તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.

desktop-background-3061483_1280

મિત્રો સૌ  પ્રથમ તો આપણે શ્રી સુરેશ દલાલની રચના માણીએ.

રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.

તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ.
તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં 
વ્હેમ,અમે કરીશું પ્રેમ..

તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત;
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત.
કહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ,
અમે કરીશું પ્રેમ..

-સુરેશ દલાલ

મિત્રો, વાસંતી વાયરાએ આજે રિડ ગુજરાતી પર પ્રેમની અહાલેક જગાવી છે. પ્રેમની કેફીયત માણવી હોય તો જરૂરથી ક્લીક કરો.

http://www.readgujarati.com/2018/02/14/lovers/

થોડીક કેફીયત હું પણ રજૂ કરી દઉં.

“ઈન સાંસો કા દેખો તુમ પાગલપન જૈસે આયે નહીં ઇન્હે ચૈન!”

તેર વર્ષના ટિનેજરને બોમ્બે મુવીની “સાયરાબાનુ”ને જોઈને “કુછ કુછ હોતા હૈ” થઈ ગયેલું. એ “કુછ કુછ”ની ખરેખર તો તેને ત્યારે ખબર નહોતી પડી પણ મનીષા કોઈરાલા બહુ ગમવા લાગી. અને પંદર વર્ષે તેણે ‘દિલ સે’ જોયું ત્યારે મિત્રોએ તો તેની બહુ ઠેકડી ઉડાડી. મુવીનો વિષય તેને ગમ્યો એ અલગ વાત પણ મુવીના નાયક(શાહરુખ)ની જગ્યાએ પોતાને મનોમન રાખી એ નાયિકા તરફની તડપને અનુભવવા લાગ્યો. શું આને જ પેલું ‘ક્ર્શ’ કહેવાય?

પણ ભણવામાં ફરી મશગુલ થઈ, દસમા ધોરણમાં સારા ગુણ લઈ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધો. એટલાસ જંબો સાયકલ લઈ તે ગણિતના ક્લાસીસ માટે નીકળ્યો ત્યારે એ જ ક્લાસીસમાંથી પરત ફરતી સ્કુટી પર આવતી “સાયરાબાનુ”ને તેણે જોઈ. “સાયરાબાનુ”એ તેને જોયો કે નહીં એ તો ખબર નહીં, પણ આ ભાઈ તો રોજ પોતાની જંબોને ‘દે માર’ પેડલ મારતા આસોપાલવના ઝાડ પાસે ઊભા રહી આગલી બેચ છૂટવાની રાહ જોતા.

“અરે ક્યાં તારી જંબો ને ક્યાં પેલીની સ્કુટી?” ખાસ મિત્રએ ચેતવણી આપી.

પણ તેને તો દરરોજ પેલીને જોઈને એક અજબ પ્રકારની ખુશી મળતી, કંઈક પામ્યાનો આનંદ.

પણ બારમા ધોરણના અંશતઃ ધબડકા પછી તેણે ધ્યાન “શાહરુખ” પરથી હટાવી “સની”પાજી તરફ કેન્દ્રીત કર્યું. કારકીર્દી પણ હથોડાછાપ મળી.

થોડા વર્ષો બાદ તેને “સ્વદેશ”ની “ગીતા” જોઈ. બસ, હમસફર મળે તો આવી જ! આહા…સપનાઓમાં ડ્રીમગર્લ તરીકે પણ એ “ગાયત્રી જોષી” જ દેખાતી!

અને સમય આવ્યો હવે હમસફર પસંદ કરવાનો. રેષકોર્ષના એ જાણીતા આઇસ્ક્રીમ પાર્લર પર મુલાકાત ગોઠવાઈ. “આંખોમેં તેરી અજબ સી અજબ સી અદાયેં હૈં..” ગાયન જાણે પશ્ચાદભૂમિમાં વાગતું હોય તેવું અનુભવાયું. તેને તેની “સાયરાબાનુ” વત્તા “ગીતા” મળી ગઈ.

બાઈક પર બેસાડીને “કોઈક”ને કાફે કોફી ડે લઈ જવાનો પહેલો પ્રસંગ તેને મળ્યો તેનો રોમાંચ શબ્દોમાં તો કેમ વર્ણવો?

અત્યાર સુધી એમ થતું કે “સાલું, આટલી બધી વાત ફોન પર શેની થતી હશે?” તેના જવાબો પણ તેને દરરોજ મળવા લાગ્યા.

“જયા-પાર્વતી” વ્રતના જાગરણનો કાર્યક્ર્મ નક્કી થયો તે દિવસથી દરેક રાત તેના માટે જાગરણ જેવી જ થઈ ગઈ. અને જાગરણની એ રાત મન-મેળાપ માટેનો અમૂલ્ય અવસર બનીને આવી. તેણે એ રાત્રે અનુભવ્યું કે “સગાઈથી લગ્ન સુધીના સમય ગાળાને અમસ્તા જ કોઈ સુવર્ણકાળ નહીં કહેતા હોય!!”

લગ્નના દિવસે “હસ્તમેળાપ” સમયે ખરેખર “હસ્તમેળાપ”નો જે રોમાંચ અનુભવાયો તે એ બન્નેને હજુયે યાદ છે. ચાર વર્ષ બાદ પણ તેનું દિલ તેની “સાયરાબાનુ”ને જોઈને ગુલાબી ગુલાબી થતું હતું. હવે તો તેમના ક્યારામાં એક નાનકડી કળી આવવાની હતી. વાસંતી વાયરાએ તેની જિંદગીને ગુલાબી ગુલાબી કરી. નાનકડી પરી તેના જીવનમાં આવી.

આજે પણ ઓફીસેથી આવીને તે જ્યારે મલકાઈ રહેલી ‘સાયરાબાનુ” અને તેની નાનકડી પ્રતિકૃતીને જુએ છે ‘ને ત્યારે તેને “વૈશાખી વાયરા” પણ ‘વેલેન્ટાઈન ડે” જેવા લાગે છે. બન્નેના રણકતાં સ્મિત સાંભળી બસ તેનું મન ગાઈ ઊઠે છે કે

“અરમાનોએ લીધી અંગડાઇ અને ઉંઘતી આશા જાગી ગઇ
સંભળાયો તમારો રણકો ત્યાં સંગીતની દુનિયા જાગી ગઇ – અજ્ઞાત”

— ગોપાલ ખેતાણી

http://www.readgujarati.com/2018/02/14/lovers/

આ લેખ ગમ્યો હોય તો મિત્રો જોડે “શેરજો”, રિબ્લોગ કરજો અને પ્રતિભાવ આપશો તો દિલ ગાર્ડન ગાર્ડન થશે. આભાર.

 

4 thoughts on “તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.

  1. મસ્ત..મસ્ત..ટીન એજનું આકર્ષણ.. ને જીવનનું ઠરીઠામ થવું..એમાં ખીલતી વસંત ને વાસંતી ફૂલ પણ ખરું..મસ્ત

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s