હિંદી હૈ હમ વતન હૈ, હિંદુસ્તાન હમારા!

IMG-20190813-WA0060

કેમ છો મિત્રો?

મજામાં ને?

આ  રક્ષાબંધન અને ૧૫મી ઓગસ્ટ સાથે આવી તો રજા કપાઈ ગઈ એનું દુઃખ નથી ને? જો કે ૧૫મી ઓગસ્ટના લીધે રક્ષાબંધન ઉજવવા મળશે તેનો તો ઉલટો હરખ ઘણાને હશે, કારણકે ઘણી જગ્યાએ રક્ષાબંધનની રજા હોતી નથી.

રક્ષાબંધન (હેપ્પી બ્રધર-સિસ્ટર ડે) આબાલ વૃદ્ધ સૌ ઉજવે છે પણ સ્વાતંત્ર્ય દિવસ? બાળકો સિવાય કદાચ જ કોઈ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય દિવસ ઉજવતા હશે.

હા, એ ખરું કે એ દિવસે મસ્ત મજાના મેસેજ સોશિયલ મિડિયામાં ફેરવ્યે રાખીશું, દેશને નામ એક દિવસ ડીપી રાખીશું, સ્ટેટસ પણ મુકીશું, ગાયનો સાંભળીશું, દેશ ભકિતનું એકાદ મુવી પણ જોઈ કાઢીશું, પછી એ ય ને સ્વાતંત્ર્ય દિવસવાળા સેલમાં જઈ ખરીદદારી કરીશું, એય ને પરિવાર દોસ્તો સાથે મોજ માણીશુ  આ રજાની…બરોબરને??

પણ આનાથી થોડું અલગ ન થઈ શકે? પરતંત્ર થી સ્વતંત્ર થઈ આપણે એક વિકસીત રાષ્ટ્ર તરફ ચાલી નીકળ્યા છીએ તો થોડું યોગદાન ન આપી શકીએ?

શું કરી શકીએ આપણે?

આપણે

  • કોઈ ગરીબ બાળકની ફીસ ન ભરી શકીએ?
  • નિમ્ન વર્ગના લોકોને પ્રોત્સાહિત કરીએ કે તેઓ પોતાના બાળકોને ભણાવે.
  • વ્યસન મૂક્તીની સોગંદ લઈએ અને બીજાનું વ્યસન પણ છોડાવીએ.
  • દારૂ, ડ્ર્ગ્સ અને ધૂમ્ર્પાનથી સ્વેગ નથી આવતો.. વ્યાયામ, આરોગ્યપ્રદ ખાણી-પીણીથી અને હકારાત્મક વિચારથી સ્વેગ આવે, મોટાભાઈ..શું સમજ્યા? કેરમ રમવાનું…. જ્યૂસ પિવાનું… મજ્જાની લાઈફ!!
  • સ્ત્રીઓનું સમ્માન કરો… ઘરની અંદર પણ અને બહાર પણ!
  • કોઈ ન જોતું હોય  ત્યારે પણ જે કાયદાનું પાલન કરે એ ઇમાનદાર!
  • બાળકોને આપણે સાંસ્કૃતીક વારસો આપવાનો છે ત્યારે પહેલા આપણે આપણી સંસ્કૃતીને જાણીએ , સમજીએ અને આપણા બાળકોને જણાવીએ.
  • જળ એ જીવન છે.
  • વૃક્ષ છે તો આપણે છીએ.
  • અને છેલ્લે અહંકારનો ત્યાગ કરીએ કારણકે

સમય સમય બલવાન છે, નહી ધનુષ બલવાન;

કાબે અર્જુન લુટીયો, વહી ધનુષ વહી બાણ!

આભાર.

~~~ ગોપાલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s