માઇક્રોફિક્શન – ગોપાલ ખેતાણી

bible-1149924_640

શીર્ષક: મોક્ષ

શબ્દો: ૫૩

“ઘમંડ હતો કારણકે અમે હતાં પૃથ્વીના સૌથી વિશાળકાય જીવ…હાથી કરતાં પણ! મન પડે ત્યાં વિચરણ કરતાં. પણ કોઈ બે પગાળા જીવ આવ્યાં ‘ને અમારો સઘળો અંકુશ એમના હાથમાં! જન્મભુમીથી દુર એ મરુભુમીમાં અમે તેમના વિશાળ પથ્થરો ઉંચકી મકબરાઓ બનાવ્યા. દિલથી એવી હાય આપી કે તે દિવસે એક મોટી ઉલ્કા … અને અમે ખુશ!”

~ ગોપાલ ખેતાણી

શીર્ષક: ફોટો

શબ્દો: ૧૧૫

“નહીં રે બાબા, ફોટો મેં કોઈ સ્પાર્ક નહીં હૈ!” શબ્દોને પાણીની બોટલના સહારે ગળે ઉતાર્યા. સપનાઓંની ઓટ આવી અને દેણાંની ભરતી. ફુટપાથ પર બેઠોં કે એક નાનકડું ચાર-પાંચ વર્ષનું ટાબરીયું આશાભરી નજરે તેની પાસે આવ્યું. આમેય તેને કદાચ પાણીની આશા જ હતી, અને તે મેળવ્યું. પેલો શહેરના છેવાડે આવેલી અંધારી ખડકી તરફ પહોંચ્યો. પાછળ જોયું તો પેલું ટાબરીયું. તરત તેને લઈ તેના માબાપ શોધવાં નીકળ્યો પણ અફસોસ! પોલીસ સ્ટેશનેથી પણ અપેક્ષીત જવાબ મળતાં ટાબરીયાને લઈ ખડકીએ આવ્યો. બન્નેએ ફરી પાણી પીને જ ભુખ ભાંગી. બીજા દિવસે  પણ એ જ હાલત સાથે જ્યારે ખડકી પર આવ્યો ત્યારે આશાની ચમક સાથે પેલું ટાબરીયું ખડકીની બહાર બેઠું હતું!

“વોટ અ વન્ડરફુલ ફોટો!”

ત્રીજા દિવસે બન્ને પેટ ભરીને જમ્યાં.

~ગોપાલ ખેતાણી

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s