શબ્દ શણગાર ગૃપ

ગુજરાતી

મિત્રો,

આજના આ જેટ યુગમાં કારકિર્દી ધપાવવા બાળકોને અને યુવાધનને એવી અજાણી સ્પર્ધામાં ંમૂકાય છે કે જ્યાં તેમને એટલી જ ખબર છે કે પ્રતિસ્પર્ધી બીજું કોઈ નહીં પણ અંગ્રેજી છે.

હું અંગ્રેજી ભાષાનો જરા પણ વિરોધી નથી પણ કહેવું એટલું છે કે પિત્ઝાની પાછળ ભાખરી ભૂલાઈ જાય એવું તો ન જ થવું જોઈએ! બરોબરને?

તો મુદ્દા પર આવું. ગુજરાતી ભાષાના સંવર્ધન કાજે, શોખ કાજે સાહિત્ય રસીકો માટે અને નવા સાહિત્યકારોને તક આપવા માટે કંઈ કેટલા લોકો, કંઈ કેટલા પ્રકાશનો અને ગૃપ કાર્યરત છે.

આવું એક ગૃપ એટલે “શબ્દ શણગાર ગૃપ”.

ભૂજના શ્રી જયદેવભાઈ જોષી, શ્રી રમેશભાઈ પટેલ (રામજીયાણી) અને શ્રી ભગવાનજી છાંગાએ વ્હોટ્સએપનો સદઉપયોગ કર્યો છે. આ લખાય છે ત્યારે છેલ્લા ૧૬૭ દિવસોથી તેઓ નામી-અનામી સર્જકોને એક શબ્દ આપે છે. આ શબ્દ પર ઈચ્છુક સર્જકો ગદ્ય કે પદ્ય સ્વરૂપમાં પોતાનું સર્જન એડમીનને ગુજરાતી લીપીમાં મોકલાવે છે.

ગૃપમાં આ રચનાઓ પબ્લીશ થાય છે. ગૃપમાંથી જ કોઈ નિર્ણાયક નક્કી હોય છે જે પોતાની ક્ષમતા અનુસાર નિષ્પક્ષ રીતે શ્રેષ્ઠ પાંચ રચનાઓ ચૂંટે છે.

સાહિત્ય રસીકો અવનવી રચનાઓ માણે છે અને નવસર્જન કરતાં રહે છે. ગુજરાતીના સંવર્ધનની આ અનોખી રીતની ઓંળખાણ મને જામનગરના વૈશાલીબેન રાડીયાએ કરાવી. તેમણે જ મને એડમીન શ્રી જયદેવભાઈનો નંબર આપ્યો.

તો વધુ કશુ જ ના કહેતા માણો મારી શબ્દ શણગાર ગૃપની બીજા ક્રમે રહેલી રચના!

 

🌿 *શબ્દ શણગાર પ્રતિયોગિતા ગૃપ* 🌿
*તા.૪.૯.૨૦૧૮. મંગળવાર*
✍🏻આજની પ્રતિયોગિતાનો શબ્દ  હતો – *તલપ*
🎍 *BEST OF FIVE* 🎍
                 2⃣
📖 *વાચકશ્રીની દૃષ્ટિએ*
🥈 *દ્વિતીય નંબર વિજેતા*
💐 *અભિનંદન*💐
🔹🔹🔹🔹🔹🔹🔹🔹

 ક્યાંક મનની તલપ ક્યાંક તનની તલપ;

અસીમ ઈચ્છાઓની તો ક્યાંક અઢળક ધનની તલપ.

પ્રેમ દેવાની તલપ પ્રેમ લેવાની તલપ,

ઝાંઝવાના જળ જેવી છેવટ શાંતિની તલપ.

ગોપાલ ખેતાણી
દીલ્હી
🔹🔹🔹🔹🔹🔹🔹🔹

નિર્ણાયક શ્રી ની ટિપ્પણી

🙏🏼🙏🏼

ખૂબ જ સચોટ વાત….

સઘળી તલપ ને… સઘળુ મેળવ્યા પછી અંતે શાંતિ ની જ તલપ…. પણ એ જાંજ્વા ના જળ જેવી છે… હોવા છતાં નથી…. દરેકમાં રહેલ તલપને ખૂબ ટૂંકમાં સુંદર રીતે રજૂ કરી છે