માઇક્રોફ્રિકશન વાર્તા ઓ (સત્યઘટના પર આધારીત)

 

૧) દેશ નહી સુધરે

નિવ્રુત્ત થયા પછી પણ પ્રવ્રુત્ત રહેતા ગુણવંતરાય તૈયાર થઇ બ્રિફકેસ લઇ મેટ્રો સ્ટેશન પહોચવા રિક્ષા પકડી. અણઘડ રીતે વાહનો

ચાલતા જોઇ એમણે પોતાના જ્ઞાન નો વ્યાપ તેમના સહપ્રવાસી જોડે વધાર્યો. “દેશના લોકો નિ માનસીકતા જ આવી છે. કોઇ ના મા સ્વયંશિસ્ત જેવુ છે જ નહી.”

મેટ્રો સ્ટેશન આવતા જ તેઓ ચેકીંગ માટે ની કતાર મા અણઘડ રિતે ઘુસ મારી.

વડીલ સમજીને કોઇ કઇ બોલ્યુ નહી.

લગેજ સ્કેનર મા પણ કતાર હોવા છતા તેમણે પોતાની બ્રિફકેસ મુકવા ઘુસ મારી ત્યારે લોકો એ તેમને કતાર મા આવવા કહ્યુ તો

વળતો જવાબ આપ્યો કે “આમ જ ચાલે છે.”

પરંતુ જેવી ટ્રેઇન આવિ કે આસપાસ ઉભેલા લોકો ગુણવંતરાય નેધક્કો મરતા આગળ વધિ ગયા ત્યારે તેઓ કકળી ઉઠ્યા “આ દેશ નહી સુધરે”. (નોઇડા મેટ્રો સ્ટેશન પર ની સત્યઘટના)

૨) લગની

૧૪મી નવેમ્બર ના રોજ સોસાયટી ના સંચાલકો એ બાળકો માટે સોસાયટી ના બગીચા મા ચિત્ર સ્પર્ધા નુ આયોજન કર્યુ.

બાળકો માટે મીણયા રંગો, ડ્રોઇંગશીટ અને ઉત્સાહ વધારવા બિસ્કીટ તથા જ્યુસ મગાવ્યા. બાળકો મજે થી ચિત્રો દોરવા લાગ્યા.

થોડી વારમા આસપાસ મા રહેતા મજુરોના બાળકો પણ આવી પહોચ્યા.

સંચાલકો એમને પણ મીણયા રંગો, ડ્રોઇંગશીટ,બિસ્કીટ તથા જ્યુસ આપ્યા.

તેમાથી એક નાની છોકરી થોડી વાર મા જ ચાલી નીકળી. એ જોઇ એક સંચાલક મિત્ર બોલ્યા “આ લોકો આવા જ હોય. ફકત ખાવા ની લાલચે જ અહી આવતા હોય છે.”

૨ જ મિનીટ મા એ નાની છોકરી તેની કાંખ મા તેના નાના ભાઇ ને લઇ ને આવી પહોચી.

ભઇલુને બાજુ મા બેસાડી ડ્રોઇંગ શીટ મા “લગન” થી પોતાની કલ્પનાઓ ના રંગો ને પુરવા લાગી.

(નોઇડ સેક્ટર ૬૧ નિ સત્યઘટના)

૩) કોયડો.

“મમ્મી, કોયડો એટલે શુ?” “નીરજ કેટલી વાર તને કહ્યુ કે ગુજરતી મા ‘ટોક’ નહી કરવાની. we will talk in english only.mind well, you are the student of convent school.”

“હા, પણ મમ્મી; મારી અને રાઘવ વચ્ચે શરત લાગેલી છે. એ મને એક કોયડો પુછવાનો છે.”

“how many times i told you than dont make freindship with desi boys.e a part of group of your class”

“o.k મમ્મી. પણ એ તો કહે , કોયડો એટલે શુ?”

“I dont know. dont ask such foolish words. please ask granpa or granni”

(રાજકોટ ની સત્યઘટના પરથી.)

 

ગોપાલ ખેતાણી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s