મા તારો ગરબો ઝાકમઝોળ!

wordner-1_93204_1

પ્રથમ તો સૌ મિત્રોને નવરાત્રિની શુભકામનાઓ!

ગરબો – ગરબો એ બ્રહ્માંડનું પ્રતિક છે. ગરબામાં ૨૭ છિદ્ર હોય છે. ્નવ છિદ્રની ત્રણ લાઈન એટલે સત્તાવીસ (૨૭) છિદ્ર. આ ૨૭ છિદ્ર તે ૨૭ નક્ષત્ર. એક નક્ષત્રને ચાર ચરણ માટે ૨૭ X  ૪ = ૧૦૮

નવરાત્રી દરમ્યાન ગરબાને મધ્યમાં સ્થાપિત કરી તેની આસપાસ ગરબા ગાવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પૂણ્ય મળે છે. (જો કે ખગોળ શાસ્ત્રી એમ પણ કહેશે કે આ નક્ષત્ર તો ફક્ત આપણા સૂર્ય મંડળ / આકાશ ગંગામાં છે. અને તેઓની સાથે  પણ હું સહમત છું. માટે એમ રાખીએ કે આકાશગંગાની પ્રદક્ષિણા થઈ જશે..બરોબરને?)

ડાંડીયા હવે વર્લ્ડ ફેમસ થઈ ગયા છે. અને તેની સાથે ગુજરાતની અસ્મિતાને થોડા છાંટા પણ ઉડ્યા છે. કારણકે આપણી સંસ્કૃતીને આપણે વ્યવસ્થીત સાચવી શક્યા નથી. ગુજરાતની બહાર જ્યારથી નીકળ્યો ત્યારથી અન્ય લોકોના મુખે મેં જે સાંભળ્યું તે હું બહુ જ સભ્ય ભાષામાં લખું છું.  ગુજરાતીઓ માટે નવરાત્રિ એટલે ડાંડીયા. અને ડાંડિયા એટલે યુવક – યુવતીઓ ખાસ નૃત્ય કરતાં કરતાં એકબીજા જોડે ફેન્ડશીપ કરવાના દિવસો (સોરી.. રાતો!). ડાંડીયામાં તમે ગુજરાતી યુવતી સાથે ફ્રેન્ડ્શીપ કરી શકો એ માન્યતા ગુજરાત બહાર ઘર કરી ગઈ છે. અરે ખાસ પ્રોડક્ટની કંપનીઓ પણ નવરાત્રિ દરમ્યાન જો આપણા ગુજરાતના શહેરોમાં બેનર લગાવતી હોય તો આપણે ચેતવાની જરુર નથી?

ગરબી જે પહેલાં ગામે ગામ રમાતી, શહેરના ચૌરે ચોટે રમાતી અને લોકો આસ્થાની નજરે દીકરીઓને અને દીકરાઓને નિહાળતા તેની જગ્યા હવે ઉન્માદે લઈ લિધી છે. હું ડાંડીયાનો વિરોધી નથી પણ નવરાત્રી દરમ્યાન આપણે ડાંડીયાની સાથે સાથે ગરબીને પણ તેટલું જ મહત્વ આપીએ એ ઇચ્છનિય છે.

દીકરીઓ – દીકરાઓ ગરબી માટે ત્રીસ – ચાલીસ દિવસ પ્રેક્ટીસ કરતા હોય અને પછી તેમની ગરબી જોવા મળે એ દિવસોની યાદો જ કંઈક અનેરી છે.  નાનાથી માંડીને મોટા બાળકો ગરબી લેતા હોય ત્યારે પ્રેક્ષકો તેમને વધાવતાં હોય. માઇ ભક્તો દ્વારા  બાળકોને લ્હાણી અપાતી હોય, અને બાળકો ખુશ થતાં હોય ત્યારે તેમનામાં ભગવાનના દર્શન થતાં હોય એ દ્ર્શ્ય જ ભકિતમય બની જતું.

મારા શહેર રાજકોટમાં હજુ પણ ઘણી જ્ગ્યાએ ગરબી થાય છે. કરણપરા ચોક, રામનાથ પરા (ગરૂડની ગરબી), જંક્શનની દરગાહની ગરબી અને ભિખુભાઈની ગરબી બહુ જ પ્રખ્યાત ગરબી છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ ગરબી થાય છે.

તલવાર રાસ, મશાલ રાસ, દિવા રાસ, ડાકલા વગેરે તમને ગરબીમાં જ જોવા મળે બોસ્સ! ગુજરાત જાઓ તો ગરબી જોવાનું ભૂલતા નહીં હો?

  • ગોપાલ ખેતાણી

4 thoughts on “મા તારો ગરબો ઝાકમઝોળ!

  1. સાચી વાત છે. ગરબી જોવાની મજા લેવી હવે મળવી અઘરું થતું જાય છે.
    ગરબામાં જેટલા વિવિધ સ્ટેપ્સ હતા એ દાંડિયા માં નથી જોવા મળતા.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s