સપ્ટેમ્બર સાહિત્યનો!

gir

કેમ છો મિત્રો?

આશા છે આનંદમાં જ હશો. આ સપ્ટેમ્બર મહિનો ખરેખર મારા માટે ‘સર્જન’મય બની રહ્યો. છેલ્લા ઘણા સમયથી નોકરીમાં વ્યસ્ત હોવાને લીધે સાહિત્ય સર્જન માટે બહુ જ ઓછો સમય મળી રહ્યો હતો. પણ આ સપ્ટેમ્બર મહિના માટે એક નવી જવાબદારી મળી હતી. ગુજરાતી માઇક્રોફિક્શનની બ્રાન્ડ “સર્જન” દ્વારા સંચાલીત  ગુજરાતી માઇક્રોફિક્શનની એકમાત્ર વેબસાઇટ “માઇક્રોસર્જન”ના ૧૨માં અંકને સહસંપાદન કરવાની જવાબદારી શિરે હતી. ખૂબ મજાનો અનુભવ રહ્યો.

“માઇક્રોસર્જન”ના ૧૨માં અંકમાં આપ માણી શકશો પ્રખ્યાત સાહિત્યકાર શ્રી કિરીટભાઈ દુધાત સાથેના સવાલ જવાબ, “રિબન” મૂવીના નિર્દેશક રાખી શાંડીલ્યના માઇક્રોફિક્શન વિષેના વિચાર, વાચનના વિવિધ પાસાઓ પરનો ડો. નિલય પંડ્યાનો લેખ, માઇક્રોફિક્શન વિષેની ગેરસમજ પરનો મારો લેખ, રાજુલ ભાનુશાલીનો ખૂબ સરસ સંપાદકીય લેખ અને એ ઉપરાંત સરસ મજાની માઇક્રોફિક્શન વાર્તાઓ.

(એક વાત હજી કહું? આ વખતે અત્યંત ખ્યાતી પ્રાપ્ત એવી અક્ષરનાદ આયોજીત માઇક્રોફિક્શન સ્પર્ધામાં દ્વિતિય ક્રમાંકે વિજેતા થયો છું. આપ સૌની દુઆ અને મા સરસ્વતીના આશીર્વાદ!)

આ અંક પ્રકાશીત થયા બાદ અક્ષરનાદ વેબસાઇટ પર મારો પ્રવાસ લેખ દિલ્હી ટુ દેવળિયા પણ પ્રકાશિત થયો એટલે હરખ બેવડાયો. ગીરના ગોદમાં આવેલું દેવળિયા ઇન્ટરપ્રિટેશન ઝોન એ સિંહ દર્શન માટેનું વન – ડે પિકનિક સ્પોટ છે. ખરેખર એક વખત તો મુલાકાત તમારે લેવી જ જોઈએ.

મિત્રો, મારા સાહિત્ય રસિકો,

તમે “માઇક્રોસર્જન”નો ૧૨મો અંક અને આ પ્રવાસ વર્ણન બન્નેને માણશો તેવી આશા છે. બન્નેની લિંક અહીં મૂકુ છું. અને હા બન્ને લીંક હેઠળ આપના પ્રતિભાવ આપી શકો તેવી વ્યવસ્થા છે તો આપના પ્રતિભાવોનું સ્વાગત છે.

સર્જન સામયિક (અંક ૧૨) : સપ્ટેમ્બર ૨૦૧૯

દિલ્હી ટુ દેવળિયા : ખમ્મા ગીરને! – ગોપાલ ખેતાણી

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s