મેરી ક્રિસમસ!

જે ચોખલીયાઓ ક્રિસમસનું નામ સાંભળી મોં મચકોડે છે અને ક્યાંક ક્રિસમસ કેક દેખતાં લાળ ટપકાવે છે તે બધાં જ સજ્જ્નો અને સન્નારીઓએ આ લેખ વાંચવો નહીં, તેમજ પોતા માટે અને બીજા માટે ‘એસીડીટી’ ઉભી ન કરવી.

આમ તો હું પોતે ચોખ્ખો ગુજરાતી (હા, ભાઈ ખરા અર્થમાં…! પ્યોર વેજમાં ઈંડાનો સમાવેશ નહીં કરતો અને ડ્રીંક્સ માં સોફટ ડ્રીંક્સ જ લઉ) છું અને ભારતીય પણ. જો કે આ બન્ને ભાવ હું દિલ અને દિમાગ સાથે રાખીને જ પ્રગટ કરું છું.

કોન્વેન્ટમાં ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું એટલે જન્માષ્ટમી, દિવાળી અને ક્રિસમસના વેકેશન તો મેં જાહોજલાલીથી માણ્યા છે. અદેખાઓને ઇર્ષા કરવાની પુરેપુરી છુટ છે.

ફુલગુલાબી ઠંડી આવી હોય, દિવાળીનું વેકેશન પતાવી નવ માસીક પરીક્ષાની તૈયારી ચાલતી હોય અને ત્યારે ફરી મોજ માણવાના ઇરાદાથી ક્રિસમસ ની રાહ જોતાં હોઈએ. પરીક્ષા પતે એટલે ક્રિસમસ સેલીબ્રેશનની તૈયારીઓ. ગીત, ડાન્સ , ફેન્સી ડ્રેસની સ્પર્ધાઓ રાહ જોતી હોય. મને તો હજુંયે એ ગીત યાદ છે. “યેશુ મેરા ચરવાહા મૈં ઉસકા ગુન ગાતા હું , છોટી ઉસકી ભેડ ઉસકે પીછે જાતા હું” કે પછી “અમે વણઝારા રે, બેથલેહેમના.” સ્કુલના ફાધર જોસેક મધુરાવેલીનો સદાય હસતો માયાળુ ચહેરો અમને સાન્તાક્લોઝના સદાય આશીર્વાદ આપતો. એ કોનવેન્ટ શાળામાં દસ ધોરણ સુધી ભણ્યો ત્યાં સુધી કોમવાદ એટલે શું એ ખબર જ નથી પડી. શાળાનું વાતાવરણ, મારા મિત્રો અને ઘરનું વાતાવરણ પણ એવું કે દરેક તહેવાર એ આપણાં જ તહેવાર લાગે. અમે તો  કાનુડાને  હાથ જોડીએ, દરગાહની ગરબી જોવા જઈએ ત્યારે દરગાહને પણ હાથ જોડીએ અને ઇશુ ભગવાનને પણ હાથ જોડીએ. જ્યારે કોલેજમાંથી દિલ્હી આવ્યો ત્યારે ગુરુદ્વારા ગયેલો ત્યાં પણ શ્રધ્ધાપુર્વક હાથ જોડાયાં જ હતાં.

કોલેજમાં આવતાં જ ક્રિસમસ સેલીબ્રેશન તો રેષકોર્ષની પાળીએ જ થતું. જુવાની તરવરાટ થતી હોય અને રંગીન હાસ્ય રેલાતાં હોય તેની મજા જ કંઈ અલગ હતી. (નાતાલ શું છે? એમા શું કરાય અને શું ના કરાય એનો કોઈ ઉપદેશ આપવો નહીં. દિવાળીમા પણ ભૈ તમારી આ જ મગજમારી હોય છે. જીવવા દો ને સાહેબ પ્લીઝ!) મોન્જીનીઝની કેક અને પેસ્ટ્રીઝનું સેલીબ્રેશન, પ્રેમ-મંદીર જઈ ભગવાનના આશીર્વાદ લઈ ડેકોરેશન જોવાનો આનંદ અને એ ય ખાઈ (કંઈ પણ કચરો) પી ને (કા….વો… મારા દોસ્ત) જલસો કરવાનો.

હવે તો બચ્ચા પાર્ટી જોડે મોલમાં જઈ થોડી સેલ્ફી લઈશું, મન હશે (ખણખણીયા વ્યવસ્થીત હશે) તો થોડો નાસ્તો-પાણી કરીશું અને ભગવાન ઇશુને યાદ કરતાં કરતાં ઘરે આવી જય શ્રી ક્રુષ્ણ કહી મસ્ત મજાના ઉંઘી જઈશું.

હવે તમે એમ કહેશો કે આ બધું લખ્યું પણ એનો મતલબ શું?

મારા વ્હાલાં, મતલબ એટલો કે તહેવારને માણો અને માણવા પણ દેજો. કેમ કે તહેવાર આપણા બાપાનો એકલાનો થોડો છે? અને બીજું, તહેવારમાં કોમવાદ વચ્ચે ના લાવશો અને હા એ ખરું કે દરેક લોકો પોતપોતાની રીતે જીવવા સ્વતંત્ર છે એટલે કોઈ એમ પુછી ના શકે કે ભાઈ તું ક્રિસમસ કેમ નથી મનાવતો.

સારું ત્યારે, તમારા વાલુડાઓને જન્માષ્ટમી, ઈદ કે બૈસાખી પર ભેટ આપઈ હોય તો “સાંતા બાપા”ના નામે પણ ક્રિસમસ ગિફ્ટ આપજો હોં! બાળપણ તો એક વાર  જ આવે છે અને નસીબદાર હોવ તો ત્રણ-ચાર વાર (દીકરા-દીકરી, પૌત્ર-પૌત્રી) આવે. તો એ ફરી આવતાં બાળપણને માણવાનો મોકો ચુકતાં નહીં.

મેરી ક્રિસમસ!

~~

ગોપાલ ખેતાણી

7 thoughts on “મેરી ક્રિસમસ!

 1. Wah Gopal you share real meaning of festival … Festival means enjoy together feel together and celebrate together …
  Festival is not based on cast based on geographic place …
  Keep it up…

  Like

 2. ગોપાલભાઈ ખૂબ સરસ લેખ…ધર્મને નામે ચોખલીયા વેડા કરનારા પોતાના સ્વાર્થ માટે બધું બીજાનું અપનાવે.
  પણ ખરેખર તો સર્વધર્મ સમભાવ રાખવાનો સમય પાકી ગયો છે. કેમ કે આપણે બધા જ મોર્ડનીઝમના નામે ડાન્સ કરીયે..ડ્રિન્ક પીંએ..કપડાં પણ બધી જ જાતના પહેરીએ તો શુદ્ધતાથી દરેક ધર્મની આગવી વાતને કેમ ન અપનાવી શકીએ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s