જરા સી હંસી…દુલાર જરા સા – ફેસ્ટ ઓફ ઈન્ડિયા!!

flame-2377524_1280

રાજા વિક્ર્માદિત્યએ શક રાજાઓને ઇસ્વીસન પૂર્વે સત્તાવનમાં હરાવ્યા ત્યારથી વિક્રમ સંવતની શરૂઆત થઈ એમ માનવામાં આવે છે. ઉત્તર ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના લોકો વિક્રમ સંવતને અનુસરતા અને કાળક્રમે હવે ગુજરાતીઓ જ આ સંવતને અનુસરે છે.

તો આ વખતે વિક્રમ સંવતના છેલ્લા મહિના ‘આસો’માસનો છેલ્લો  દિવસ  અને કાર્તિક માસના પ્રથમ ત્રણ દિવસ – ગુરુ, શુક્ર, શનિ, રવી – એમ ચાર ચાર દિવસની રજા આવી છે! આ વખતે તો દરેક ગુજરાતી હકથી કહેશે… અરે કોઈક દી ગુજરાત ભૂલો પડ ભગવાન, ‘ને થા અમારો મહેમાન… તને સ્વર્ગ ભુલાવું શામળા!

દિવાળી પર દરેક ગુજરાતીનું હૈયું હિલોળા લેતું હોય એ સ્વાભાવિક વસ્તુ જ છે. દિવાળી લગભગ દેશના દરેક ભાગમાં ઊજવાય છે. ગરીબથી માંડી તવંગર ઊજવણી કરવા ઉત્સુક હોય છે. બાલુડાંઓના મન હરખાઈ ઊઠે છે. જો કે તહેવાર વિખવાદ કે વિષાદનો પ્રસંગ ન બને તેની કાળજી રાખવી એ આપણી ફરજ છે. છેલ્લા કેટલાક સમયથી જાણવામાં આવ્યું છે કે તહેવારોના સમયમાં કોઈક “હોર્મોન્સ” અચાનક જાગૃત થઈ જાય છે અને વ્યક્તી “રાજા” કે “રાણી” પાઠમાં આવી જાય છે. તો એ દરેક મિત્રો, વડીલોને બે હાથ જોડી કહું છું કે રાજાઓના રજવાડા ગયા એ મેં પહેલાં ફકરામાં જ જણાવી દીધું. બિચારા રાજા વિક્રમના સંવતને પણ આપણા સિવાય કોઈ સાચવતું નથી તો તમે કઈ વાડીના મૂળા?! “જિયો ઔર જિને દો!”- તહેવાર બધાંનો છે અને બધાં માટે છે. મારી આ સુફીયાણી સલાહ માટેના કારણૉ આ પ્રમાણે છે.

૧) સાફસફાઈ બધાંએ કરવી જોઈએ અને બધાંને કરવી હોય છે. માટે પાણીનો ખોટો વ્યય ના કરશો. ઘરના સભ્યોને મદદ કરવી પણ બધાં સભ્યોની શારિરીક અને માનસીક સ્થિતિનો પણ ખ્યાલ રાખવો. બાહુબલી નહીં બની જવાનું.

૨) કામવાળી કે રામાને બધાંને ઘેર ‘એક્સ્ટ્રા’ કામ કરવાનું હોય છે. હા ભઈ.. તેને ‘એક્સ્ટ્રા’ ખનખનીયા પણ મળવાના છે તે સાચું પણ તેનીયે શારિરીક ક્ષમતા હોય ને! એટલે તેમને માણસ તરીકે જ ટ્રીટ કરવા. બીજું એ કે માણસ તકવાદી છે એ પણ ધ્યાનમાં રાખવું. માટે તેમને ખરેખર માણસ તરીકે જ ટ્રીટ કરવા. (થોડામાં ઘણું સમજશોજી!)

૩) ઉધાર કરીને ઘી ખાવું એ સાચું પણ ઉધારી કરીને હાથીને ઘરમાં તો ન બેસાડાય ને? જેટલી ચાદર લાંબી હોય તેટલા જ પગ તાણવા. ઘણીવાર માર્કેટમાં અશાંત મગજ (ખનખનીયાની ચિંતામાં અને ડિમાંડના મહાસાગરમાં ડુબવા)ને લીધે જ ધડબડાટી થાય છે. કોઈ પણ જાતના અકસ્માત ન થાય તે નિવારશો.

૪) બાલુડાંઓ તો ફોર્મમાં આવી જ જવાના. આ તેમનો સમય છે. ફરીથી કહું છું કે તેમની જોડે તહેવાર સ્થિતપ્રજ્ઞ થઈ ઊજવશોજી. તેમના પ્રત્યે કડક વલણ પણ ન રાખશો અને અતિ છૂટ પણ ના આપશો. બાળપણ તેમને મનાવવા દો. નાની નાની ડીમાંડ તહેવારોમાં પૂરી કરો. તે તેમને જિવન પર્યંત યાદ રહેશે. આ યાદો લાગણીઓ સાથે વણાઈને સંબંધ મજ્બૂત બનાવે છે. EQ મજબૂત કરે છે. ફટાકડા ફોડતી વખતે તમે સુપરવિઝન કરો. બાળકોના ઝઘડાં ન થાય તેનું ધ્યાન રાખો. અને થાય તો આ ઝઘડાં મોટેરા સુધી તો ના જ પહોંચવા જોઈએ. ફરી કહું છું તહેવારો બધાં માટે છે. અને હા બાળકોની ખોટી જીદ પૂરી ના કરશો.

 

ઘણાં લોકોની દિવાળી તમારે લીધે ઊજવાતી હોય છે. (તસ્કરોની પણ!!!! ધ્યાન રાખજો એફબી વાળા)

તમે એમની ખુશીઓના નિમિત્ત બનશો એવી આશા.

પ્રાણીઓ અને પંખીઓ કમ સે કમ આહત થાય (ફટાકડાથી) તેનું ધ્યાન રાખજો. આપના ઘરની સાથે સાથે આપનો મહોલ્લો, વિસ્તાર પણ સ્વચ્છ રહે તે આપની જ જવાબદારી છે.

અને છેલ્લે, સ્વસ્થ રહી સુરક્ષીત રહી દિવાળી ઉજવો!

આપને અને આપના પરિવારજનોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.

એડવાન્સમાં નૂતન વર્ષાભિનંદન !!

~~

ગોપાલ ખેતાણી

2 thoughts on “જરા સી હંસી…દુલાર જરા સા – ફેસ્ટ ઓફ ઈન્ડિયા!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s