જલસો – પહેલી ગુજરાતી મ્યુઝીક એપ પર સર્જન ગૃપની માઇક્રોફિક્શન વાર્તાઓ

મિત્રો,

લાંબા સમય બાદ એક પોસ્ટ મૂકી રહ્યો છું. એમ કહું કે એક ખુશીની વાત આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. http://www.aksharnaad.comના સ્થાપક શ્રી જીગ્નેશભાઈ અધ્યારુના અથાક પ્રયત્નો અને ડો.હાર્દિક યાગ્નીકના અમૂલ્ય સાથ સહકારને લીધે માઇક્રોફિક્શનનું એક આગવું નામ ગુજરાતી સાહિત્યમાં પ્રખ્યાત થઈ ચૂક્યું છે. આ બન્ને મહારથીઓએ માઇક્રોફિક્શન શીખવા અને લખવા માંગતા રચનાકારોને તક આપી અને એક વ્હોટ્સએપ ગૃપ ૨૦૧૬માં બનાવ્યું “સર્જન”. આ ગૃપમાં નીલમબેન દોશી જેવા વડીલોનું માર્ગદર્શન પણ અવારનવાર મળતું રહે છે. સર્જન ગૃપની માઇક્રોફિક્શન પ્રિન્ટ મિડીયામાં અવારનવાર પ્રસીધ્ધ થતી રહે છે.

મુદ્દા પર આવું તો પ્રથમ ગુજરાતી મ્યુઝીક એપ “જલસો”માંથી શ્રી નૈષધભાઈ અને આરજે. હર્ષએ અમને અમારી માઇક્રોફિક્શન અમારા જ અવાજમાં રજૂ કરવાની તક આપી. તેમના સહયોગથી આ પ્રખ્યાત એપ પર સર્જન ગૃપની અવનવી માઇક્રોફિક્શન તમને હવે સાંભળવા મળશે.

ગુગલ પ્લે પર “Jalso – Gujarati Music & Radio” લખેલી જે એપ દેખાય તે ઇન્સ્ટોલ કરો. જલસો ઓપન કર્યા બાદ નીચેની તરફ સ્ક્રોલ કરતાં “Jalso Special” વિભાગ આવેશે. આ વિભાગમાં ડાબેથી જમણી તરફ સ્ક્રોલ કરતા “Microfictions” વિભાગમાં તમને રચનાકારોના ફોટોઝ દેખાશે. રચનાકાર સીલેક્ટ કરો.

મારી માઇક્રોફિક્શન વાર્તાઓ સાંભળવા માટે નીચેની  લીંક જલસો એપ વડે ( “open with Jalso app” ) ઓપન કરો અને સાંભળો. ગમે તો લાઈક કરો અને મિત્રો જોડે શેર કરજો. આપના પ્રતિભાવો મને આપશો ને?

http://www.jalsomusic.com/share.aspx?aid=2926&title=Gopal%20Khetani

ગોપાલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s