લાડલી ભૂષિતાને શ્રી ગણપતિ આરાધનાની “પ્રસાદી”

 

“રિદ્ધી-સિદ્ધી”ના દેવ શ્રી ગણપતિ દેવાના આશિર્વાદને કારણે લાડલી ભૂષિતાએ સ્કૂલ સિવાયની ઓપન સ્પર્ધામાં પહેલી વાર સિદ્ધી પ્રાપ્ત કરી છે.

“પ્રાઉડ પાપા”ની ફિલીંગ આવી એટલે મારી લાડલી માટે બ્લોગ પર એક પોસ્ટ તો બનતા હૈ બોસ!!!

દિલ્હી ખાતે પાંડવનગર સોસાયટીમાં “પાંડવનગર કા રાજા” બિરાજમાન થયેલા છે. અમે સૌ ભક્તો “દાદા”ના દર્શનનો લાભ ઊઠાવીએ છીએ. ગઈકાલે એટલે કે ૧૫ સપ્ટેમ્બરના રોજ જાહેર થયું કે બાળકો માટે રવીવારે, ૧૬ સપ્ટેમ્બરના ડ્રોઈંગ કોમ્પિટીશન છે. બેટર હાફ રજની ગોપાલ ખેતાણી ઉત્સાહિત હતાં. ભૂષિતા હજુ પોણા ચાર વર્ષની છે એટલે દોરી તો ના શકે  પણ એ રંગો બહુ સરસ પૂરે છે એનો અમને બન્નેને (અને ટિચર્સને) ખ્યાલ છે.

તો શ્રીમતિજીએ સરસ મજાના ગણપતિ દોરી આપ્યા અને પિતા-પુત્રી ઉપડ્યા ગણપતિ પંડાલમાં. બપોરે એક વાગ્યાથી સ્પર્ધા શરુ થઈ. પોણી કલાકમાં હસતા રમતાં ભૂષિતાએ સરસ રંગો પૂર્યા. હા, એ ખરું કે ક્યા રંગો કઈ જગ્યાએ પૂરવા એનું માર્ગદર્શન ભૂષિતાને આપવું પડે, પણ રંગો એ ખૂબ નજાકત અને સફાઈથી (એની ઉમર પ્રમાણે) પૂરે છે.

મારો અને શ્રીમતિજીનો વિચાર એ કે આવા મંચ પર બાળક અત્યારથી પોતાની ક્ષમતા અનુસાર જે પણ કરે તો તેનાથી તેને અત્યારથી ખ્યાલ આવે, અને આવા મંચ પર અન્ય બાળકોને જોઈ તે ઉત્સાહિત થાય. ઇનામ મળે કે ન મળે પણ ઇત્તર પ્રવૃત્તિમાં તે પ્રોત્સાહિત થાય.

આજે એટલે કે રવિવારની આરતી બાદ સ્પર્ધાનું પરિણામ જાહેર થયું. પાંચ વર્ષથી ઓછી વયના બાળકોના વિભાગમાં ભૂષિતાનો બીજો ક્રમાંક આવ્યો.  અમે તો રાજીના રેડ થઈ ગયા.

હા, એક વાત એ પણ કહું કે દસ-બાર વર્ષના વિજેતા બાળકોએ જે ડ્રોઈંગ કર્યું એ જુઓને બોસ તો તમે પણ મોમાં આંગળા નાખી દો! ગજબની ટેલેન્ટ છે બાળકોમાં. બસ તેમને પ્રોત્સાહનની જરૂર છે. ભણવા સિવાયની પણ ટેલેન્ટ બાળકોમાં છે તેને શોધતાં રહો અને તેમનો ઉત્સાહ વધારતાં રહો.

દુંદાળા દેવની જય હો, જય હો, જય હો!

6 thoughts on “લાડલી ભૂષિતાને શ્રી ગણપતિ આરાધનાની “પ્રસાદી”

  1. આશીર્વાદ. ભૂષિતા ખૂબ આગળ વધીને મોટી આર્ટિસ્ટ બનશે ત્યારે આ પોસ્ટ જરૂર યાદ આવશે. તમે દિલ્હીમાં જ છો તો ક્યારેક મળવાનું રાખીએ. મારો નંબર 9818848753. Address: B-48/G-2 Dilshad Garden, Delhi 110095. Jhilmil metro station on Rithala-Dilshad Garden line ( Red line).

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s