બે વરસાદી કાવ્યો – હસમુખ કારીયા, ગોપાલ ખેતાણી

drip-871152_1280

વર ને સાદ

વરસાદ વરસાદ  વરસાદ  રે,

વર ને સાદ કરું હું રે;

ઘેઘુર વાદળ ઘટા જેવી,

યાદોમાં ક્યાં  છુપાયો  છે  તું;

નઝરું  માંડી આકાશમાં એકી  ટશે  જોઈ  રહી હું જ તો,

વર્ષી  પડશે  અનરાધારે જ તું;

શું થયું, વીજકાર  થયો, તોફાન  આવ્યું  ને,

ઝરમર ઝરમર વર્ષી   ગયો તું;

ના ભીની  થઇ  હું કે ના કોરી  રહી,

પણ અશ્રુધારે પલળતી ભીની થઇ ગઈ  હું;

આશા  હજુ  છે કે, યાદો ના વાદળો  ઘેરાયેલા  છે,

અનરાધારે  વરષીસ તું;

વરસાદ  વરસાદ વરસાદ  રે…. સાદ કરું  વર ને  સાદ કરું હું રે.

હસમુખ કારીયા

(નિવૃત્ત એ.જી. ઓફીસર, રાજકોટ. હાલ – વડોદરા)

 

ઝુમ ઝુમ ઝુમ રે

ઝુમ ઝુમ ઝુમ રે હો

ઝુમ ઝુમ ઝુમ રે..(૨)

પેલી અલ્લ્ડ ગોરી જો કેવી લહેરાતી જાય છે,

માટીની મસ્ત સુગંધ ફેલાતી જાય છે,

ધરતીની જોડે મારું મનડું ભીંજાય છે….

 

 

ઝુમ ઝુમ ઝુમ રે હો

ઝુમ ઝુમ ઝુમ રે..(૨)

હાલ્યને મારા કાળીયા હો હાલ્યને મારા ધોળીયા,

તારા ઘુઘરીના સાદમાં તો મલ્હાર છલકાય છે,

અષાઢી બીજના આ જો શુકન સચવાય છે…

 

ઝુમ ઝુમ ઝુમ રે હો

ઝુમ ઝુમ ઝુમ રે..(૨)

ખાબોચીયાં છલકાય તો મારી હોડી તૈયાર છે,

ખૂચામણા રમવા આખી ટોળી ભેગી થાય છે,

મનડું હરખાય જ્યારે છબછબીયાં થાય છે…

 

ઝુમ ઝુમ ઝુમ રે હો

ઝુમ ઝુમ ઝુમ રે..(૨)

દલડાંના ખુણે કોઈના સુરો રેલાય છે,

મોરલાના ટહુકે એનો પડઘો સંભળાય છે,

રુમઝુમ આ હેલીમાં પ્રેમ ભીનો થાય છે…

 

ઝુમ ઝુમ ઝુમ રે હો

ઝુમ ઝુમ ઝુમ રે..(૨)

~~

ગોપાલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s