મારો કેરી પ્રત્યે નો “રસ”

નાનો હતો ત્યારે મે મહિનાની રાહ ઉત્કટતાથી જોતો. પરિક્ષા પુરી થાય એટલે મોજ.

મારા પિતાજીને બુક – સ્ટેશનરી ની દુકાન. એટલે વેકેશન મા કામ ઘણુ (જુના ચોપડા ખરીદવાનુ, અને તેમનુ કાચુ બાઇન્ડીંગ કરવાનુ)

વેકેશન મા નાણાકિય ખેંચ રહે એટલે બહાર ફરવા જવાનુ પોષાય નહી. પરંતુ મિત્રો જોડે રમવાનુ, ચિત્રો દોરવા, નજીક આવેલા બાલભવન ની મુકલાકાત લેવી – એવી પ્રવ્રુત્તી ઓ મા સમય પસાર થતો.

પરંતુ સૌથી વધારે મજા એટલે કેરી ને માણવાની. પહેલા મિક્ષ્ચર અથવા ઇલેક્ટ્રીક હેન્ડ બ્લેન્ડર તો હતા નહી. મારા પિતાજી દુકાને થી આવે ત્યારે કેરી લેતા આવે. એમાથી તે દિવસે ખવાય એવી કેરી શોધી મને આપે એટલે તુરંત એ કેરી ઓ ને ધોઇ કાઢુ.

પછી પિતાજી ની પાસે બેસુ. એ કેરી ને ઘોળી રસ નિકાળે. કેરી ઓની છાલ અને ગોટલા ચુસવા હુ બેસી જઉ. ત્યાર બાદ બરફ ને થર્મોકોલ ના આઇસબોક્સ માથી  (ફ્રિજ ત્યારે ન હતુ) કાઢી ધોકાથી ભાંગુ. ઝિણો ભુક્કો કરી રસ વાળા તપેલા મા નાખુ. કપડામા થોડો ભુક્કો ચોટ્યો હોય એનો આનંદ ઉઠાવુ.  મમ્મી તપેલા મા થોડુ મલાઇ વાળૂ દુધ ઉમેરે અને થોડી જ ખાંડ. ઝરણી થી રસ ને બરોબર હલાવવાનો.અને રસ તૈયાર. જમતા જમતા મને વઢે પણ ખરા કે બરફ વધારે નાખ્યો. પણા બંદાને ચાર વાટકા રસ પિવા જોઇએ તો પછી બરફ નાખવો જ પડે ને.

થોડા મોટા થયા ત્યારે તો મિક્ષ્ચર, બ્લેન્ડર ને ફ્રિજ પણ આવી ગયેલુ. ત્યારે તો કેરી ને ઘોળિને  નહી પણ છાલ ઉતારી કટકા કરતા અને રસ બનાવતા. લોક લાગણી (એટલે કે મારી લાગણી) ને માન આપી થોડા કટકા અલગ થી રાખી રસ મા અલગ થી ઉમેરાતા. રસ ની જોડે કેરી ના કટકા નો અદભુત સ્વાદ.. અ હા હા.. મોજ પડતી બાપુ. ત્રણ-ચાર વાટકા રસ ના પેટ મા ગયા હોય પછી જે ઘેન ચડે..બે કલાક ની ઉંઘ તો પાક્કી જ.

કેરી પ્રત્યે એટલો મોહ કે ઉનાળા મા લગ્નસરા દરમ્યાન જમણાવાર મા કેરી નો રસ હોય તો સારુ એવુ મનોમન વિચારતો, હજુ આજ ની તારિખે પણ એવુ જ વિચારુ છુ. શ્રીખંડ મને ભાવે, પણ કેરી ના રસ ને પ્રાથમીકતા.

