ધરતીનો છેડો?

house-3254569_640

ना बादलों की छाँव में, ना चांदनी के गांव में ना फूल जैसे रास्ते, बने हैं इसके वास्ते मगर ये घर अजीब है, ज़मीन के करीब है……. ये ईंट-पत्थरों का घर, हमारी हसरतों का घर ये तेरा घर ये मेरा घर ये घर बहोत हसीन है।

  • जावेद अख्तर

શીર્ષક એક સવાલ છે, અને મને વિશ્વાસ છે કે દરેકને તેનો જવાબ આવડતો જ હશે. આમ પણ જાવેદ સાહેબે રચેલા; ઉપરના મસ્ત મધુરા ગીત પરથી પણ તમને હિન્ટ તો મળી જ ગઈ હશે, બરોબરને?

ધારાવીની એક ખોલીથી માંડીને એન્ટાલીયા સુધી દરેકની એક હસરત હોય છે. આ હસરત પૂરી કરવામાં કેટલાયની આખી જિંદગી નીકળી જાય છે. અને કેટલાક પાસે “ખનખનીયા” હોવા છતાં “વણઝારા” બનવું પડે છે. બદલી ધારકો, નોકરી માટે આમતેમ ભટકતાં મારા જેવા ‘જીવો’ અને “ઘરનું” ઘર ન બને ત્યાં સુધી ભાડે રહેતા માનવ માટે પ્રશ્નો ઊભા થયે જ રાખે છે.

“ઘરનું” ઘર બન્યા પછી પણ “મોક્ષ” પ્રાપ્ત થાય તેની ગેરંટી ક્યાં હોય છે?

હવા -પાણી, ચૂવાક, વેન્ટીલેશનથી લઈને મેઈન્ટેનન્સ, પાર્કિંગ, આજુબાજુનું વાતાવરણ, કામવાળી અને સેફ્ટી સુધીના હજાર સવાલ વારે-તહેવારે ઊભા જ હોય!

વળી અમારી જેમ ભાડે રહેતાં “પામર” જીવોના પ્રશ્નો પાછાં અલગ. દર અગિયાર મહીને ભાડા વધારાની લટકતી તલવાર! સામાન આમથી તેમ ફેરવવાની કઠણાઈ. સરનામા ફેરવવાની માથાકૂટ અને સૌને નડતો મોટો પ્રશ્ન એટલે બચ્ચા પાર્ટીનું સ્કુલ એડમિશન !!?

આટલી બધી અગવડ, મૂંઝવણ, પ્રશ્નો હોવા છતાં પણ ધરતીનો છેડો… ઘર!

મારા ઘર વિષેના આ વિચારો સિવાય મીનાક્ષીબેન વખારીયાએ ઘર વિષેના પોતાના વિચારો બહુ જ ભાવાત્મક રીતે પ્રગટ કર્યા છે જે આપ ‘રિડ ગુજરાતી’ પર વાચી શકો છો. હા ભઈ (બહેન) લીંક આ રહી.

http://www.readgujarati.com/2018/03/23/ghar-minaxi-vakhariya/

કેવું છે તમારું ઘર??

જરૂરથી પ્રતિભાવો.

~ ગોપાલ ખેતાણી

8 thoughts on “ધરતીનો છેડો?

  1. આભાર ગોપાલભાઈ, વાચકો ઉપરાંત મારા જેવા નવા સવા લેખકોને આટલું બધું અનુમોદન કરવું એ પણ એક પ્રકારની ગુજરાતી ભાષાની સેવા જ છે.

    Like

    1. મીનાક્ષીબેન, તમે સિધ્ધહસ્ત રચનાકાર છો એમાં બેમત નથી. આભાર તો મારે આપનો માનવાનો હોય અને બેશક રિડગુજરાતી અને અક્ષરનાદનો પણ. જે ગુજરાતી ભાષાના સાહિત્યને જગતભરમાં ફેલાવે છે. જય જય ગરવી ગુજરાત.

      Like

  2. મીનાક્ષીદીદી ખૂબ સુંદર લેખ…

    ઘર…શબ્દ આવે એ..વાંચવામાં..વાતોમાં..ચિત્રમાં ને મનમાં નિરાંત થાય તો એ ઘર..ની તો એ એક મકાન…મકાન તો ગરીબ..ધનવાન બધાં પોતાની સ્થિતિ પ્રમાણે બાંધે પણ એ મકાનને ઘર સ્વરૂપ આપવું એ સ્ત્રીના હાથમાં છે..સ્નેહના એક તાંતણે આખા ખુટુંબને બાંધી.

    Like

Leave a comment