિરની નજીક લગ્ન લેવાયાં. જીવલીની આંખોમાં હરખના આંસુ હતાં.

અરજણે શહેરમાં મકાન ભાડે રાખી લીધેલું હતું રવજી અને જીવલી એક મહીનો તેમની જોડે રહી રાણપુર જવા નીકળી ગયા. અરજણ અને રાધાને આશ્વાસન આપ્યું કે અમે વચ્ચે વચ્ચે શહેર આવતાં રહીશું.

રાધાએ અરજણને હવે સાહસ કરવા પ્રેર્યો. બે મહિનામાં જ અરજણે ભાડાની જગ્યા લઈ પ્રાઇવેટ પ્રેક્ટીસ શરુ કરી. પ્રેક્ટીસ સાથે તેણે બીજી અન્ય હોસ્પિટલમાં પાર્ટ – ટાઈમ સેવા આપવાનું પણ ચાલું રાખ્યું જેથી નાણાકિય ખેંચ ના રહે.

ભગવાનના આશીર્વાદ અને નસીબના બળે અરજણની પ્રાઇવેટ પ્રેક્ટિસ ધમધોકાર ચાલવા લાગી. આઠ મહિનામાં ડો. અરજણનું નામ થઈ ગયું. નથુ વાણિયાનું કરજ ચૂકવાઈ ગયું. રવજી અને અરજણ બન્નેને હાશ થઈ. ફેમિલી પ્લાનિંગ માટે રાધાએ કહી દીધું કે શહેરમાં પોતાનું ઘર પહેલાં પછી જ સંતાન. અરજણનું કામ વધવા લાગ્યું. ભાડાની જગ્યા જ અરજણે લોન લઈ ખરીદી લીધી. અને રાધાએ ફરજિયાત આગ્રહ કરી પોતાની બચત અરજણને આપી ક્લિનિકની ઉપર ઘર ચણાવવાનું શરુ કરી દીધું. અષાઢી બીજના શુભ મુહુર્તએ સપરિવાર વાસ્તુ-પૂજન કરી ગૃહ પ્રવેશ કર્યો. આ નવા ઘરને ગોઠવવા માટે રાધાએ જીવલીને દુરાગ્રહ કરેલો એટલે એક મહીનો ત્યાં રોકાઈ રવજી અને જીવલી હરખઘેલાં થઈ રાણપુર ગયેલા.

બે જ મહિનામાં રાધાએ અરજણને ખુશ ખબરી આપી. અરજણે તુરત રાણપુરથી રવજી અને જીવલીને બોલાવી લીધેલાં. વૈશાખ જતાં જ રાધાએ એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો. છઠ્ઠી બાદ રવજી રાણપુર જઈ આખા ગામમાં મીઠાઈ વહેંચી આવેલો.

હવે ઘરના ખર્ચા વધવા લાગ્યા અને અરજણ પણ શહેરના અન્ય ડૉક્ટરની જેમ ‘સ્ટાન્ડર્ડ ફી’ રાખી કમાવા લાગ્યો. એક્સ – રે, ચોક્કસ કંપનીઓની દવા અને લૅબોરેટરી ટેસ્ટ વડે તેના કમિશન શરુ થઈ ગયા.

એક ડૉક્ટર તરીકે પોતાની ઇમેજ બાંધવા અરજણે કાર પણ ખરીદી લીધી. જો કે લોનના હપ્તાં હજુ પણ ભરાયા નહોતા.

રાણપુરમાં પણ તેણે ઘરનું સમારકામ ચાલું કરાવી દીધું હતું. ચોમાસામાં ગામના ઘરની દિવાલ ભાંગી પડી હતી એટલે હવે કોઈ જ છૂટકો ન હતો. રાધાએ કૉલેજની નોકરી આરિત્રાના આવ્યા બાદ છોડી દીધી હતી. પરંતુ અન્ય ડૉક્ટર સાથેના સંબંધોને લીધે અરજણને કમાણીમાં કોઈ પણ પ્રકારનો વાંધો આવ્યો નહોતો.

રાણપુરનું મકાન ચણાઈ ચૂક્યું હતું. આરિત્રા પણ બે વર્ષની થઈ ગઈ હોય રવજી અને જીવલી થોડો સમય રાણપુર રહેવા ગયા.

***

વધું આવતાં પ્રકરણમાં ~ ગોપાલ ખેતાણી

3 thoughts on “લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૭

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s