ભારત કે વીર – તમને ફૂલની પાંખડી અર્પણ

Laxman_purty

મિત્રો,

નમસ્કાર.

આ પોસ્ટ ખુદની વાહ વાહી કરવા માટે નથી જ. આ પોસ્ટ એ લોકો માટે છે જેમને કંઈક કરવું છે તો તેમનું ધ્યાન દોરી શકું. તો મુદ્દા પર આવું.

૧૮ મે એટલે મારો જન્મદિવસ. આ વખતે કંઈ ખાસ ખર્ચો ન કર્યો. ઘણા સમયથી વિચારતો હતો કે સૈનીકોનું કંઈ ફંડ હોય તો મારે રજકણ જેટલો પણ ફાળો આપવો. બસ તો આ જન્મદિવસ નિમિત્તે જ ફાળો આપવાનું નક્કી કર્યું. ૧૮ મેએ તો શકય ના થયું પરંતુ આજે ૨૨ મે અને મંગળવારે (મારો જન્મ મંગળવારે જ થયેલો) ભગવાને શુભ વિચાર પ્રગટાવ્યો.

“ભારત કે વીર” વેબસાઈટ જે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સંચાલીત છે તેમના પર જઈ તમે નેટબેંકીગ કે ક્રેડીટકાર્ડ દ્વારા ફાળો આપી શકો. હું વેબસાઈટ પર ગયો. ત્યાં ભારતીય સેના હેઠળ આવતી તમામ ફોર્સ સામેલ છે. તમે ક્યાં તો “ભારત કે વીર કોર્પસ” ને દાન આપી શકો અથવા તો લીસ્ટમાં સામેલ શહીદ વીર જવાનના ખાતામાં પણ ફાળો આપી શકો. વીર જવાનના ખાતામાં મહત્તમ ૧૫ લાખ રુપિયા જમા થાય છે. તમે પણ મહત્તમ ૧૫ લાખ રુપિયા આપી શકો. અહીં લિસ્ટ જોતા માર્ચ ૨૦૧૬માં શહીદ થયેલાં  વીર લક્ષ્મણ પૂર્તીજીનો સંક્ષેપ બાયોડેટા જોયો. (સ્નેપ શોટ મુક્યો છે). બે વર્ષ થયે પણ પંદર લાખ હજુ જમાં નથી થયાં. તેમને બે દીકરી અને એક દીકરો છે. મેં તુરંટ તેમના ખાતામાં ૧૦૦૦/- જમા કરાવ્યા.

મિત્રો,

આપણે સુરક્ષીત છીએ કારણકે સરહદના રખેવાળ ચોવીસ કલાક અને ત્રણસો પાંસઠ દિવસ આપણા માટે સચેત છે. દેશના દુશ્મનોનો મુકાબલો કરે છે, દેશ માટે ફના થાય છે. આપણી ફરજ છે કે વર્ષમાં કમ સે કમ એક વાર તો તેમના માટે ફાળો નોંધાવીએ. હું મોડો પડ્યો છું. પણ દેર આયે દુરુસ્ત આયે.

બે દિવસ પહેલાં જ પાકિસ્તાન તરફથી ફાયરીંગમાં શહીદ થયેલા જવાનની પત્ની પત્રકારને પૂછતી હતી કે “તમે મારા બાળકને મોટો થઈને શું બનાવશો એ પૂછો છો પણ એ તો કહો કે તેને મોટો કઈ રીતે કરીશ? તેનું પાલન-પોષણ કઈ રીતે કરીશ?”

સેના, સરકાર એ જવાનના પરિવારને આર્થિક સહાયતા આપશે એ આપણે જાણીએ છીએ પણ જો અંગત રીતે આપણે પણ એ પરિવારને થોડી સહાય આપશું ને તો આ “પુરુષોત્તમ” મહિનો જરુરથી સૌને ફળશે.

વધું કંઈ ન કહેતા અહીં લીંક મુકું છું “ભારત કે વીર” વેબસાઈટની. (ડોનેટ કર્યા પછી પહોંચ પણ ડાઉનલોડ કરી શકો છો.)

https://bharatkeveer.gov.in/home

જય ભારત! જય ભારત કે વીર!

ગોપાલ ખેતાણી

Advertisements

4 thoughts on “ભારત કે વીર – તમને ફૂલની પાંખડી અર્પણ

  1. બહુ ઉમદા કાર્ય કર્યુ અને અન્યોને પણ અનુમોદના આપી….ખરેખર વખાણવા યોગ્ય કાર્ય કર્યું છે. અભિનંદન….

    Like

    1. ખૂબ ખૂબ આભાર પ્રતિભાવ માટે. ભગવાન આમ જ સદકાર્ય કરાવતો રહે એ જ અભ્યર્થના.

      Like

  2. ખૂબ ઉમદા કાર્ય…તમને પણ સલામ ને વીર જવાનોને પણ..સલામ..દિલથી અભિનંદન.

    Like

    1. ખૂબ ખૂબ આભાર પ્રતિભાવ માટે. ભગવાન આમ જ સદકાર્ય કરાવતો રહે એ જ અભ્યર્થના.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s