કોલેજ મા ગયો તે પહેલા ૩ પ્રકાર ની કેરી ઓ વિશે જ માહિતી હતી. કેશર, હાફુસ અને અથાણા ની કેરી. (રાજાપુરી ને અથાણા ની કેરી કહેતો)

એક મજાનો પ્રસંગ. મારા ખાસ મિત્ર ના ભાઇ ના લગ્ન. જાન વડોદરાથી રાજપીપળા જવાની હતી. લગ્ન ઉનાળા મા જ રાખ્યા હતા.

અમે લગભગ ૮-૧૦ મિત્રો પહોચી ગયેલા. વરઘોડો ૧૧ઃ૦૦ વાગ્યે શરુ થયો અને લગભગ ૦૧ઃ૦૦ વગ્યે અમે વાડી એ પહોચ્યા.

બપોરના ધોમ-ધખતા તાપ મા અમે મન મુકી ને નાચેલા એટલે થાકી ગયેલા. જમવા ની ત્રેવડ હતી નહી પણ જમણવાર શરુ થઇ ગયેલો.

અમે બધા ખુર્શી ઓ ને વર્તુળમા ગોઠવી બેઠા. કેટર્ર્ષવાળૉ છોકરો જે રસ ની ડોલ લઇ ને જતો હતો એને બોલાવ્યો.

ડોલ અમે રાખી અને બધા એ વાટકા ભરી ભરી ને રસ જ પિધો. બાકી વાનગી ઓ સામે કોઇ એ જોયુ પણ નહી.

રિલાયન્સ મા નોકરી કરી ત્યારે સદનસીબે રિફાઇનરી મા આવેલ “હિરાબાગ” જોવા નો લ્હાવો મળેલ. અહીયા લગભગ ૮૦ – ૧૦૦ જાત ની કેરી ઓ આધુનીક પધ્ધ્તી થી ઉછેરવામા આવે છે. ૬ વર્ષ રિલાયન્સમા નોકરી કરી ત્યા સુધી રિલાયન્સની કેશર અને હાફુસ કેરી ઓ માણી છે. मैने रिलायन्स का नमक भी खाया है और आम भी ।

ચેન્નાઇ આવ્યો ત્યારે પ્રખ્યાત કસ્તુરી કેરી ચાખવા મળી. ફળ મોટુ અને સરસ હોય.

ચેન્નાઇ થી નોઇડા આવ્યો. અને હાલ અહી ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત દશહરી ચાખવા મળે છે.

દશહરી અત્યંત મીઠી પણ સુગંધ ન મળે એટલે આપણા લોકો ને ના પણ ભાવે. એ સિવાય ગોલા અને લંગડો પણ વિપુલ પ્રમાણ મા જોવા મળે છે.

મારા (અને મારી પત્ની ના ) કેશર કેરી પ્રત્યે ના પ્રેમ ને લિધે અમને અહી “મધર ડેરી”,  “રિલાયન્સ ફ્રેષ” અને સ્પેન્સર મોલ મા કેશર કેરી મળી રહે છે.

હાલ પણ ત્રણ થી ચાર વાટકા તો રસ ના જોઇએ જ,તો જ દિલ ને એમ લાગે કે રસ પિધો.

કેરી ખરીદવા જાઉ ત્યારે મને એવુ લાગે કે કેરી જાણૅ મને જોઇ ને ગાઇ રહી છે કે

” मेरा नाम केरी है, केरी तो सै टका तेरी है ।”

અને તુરત જ મારી પત્ની મને અટકાવે કે બસ ૩ કિલો જેટલી થઇ ગઇ હશે. (અહી પેટી મળતી નથી)

૪ -૫ દિવસ પછી ફરી આવીશુ.

આમ ને આમ “આમ” ની મૌસમ નો હુ આનંદ ઉઠાવુ છુ. “આમ” ની મૌસમ ગયા બાદ મને ભોજન “આમ” લાગે છે.

તેમાથી મારો “રસ” ઉડી જાય છે. અને ફરી હુ મે મહિનાની રાહ જોવા લાગુ છુ.

ગોપાલ ખેતાણી

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s