હવે તો ઉત્તર આપો કૃષ્ણ – (સ્વ.) પ્રકાશભાઈ પંડ્યા

“આંધળાનો દીકરો આંધળો” – દ્રૌપદીના આ શબ્દોએ મહાભારત રચ્યું એ તો સૌને ખબર જ છે.

મહાભારતનું યુધ્ધ સમાપ્ત થયું  એ પછી શ્રીકૃષ્ણના જીવનમાં શું થયું?

દુર્યોધનની પુત્રી લક્ષ્મણા જે શ્રીકૃષ્ણના પુત્ર શમ્બની પત્ની હતી તેના મનમાં અગણીત પ્રશ્નો ઉદ્ભવ્યા.

જેમ કે

-દ્રૌપદીએ મહેમાન બનેલા દુર્યોધનનું અપમાન કર્યું ત્યારે કોઈએ તેને કેમ ટોકી નહીં? મહેમાનનું અપમાન કરવું એ ધર્મ?

-દુર્યોધન ધારત તો ત્યારે જ કટુવચન દ્રૌપદીને કહી શક્ત (કેવા વચનો એ પુસ્તકમાં છણાવટ કરેલી છે). ઉપરાંત એ સમયે તો દુર્યોધનની જોડે સેના પણ સાથે  હતી, એ ત્યારે જ લડાઈ કરી શકત, પણ પ્રસંગની ગંભીરતા સમજી તેણે પાંડવના પ્રસંગને બગાડ્યો નહીં.

-દુર્યોધનના યજ્ઞમાં હાજરી આપવા આવેલ અન્ય રાજાઓ સાથે  જ્યારે શિશુપાલ આવ્યો ત્યારે તેણે શ્રીકૃષ્ણને અપશબ્દો કહ્યાં. એ સમયે શ્રી કૃષ્ણએ તત્કાલ બદલો લીધો. કેમ? તેઓ પ્રસંગનો સમય સાચવી પછીથી પણ બદલો લઈ શકત.

ગયા અઠવાડીયે સ્વર્ગસ્થ થયેલા શ્રી પ્રકાશભાઈ પંડ્યાએ “હવે તો ઉત્તર આપો કૃષ્ણ” પુસ્તકમાં લક્ષ્મણાના મનોભાવોને વાચા આપી છે. પ્રકાશભાઈ મહાભારતના અભ્યાસુ અને મહાભારત વિષે ગહન જ્ઞાન ધરાવતાં હતાં. મહાભારતના જાણકાર અને શ્રીકૃષ્ણ પ્રેમીઓને આ પુસ્તક જરૂરથી ગમશે.

એક પ્રકરણ વાંચો

http://www.aksharnaad.com/2018/07/05/krishna-by-prakash-pandya/

પુસ્તક ડાઉનલોડ કરો. (ડાઉનલોડ વિભાગમાં ૮૦ નંબરનું પુસ્તક..થોડું નીચે સ્ક્રોલ કરજો)

http://www.aksharnaad.com/downloads/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s