શ્રી જલારામ સેવા મંડળ, દિલ્હી

 

દિલ્હી આવ્યાને ચાર વર્ષ થઈ ગયા છતાં કોઈ ગુજરાતી કાર્યક્ર્મનો આનંદ નહોતો લઈ શક્યો. ૨૦૧૬ નવેમ્બરમાં શ્રી તેજસભાઈ શુક્લ, બહુ જ મોજીલા ગુજરાતી, જોડે પરિચય થયો અને તેમના થકી શ્રી કેતનભાઈ પોપટનો પરિચય થયો.

શ્રી કેતનભાઈ પોપટ એટલે ફક્ત રઘુવંશી (લોહાણા) જ નહીં પરંતુ દિલ્હી ગુજરાતી યુવા સંગઠનના પણ એક લોકપ્રિય આગેવાન. કેતનભાઈ જેવા જ અન્ય યુવાઓ તેમના વડિલોના ( શ્રી અરવિંદભાઈ પોપટ તથા શ્રી ભરતભાઈ ઘીયાના) વડપણ હેઠળ દિલ્હીમાં શ્રી જલારામ સેવા મંડળ (રજિ.) ગૃપ અંતર્ગત  ઘણાં કાર્યક્ર્મો આયોજિત કરે છે.

છેલ્લા ૨૨ વર્ષોથી શ્રી જલારામ જયંતી નિમિત્તે અવનવા કાર્યક્ર્મો રજૂ થાય છે. અને “બાપા”ની યાદમાં કાર્યક્ર્મ  હોય એટલે મહાપ્રસાદ ન હોય એવું બને ખરું?!

આ વર્ષે ૨૫મી નવેમ્બરના રોજ શાહ ઓડીટોરીયમ ખાતે કાર્યક્ર્મ હતો, એ દિવસ એટલે મારી નટખટ ઢીંગલીનો જન્મદિવસ. શ્રી જલારામ સેવા મંડળે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા હિરેન પારપાની પ્રોડ્કશનની કૃષ્ણ ભક્તિ આધારીત ગીત-સંગીત-નૃત્યની પ્રસ્તુતી “સથવારો રાધેશ્યામ” રજૂ કરવાના હતા. અમારે ઢીંગલીના જન્મદિવસની ઉજવણી કરવી કે આ કાર્યક્ર્મ નિહાળવો એ દ્વિધામાં હતાં. પરંતુ શ્રીમતિજીએ કહ્યું કે જન્મદિવસે જો કૃષ્ણ ભક્તિનો લાભ આવી રીતે સામેથી મળતો હોય તો એ દીકરી માટે પ્રભુના આશીર્વાદ છે અને એ જ પ્રભુનો છૂપો સંકેત છે.

અને ખરેખર, “સથવારો રાધેશ્યામ નો” પ્રસ્તુતી નિહાળી અમે આનંદીત થઈ ઊઠ્યા. ખૂબ જ ઉત્તમ અને નાવિન્ય સભર રજૂઆત હતી. અમને હતું કે અમારી ચાર વર્ષની દીકરી કદાચ કંટાળી જશે. પણ તેણે તો આ ભક્તિ સંગીત અને નૃત્ય તાલીઓ પાડીને અને પગ થીરકાવીને માણ્યો.

અંતમાં જલારામ સેવા મંડળ આયોજીત શ્રી જલારામ બાપાનો મહાપ્રસાદ લઈ અમે ઘેર એક અણમોલ યાદ લઈ પહોંચ્યા.

હું કેતનભાઈ અને શ્રી જલારામ સેવા મંડળનો આભારી છું કે ગુજરાતથી દૂર રહીને પણ અહીં દિલ્હીમાં આત્મિયતાનો અનુભવ કરાવ્યો તથા શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી જલારામ બાપાના આશીર્વાદનો લાભ આપ્યો.

  • ગોપાલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s