ઉજાસ – ગોપાલ ખેતાણી

sunset-3325080_1280

ઉજાસ શબ્દ મને ઉલ્લાસની પ્રતિકૃતિ સમાન લાગે છે. માણસનું મન પ્રસન્ન હોય, જીગરો ઉલ્લાસથી ફાટ ફાટ થતો હોય ને બોસ, ત્યારે સમજવું કે તેના જીવનમાં ઉજાસ છવાયેલો છે.
અંધકાર માણસને ત્યારે જ ગમે જ્યારે તે નિરાશ થયો હોય અથવા તો નકારાત્મકતા તરફ  દોરવાયો હોય.
મિજબાની, ડાન્સ કે અન્ય કાર્યક્રમ આપણને રાત્રે ગમે પરંતુ તેમાં પણ આપણને રોશનીનો ઉજાસ જોવાની ઈચ્છા હોય છે.
ઉજાસની આ વાત તો સમજાઈ પણ આગળ?
તો હવે મુદ્દા પર આવું.
આપણા જીવનની પ્રાથમિકતા આપણા જીવનમાં અને અન્યોના જીવનમાં ઉજાસ ફેલાવવાની છે. કઈ રીતે?
જવાબ એ છે કે યથાશક્તિ! પણ હા, કંઈક કરી છૂટવાની ભાવના હોય તો.
૧- જીવનમાં છેવટ એક નિરક્ષરને અક્ષરજ્ઞાન આપી ઉજાસ ફેલાવો.
૨- તહેવાર દરમ્યાન કેટલીક વસ્તુઓ તો તમે ફેરીયા, રેકડીવાળા કે રસ્તાના કિનારે બેઠા લોકો પાસેથી ખરીદી શકો. મોલ કલ્ચરથી થોડું તો ઉપર ઊઠી શકાય. માટીના દિવડા, રંગોળી, ફ્લાવરવાઝ, રંગો વગેરે એવી ઘણી વસ્તુઓ છે જે તમે ખરીદી અન્ય લોકોના જીવનમાં ઉજાસ પાથરી શકો.
૩- કોઈના જીવનમાં આવેલ દુખના પ્રસંગે બે મિનીટ માટે ન ઊભા રહેતા. ઊભું રહેવું હોય તો બે અઠવાડીયા રહેજો. (થોડામાં ઘણું સમજજો બોસ!) તમારો માનસીક સપોર્ટ તેમના જીવનમાં ઉજાસ ફેલાવી શકે છે.
૪- આંગળી ચિંધ્યાનું પૂણ્ય લેજો સાહેબ. નોકરી , ભણતરની સલાહ કે તમને જાણમાં હોય તેવું જ્ઞાન બીજાને આપજો. સહદેવ ના બનતાં અને ડોઢ ડાહ્યા પણ.
૫- રક્તદાન અને નેત્રદાન દ્વારા પણ તમે કેટલાયના જીવનમાં ઉજાસ ફેલાવી શકો.
૬- કોઈને અન્યાય થતો હોય ત્યારે “મારે શું?” કહીને આગળ ન નીકળી જતાં કારણકે પછીનો વારો તમારો જ છે. શક્ય મદદ કરશો તો ઉજાસ કાયમ રહેશે.
સકારાત્મક રહેજો અને પરમ પિતા પર શ્રદ્ધા રાખજો.
છેલ્લે સ્કૂલ દરમ્યાન ભણવામાં આવતી કવિતાની બે પંક્તિ લખી વિરમું છું.
કવિ કદાચ શ્રી ન્હાનાલાલ છે.
ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે
ડૂબે ઉષાનું રાજ્ય ધીમે ધીમે
રજનીની ચુંદડીના છેડાંના હીરલા શા
ડૂબે છે તારલાં આજ ધીમે ધીમે
ડૂબે ઉષાનું રાજ્ય ધીમે ધીમે.

2 thoughts on “ઉજાસ – ગોપાલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s