સફળતા એટલે કુખ્યાત નહીં, પ્રખ્યાત થવું એ! – ગોપાલ ખેતાણી

કેટલાક નામ વિચારો. ભાઈચુંગ ભુટિયા, સાઈના નહેવાલ, વિજેન્દર સીંઘ, પિ.આર.શ્રીજેશ, એ.આર. રહેમાન, કિર્તીદાન ગઢવી, અમિષ પાઠક, ઇન્દ્રા નુયી, સુનિતા વિલિયમ્સ, દિપા કર્માકર, નિતા અંબાણી, મહાશ્વેતા દેવી, ધીરુબેન પટેલ, રોહન બોપન્ના, સાનિયા મિર્ઝા.. ઘણા બધાં નામ થયા નહીં?

બની શકે કેટલાક નામ તમારે ‘ગુગલ’ કરવા પડે પણ બાકીના નામ જોઈને તમને ગર્વની લાગણી અનુભવાય છે? મોટાભાગના મિત્રો નો જવાબ ‘હા’ મા હશે. આ લોકો સફળ છે તેમના ક્ષેત્રમાં; સાથે સાથે સન્માનનીય છે અને તેથી જ તો પ્રખ્યાત પણ છે.

હવે આ લોકોને ઓળખો. વિજય માલ્યા, આશારામ ‘બાપુ?’, રાધે ‘મા?’, રાખી સાવંત, વિરપ્પન વગેરે ઘણાય. આ લોકોને ઓળખતા હશો, પણ સન્માનનીય છે ખરા?

હવે તમે કહેશો કે ભઈ મુદ્દા પર આવો યાર! તો મુદ્દા પર આવતાં પહેલાં એક નાનકડી વાત. રામગોપાલ વર્માએ હમણાં એક શોર્ટ ફિલ્મ રિલીઝ કરી, જેનો વિષય હતો કે એક છોકરીને સની લીયોની બનવું છે. અભિનેત્રી સની લીયોની નહીં પણ.. તમે સમજી ગયા હશો. તેમાં છોકરી તેના માતા-પિતા જોડે તાર્કીક દલીલો કરે છે. હવે મુદ્દા પર આવું તો મારે લખવાનું એ નથી કે છોકરીએ શું કરવું કે છોકરાએ શું કરવું, મુદ્દો એ છે કે તમારે પ્રખ્યાત બનવું કે કુખ્યાત? આજના જમાનામાં ‘Negative publicity is the best publicity’  એમ લોકો માને છે પણ એ ટુંકાગાળા માટે મળતો નાનો લાભ અને લાંબા ગાળાનું બહુ મોટું નુકસાન છે.

સુનિતા વિલિયમ્સ, દિપા કર્માકર બનવા માટે તમારે મહેનત કરવી પડે, ફકત સારા રુપ રંગથી ન ચાલે. ભાઈચુંગ ભુટિયા અને વિજેન્દર સીંઘ મહેનત કરીને તેઓના શ્રેષ્ઠ મુકામ પર પહોંચ્યા છે. ચમક-દમકથી અને શોર્ટકટમાં પૈસા કમાવવાની રાહમાં ગેરમાર્ગે ન જાઓ ભાઈ (અને બહેન પણ)! મહેનત હશે તો કોઈ દિવસ એટલે કે ખરાબ સમયમાં પણ તમને વાંધો નહીં આવે.

Efficient અને Effective બનો. તમે કહેશો કઈ રીતે? સમજો કે એક યુવાન છે. તેના હાથમાં બંદૂક છે, તે નિશાન તાકે છે. તે દસમાંથી નવ નિશાન સફળતા પૂર્વક તાકી દે છે. તો અહીં તે યુવાન Efficient છે. હવે જો આ યુવાન આપણા દેશનો સૈનિક હોય તો તે Effective છે અને જો તે આતંકવાદી હોય તો તમે સમજી જ ગયા..ખરું ને?

આ Efficient અને Effectiveની વાત પણ એટલે વચમાં લાવ્યો કે તમે જે ક્ષેત્ર નક્કી કરો અને એ ક્ષેત્રમાં તમે જે તમારું યોગદાન આપો એ સમાજ કે દેશને કોઈક રીતે ઉપયોગી હોય. તમારા કાર્ય પર કોઈકને ગર્વ થાય. કુખ્યાત થવું બહુ સરળ છે પણ લોકોને મન તમારું મુલ્ય કશું નહીં હોય. જ્યારે પ્રખ્યાત થવાનો માર્ગ કઠીન છે પણ લોકોની યાદોમાં તમે ચિરંજીવ રહેશો.

તમને તમારું મનપસંદ કાર્ય કરવાનો અધીકાર છે જ પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજવો જરુરી છે. વડીલો દર વખતે સાચા હોય તે જરુરી નથી પણ તેઓ તમને ખોટા માર્ગે નહીં લઈ જાય એ ગેરંટી છે. શોર્ટ ફિલ્મમાં એ બહેનને સની લીયોની બનવું છે એમા સમાજ , દેશને કંઈ ફાયદો? અરે તેમના કુટુંબને પણ શું ફાયદો? બધી વાત જવા દો, એ છોકરી પણ દસ – પંદર વર્ષ પછી પોતાના ભવીષ્યને ક્યાં લઈ જશે? આજે તો કંપનીમાં પણ તમને પુછે છે કે પાંચ કે દસ વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જુઓ છો? કેટલાક ભ્રમમાં રાચતાં કે “સિલ્વર સ્પૂન” બેબીઝ મને એમ કહેશે કે પેલી છોકરીને તે કાર્ય કરવાનો આત્મ સંતોષ થશે. તે જિંદગી આખી દબાઈને નહીં જવે, હિજરાઈને નહીં જીવે. હવે એને કહી ભલા માણસ, કેટલાય લોકોની જીંદગી એવી છે કે આખો દિવસ તેમને હાડમારી કરવી પડે છે ત્યારે માંડ રાત્રે દાળ –રોટલી ભેગાં થાય છે. તો તમે એ ઉપકાર માનો કે સારી સુવીધાયુક્ત જીવન મળ્યું છે તો એ જીવનને એ આદર્શ તરફ લઈ જઈએ. બાકી હવે જેને કાદવમાં જ ઠંડક લેવી હોય તેની સામે માઉન્ટ એવરેસ્ટના  વખાણ કરવાથી એક રુપિયાનોયે ફાયદો નહીં.

છેલ્લે તો એટલું જ કહીશ કે પ્રેરણા લેવા માટે તમારી પાસે એક વિકલ્પ છે. કાં તો તમે ‘હિરોઈન’ જુઓ અથવા તો ‘ભાગ મિલ્ખા ભાગ.’ – Never Give Up, Miracle Happens Everyday ~ Unknown.

~~

ગોપાલ ખેતાણી

6 thoughts on “સફળતા એટલે કુખ્યાત નહીં, પ્રખ્યાત થવું એ! – ગોપાલ ખેતાણી

  1. સાહેબ તમારી પોસ્ટ કોપી પેસ્ટ કરીને શેર કરી શકાય. ..?
    WhatsAppFacebook પર

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s